લોન્ચિંગ મોડું થતા, હવે કદાચ JioPhone Next ની કિંમતમાં ભાવ વધારો કરવામાં આવે તો નવાઈ નહીં

નિષ્ણાંતો ના મત અનુસાર લોન્ચિંગ કરવામાં મોડું થવાને કારણે JioPhone Next ની કિંમત અપેક્ષાથી થોડી વધારે હોઈ શકે છે. ટેલકો તરફથી આવનારા આ ડિવાઇસ ની કિંમત બાબતે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી જાહેર કરવામાં આવી. આ વર્ષની શરૂઆતમાં 44 મી વાર્ષિક સામાન્ય બેઠકમાં ગુગલ બેકડ JioPhone Next ની જાહેરાત કરવામાં આવી હતી. આ સ્માર્ટ ફોન 10 સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવનાર હતો. પરંતુ લોન્ચિંગના એક દિવસ પહેલા ઇન્ડસ્ટ્રી wide સેમિકન્ડક્ટરની અછતને કારણે લોન્ચિંગની તારીખ ને દિવાળી સુધી આગળ વધારી દેવામાં આવી હતી.

image source

Jio અને ગૂગલે જણાવ્યું હતું કે, તેઓએ JioPhone Next લઈને ઘણો વિકાસ કરી લીધો છે. કંપનીએ JioPhone Next ની ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધી છે. હાલ આ લિમિટેડ યુઝર માટે ઉપલબ્ધ છે. jio એ આ પહેલા કહ્યું હતું કે, આ દેશનો સૌથી સસ્તો 4G સ્માર્ટફોન હશે અને JioPhone Next ની કિંમત 5000 રૂપિયા થી ઓછી હોવાની આશા હતી. જો કે એક અહેવાલ અનુસાર JioPhone Next નું લોન્ચિંગ મોડું થવાનું હોય હવે ફોન મોંઘો થવાની શક્યતા છે.

એનાલીસ્ટે ET ટેલીકોમને જણાવ્યું હતું કે, કોમ્પોનેન્ટ્સની કિંમત માં 20 ટકાનો ભાવ વધારો થવાની સાથે સાથે કોમ્પોનેન્ટ્સ ખરીદ આઠ સપ્તાહથી વધારીને અમુક માટે લગભગ 16 થી 20 સપ્તાહ કરી દેવામાં આવી છે. એનાલિસ્ટે એમ પણ જણાવ્યું હતું કે JioPhone Next ની એક સિમિત સેલ્ફ લાઈફ હોઈ શકે છે જ્યાં સુધી ટેલકો આગલા વર્ષ માટે નવા SKU પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ ન કરી દે. કારણ કે કમ્પોનેન્ટની ઉપલબ્ધતા અને કિંમત આગામી 6 થી 8 મહિના સુધી પડકારજનક રહેવાની સંભાવના છે.

image source

JioPhone Next જિયો ફોન અને જિયો ફોન 2 નું આગલું વર્ઝન નથી. એન્ડ્રોઇડના કસ્ટમ વર્ઝન સિવાય JioPhone Next ગુગલ આસીસ્ટન્ટ, ઓટોમેટિક રીડ અલાઉડ અને લેન્ગવેજ ટ્રાન્સલેશન સાથે આવશે. તેમાં તમને ઓન સ્ક્રીન ટેક્સ્ટ અને કેમેરા વિથ ઇન્ડિયા સેન્ટ્રીક ફિલ્ટર પણ મળશે.

image source

JioPhone Next માં 5.5 ઇંચની HD ડિસ્પ્લે હોવાની વાત પણ બહાર આવી હતી. આ સ્નેપડ્રેગન 215 ચીપ સેટ પર કામ કરશે અને 2 gb / 3 gb રેમ અને 16 gb / 32 gb ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવશે. ડિવાઇસ સિંગલ 13 મેગાપિક્સેલ રિયર સેંસર અને 8 મેગાપિક્સેલ શૂટર ને સપોર્ટ કરી શકશે. એ સિવાય JioPhone Next 2500 mAh ની બેટરી સાથે આવી શકે છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર જિયોના આ ડિવાઇસની શરૂઆતી કિંમત ઓછી કરવા માટે અનેક બેંકો સાથે ભાગીદારી કરી છે જેથી યુઝર 500 રૂપિયાની મામુલી રકમ પર JioPhone Next નો લાભ ઉઠાવી શકે અને બાકીની રકમ હપ્તાથી ચૂકવે.