PMSBY Scheme: સરકારની આ સુપરહિટ સ્કીમમાં લગાવો 1 લાખ રૂપિયા, મળશે બમણા રૂપિયા, જાણો ડિટેલ્સ

કેન્દ્ર સરકારની તરફથી સામાન્ય લોકો માટે અનેક રીતે ફાયદાની સ્કીમ ચલાવવામાં આવી રહી છે. પીએમ સુરક્ષા વીમા યોજના (Pradhan Mantri Suraksha Bima Yojana-PMSBY) પણ એક જ સુપરહિટ સ્કીમ છે. તેના આધારે તમે દર મહિને બસ 1 રૂપિયા કે વર્ષમાં ફક્ત 12 રૂપિયા જમા કરીને 2 લાખ રૂપિયાનો એક્સીડેન્ટલ ઈન્શોયરન્સ મેળવી શકો છો. આ યોજના ઓછા પ્રીમિયમમાં જીવન વીમો આપે છે. તો જાણો તેના ફાયદા વિશે પણ.

મે મહિનામાં પ્રીમિયમ

image source

ઉલ્લેખનીય છે કે થોડા વર્ષ પહેલા કેન્દ્ર સરકારે ઘણા ઓછા પ્રીમિયમ પર પીએમ સુરક્ષા વીમા યોજના શરૂ કરી હતી. આ યોજનાનું પ્રીમિયમ વાર્ષિક 12 રૂપિયા છે. મે મહિનાના અંતમાં તેનું પ્રીમિયમ જમા કરાવવાનું રહે છે. સૌથી ખાસ વાત એ છે કે તમે તમારા બેંક ખાતાથી 31 મે સુધીની રકમ જાતે કપાઈ જાય છે. આ માટે ધ્યાન રાખો કે તમે પીએમ સુરક્ષા વીમા યોજના લીધી છે તો તમારા એકાઉન્ટમાં મે મહિનામાં તેના પ્રીમિયમના રૂપિયા રહે.

PMSBYના નિયમ અને શરતો

image source

પીએમ સુરક્ષા વીમા યોજનાને માટે કેટલીક શરતો અને નિયમો પણ બનાવાયા છે. તેનો લાભ લેવા માટે અરજદારની ઉંમર 18-70 વર્ષ નક્કી કરાઈ છે. આ યોજનાના વાર્ષિક પ્રીમિયમ 12 રૂપિયા છે. એટલે કે મહિનાનું માત્ર એક રૂપિયાનું પ્રીમિયમ. પીએમ સુરક્ષા વીમા યોજનાનું પ્રીમિયમ તમારા બેંક એકાઉન્ટથી કાપી લેવામા આવે છે. આ માટે બેંકમાં બેલેન્સ રાખો તે જરૂરી છે. આ સિવાય પોલિસી ખરીદતી સમયે બેંક ખાતાને પીએમ સુરક્ષા વીમા યોજના સાથે લિંક કરી લેવામાં આવે છે. આ યોજનાના આધારે વીમા ખરીદનારા ગ્રાહકનું એક્સીડન્ટમાં મોત થાય કે વિકલાંગ થાય છે તો 2 લાખ રૂપિયાની રકમ તેના આશ્રિતને આપવામાં આવે છે.

આવી છે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા

image source

આ યોજનાનો લાભ લેવા માટે તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને આ પોલિસીને માટે અરજી કરી શકે છે, બેંક મિત્ર પણ પીએમએસબીઆઈ યોજનાને ઘરે ઘરે પહોચાડી રહ્યું છે. આ માટે તમે વીમા એજન્ટનો સંપર્ક પણ કરી શકો છો. સરકારી વીમા યોજના કંપનીઓ અનેક ખાનગી ઈન્શ્યોરન્સ કંપની પણ આ પ્લાન વેચે છે.

image source

તો તમે પણ કોઈ સારી યોજનામાં રોકાણ કરવા ઈચ્છો છો અને સારું રિટર્ન મેળવવા ઈચ્છો છો તો આ મોદી સરકારની સ્કીમ તમારા માટે લાભદાયી બની શકે છે. આ સાથે આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે તેમાં વાર્ષિક ફક્ત 12 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોવાથી રોકાણકારને કોઈ ખાસ તકલીફ પણ રહેતી નથી, આ સિવાય રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ છે. તો તમે પણ લો પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ.