ATMમાંથી પૈસા ઉપાડશો અને નહિં રાખો આ ધ્યાન, તો લાગશે પેનલ્ટી, જાણી લો જલદી આ નિયમ વિશે

બેંક ખાતા અને ATMમાંથી પૈસા ઉપાડવા સામાન્ય વાત છે. દેશના મોટાભાગના લોકોએ કોઇને કોઇ બેંક ખાતુ ખોલાવી રાખ્યુ હશે. બેંક પોતાની તરફથી ઘણી સર્વિસીઝ ફ્રીમાં આપે છે પરંતુ અનેક પ્રકારની સર્વિસ માટે બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલે છે. ઘણીવાર એવુ થાય છે કે ATM ટ્રાન્જેક્શન કરતી વખતે આપણે બેલેન્સનું ધ્યાન રાખવાનું ભૂલી જઇએ છીએ કે આપણા એકાઉન્ટમાં અપૂરતુ બેલેન્સ છે. એક ઉદાહરણ તરીકે એવી રીતે સમજો કે આપણા ખાતામાં 3000 રૂપિયા હોય અને એટીએમમાં 3500 રૂપિયા નાખો છો તો ટ્રાન્ઝેક્શન તો ફેલ થવાનું જ, પરંતુ એનું નુકસાન આપણને જ થાય છે. પર્યાપ્ત બેલેન્સ નહિ હોવા પર એટીએમ ટ્રાન્ઝેક્શન કર્યું અને ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો બેન્ક ચાર્જ વસુલે છે. આ ચાર્જ પ્રતિ ટ્રાન્ઝેક્શન 20-25 હોઈ શકે છે.

image source

ATM ટ્રાન્ઝેક્શનનો આ નિયમ ડિસેમ્બર 2020માં લાગુ થઇ ગયો છે. બેન્ક એકાઉન્ટમાં ડિપોઝીટ ઓછુ હોવાથી ATMથી ઉપાડતી સમયે તમારું ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે. એવામાંતો તમારે ફાઈન આપવું પડશે. એના માટે પૈસા ઉપાડતી સમયે પોતા એકાઉન્ટનું બેલેન્સ ચેક કરી લેવો. અલગ અલગ બેંકો તરફથી આના પર અલગ ચાર્જ વસુલવામાં આવે છે. આવો જાણીએ બેંકો કેટલો ચાર્જ વસુલે છે.

SBI ગ્રાહકોએ કેટલો આપવો પડે છે ચાર્જ?

image source

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ગ્રાહકને પર્યાપ્ત બેલેંસ નહિ હોવાના કારણે ATM Failed transaction થવા પર 20 રૂપિયાની પેનલ્ટી આપવાની હોય છે. તે ઉપરાંત તેના પર અલગથી GST લાગશે. HDFC બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક અને ICICI બેંક ઓછા અકાઉન્ટ બેલેંસ પર ટ્રાંન્ઝેકશન ફેલ થવા પર ફાઈન વસૂલે છે.

HDFC બેંકમાં કેટલો આપવો પડે છે ફાઈન

image source

એક વાર ટ્રાંજેક્શન ફેલ હોવા પર HDFC બેંકના ગ્રાહકોને 25 રૂપિયા ચુકવવા પડે છે. દુનિયાની અન્ય બેંકોના એટીએમમાં અથવા ભારતની બહાર કોઈ મર્ચેન્ટ આઉટલેટ પર, ઈંસફિશિએંટ બેલેન્સ હોવાની સ્થિતીમાં પણ 25 રૂપિયા ફાઈન વસૂલવામાં આવે છે.

કોટક મહિન્દ્ર બેંક, એક્સિસ બેંક અને યસ બેંક

એટીએમ ટ્રાંજેક્શન ફેલ હોવા પર કોટક મહિન્દ્રા બેંક 25 રૂપિયા ચાર્જ વસૂલે છે. તો વળી ઈંસફિશિએંટ બેલેન્સ હોવાના કારણે યસ બેંક દર મહિને 25 રૂપિયાનો ચાર્જ વસૂલે છે. એક્સિસ બેંકના ઘરેલૂ એટીએમમાં ઈંસફિશિએંટ બેલેન્સ હોવા પર એટીએમ ટ્રાંજેક્શન માટે 25 રૂપિય પ્રતિ ટ્રાંજેક્શનનો ચાર્જ વસૂલવામાં આવે છે.

દંડથી બચવા માટે શું કરવું જોઈએ?

image source

જો તમને એ યાદ નથી કે તમારા એકાઉન્ટમાં કેટલા પૈસા છે તે યાદ નથી, તો તમારે એટીએમ પર જતા પહેલા તપાસ કરવી જ જોઇએ.મોટાભાગની બેંકો SMS અને કોલ દ્વારા ખાતાના બેલેન્સને ચેક કરવાની સુવિધા આપે છે, તમે આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. એકાઉન્ટ બેલેન્સ તપાસવા માટે તમે સંબંધિત બેંકની UP એપ અથવા તો બેન્કિંગ પનો વપરાસ કરી શકો છો.

ATM સાથે જોડાયેલ નિયમોમાં બદલાવ

image source

કોરોના સંકટ વચ્ચે સાફ સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોરોના સંક્રમણને રોકવા માટે એટીએમ માટે નવા નિયમ બનાવવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ એટીએમના દરેક ઉપયોગ બાદ તેને સંક્રમણ મુક્ત કરવા માટે સાફ કરવામાં આવશે. ગાઝિયાબાદ અને ચેન્નઇથી તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. જો આ માનવામાં નહિ આવ્યું તો એટીએમ ચેમ્બરને સીલ કરી દેવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!