ખેલૈયાઓએ નવરાત્રિમાં ગરબા રેઇનકોટ પહેરીને રમવા પડશે

આ વખતે ચોમાસુ જાણે ગુજરાતમાંથી વિદાય લેવા ઇચ્છું જ ન હોય તેમ આસો મહિનામાં પણ વરસાદ થાય તેવી સિસ્ટમ સર્જાઈ છે. ભાદરવા મહિનામાં પણ મેઘરાજા એ જોરદાર બેટિંગ કરી હતી જેના કારણે કેટલાક જિલ્લાઓમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. જોકે છેલ્લા થોડા દિવસોથી લોકોએ વરસાદ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને સાથે જ નવરાત્રી નું આગમન થતાં ખેલૈયાઓ સોસાયટીઓમાં અને શેરી ગરબામાં મન મૂકીને નવ દિવસ સુધી ગરબે ઘુમવા તૈયારી કરી ચૂક્યા હતા. પરંતુ ખેલૈયાઓને ચિંતા કરાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે.

image source

હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કડાકા ભડાકા સાથે વરસાદ અને જોરદાર પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં મધ્ય પૂર્વ વિસ્તારમાં એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે જેની અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઇ શકે છે.

image source

જોકે આ સિસ્ટમના કારણે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, ગોવા અને કોંકણમાં પણ દરિયાકિનારાના વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.આ સાથે જ અહીં ભારે ગતિથી પવન પણ મુકાઈ શકે છે.

image sourece

અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમની અસરને પગલે શુક્રવારે મોડી સાંજે કેટલાક શહેરોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાપટા પડ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આવું જ વાતાવરણ આગામી 11 ઓક્ટોબર સુધી રહી શકે છે.

image source

કોરોના ના કારણે લોકો ને ગરબે ઘુમવા માં કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે તેમાં પણ જો ત્રણ દિવસ સુધી વરસાદે નવરાત્રિની મજા બગાડી તો ખેલૈયાઓ ત્રણ દિવસ સુધી શેરી ગરબામાં પણ ગરબે ઘૂમી નહીં શકે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયામાં સર્જાયેલા લો પ્રેશરના કારણે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ૩૦ થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાય શકે છે આવું વાતાવરણ આગામી ત્રણ દિવસ સુધી રહેશે જેના કારણે વરસાદ પણ થશે.