આરસી બુકમાંથી લોન આપનાર બેંક કે ફાયનાન્સ કંપનીનું નામ હટાવવા માટે દિલ્હી સરકારનું પ્રેરક પગલું

દિલ્હીમાં આગામી 31 ઓક્ટોબર બાદ વાહનોમાં આરસી બુક માંથી લોન આપનારી બેન્ક ફાઈનાન્સ કંપનીનું નામ હટાવવું એટલે કે હાઈપોથીકેશન સરળ બની જશે. હવે દિલ્હીમાં નવેમ્બર થી હાઇપોથીકેશન માટે કોઈપણ ભૌતિક દસ્તાવેજની જરૂર નહીં પડે. નોંધનીય છે કે જો તમે ગાડી જેમ કે બાઇક કે કાર લોન પર લીધી હોય તો અને તે લોન તમે બેંક અથવા ફાઇનાન્સ કંપનીને ચૂકતી કરી દીધી હોય તો પણ તમારી ગાડીની આરસી બુક માં જે તે બેંક કે ફાઈનાન્સ કંપનીનું નામ હટયું ના હોય તો તમારે બેંક અથવા ફાયનાન્સ કંપનીના કાર્યાલયમાં ધક્કા ખાવા પડે છે.

अब दिल्ली में नवंबर से हाइपोथीकेशन के लिए किसी भी भौतिक दस्तावेज की आवश्यकता नहीं होगी. Hypothecation, RTO, Hypothecation removal process, Hypothecation removal process online, Delhi Government, kaiash gehlot, delhi transport department, हायपोथीकेशन प्रक्रिया आसान, दिल्ली में हायपोथीकेशन आसान, 31 अक्टूबर, वाहनों के आरसी, बैंक, फाइनेंस कंपनी, भौतिक दस्तावेज की आवश्यकता नहीं, बाइक, कार लोन, एचपीटी, दिल्ली ट्रांसपोर्ट फेसलेस, दिल्ली में वाहनों के हाइपोथीकेशन की प्रक्रिया पहले से कहीं ज्यादा आसान हो जाएगी
image source

ત્યારે હવે દિલ્હી સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી દીધી છે. દિલ્હીના પરિવહન મંત્રી કૈલાસ ગેહલોત એ જણાવ્યું હતું કે, દિલ્હીમાં પારદર્શિતા વધારવાના હેતુથી દિલ્હી ટ્રાન્સપોર્ટ ફેસલેસ થઈ ગયા છે. એક વખત જ્યારે બધી બેંક આ પ્રક્રિયા સાથે જોડાઈ જશે ત્યારે દિલ્હીમાં વાહનોમાં હાઇપોથીકેશન પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બની જશે.

શું હોય છે હાઇપોથીકેશન પ્રક્રિયા

image source

શું તમે કોઈ ગાડી જેમ કે કાર, બાઈક, કાર, ટ્રક, ટ્રેક્ટર વગેરે લોન પર લીધું છે અને તમે બેંક અથવા ફાઇનાન્સ કંપનીને તે લોન ચૂકવી દીધી છે ? શું તમારી ગાડીની આરસી બુકમાં ‘Hypothecated To’ લખેલ છે ? તમારી આરસી લોન ચૂકવી દીધા બાદ પણ બેંક કે ફાયનાન્સ કંપનીનું નામ લખેલું આવે છે ? જો આ પ્રશ્નો તમારા પણ હોય તો અને તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તમારે તરત જે તે બેંક કે ફાયનાન્સ કંપનીમાં જઈને આ કામ એટલે કે હાઇપોથીકેશન કરાવવું પડશે. કારણ કે બેંક કે ફાયનાન્સ કંપનીના રેકોર્ડમાં હજુ પણ તમે કંપની પાસેથી લીધેલ લોનની રકમથી જે ગાડી લીધી છે તેના પર તમારો હક નથી અને ગાડી હજુ પણ બેંક કે ફાયનાન્સ કંપનીના નામ પર જ છે.

31 ઓક્ટોબર બાદ દિલ્હીમાં હાઇપોથીકેશન ટર્મિનેશન પ્રોસેસ સરળ

નોંધનીય છે કે હાઇપોથીકેશન ટર્મિનેશન એટલે કે HPT જેમાં વાહન ઋણ પર હાઇપોથીકેશનને જોડવું, ચાલુ રાખવું અને સમાપ્ત કરવું શામેલ છે. પરિવહન વિભાગની આ સૌથી વધુ ઉપયોગમાં આવતી સેવાઓ પૈકી એક છે. ગત બુધવારે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતએ વાહનોના હાઇપોથીકેશન ટર્મિનેશન પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શી બનાવવા માટે વાહનોની ખરીદી માટે ઋણ પ્રદાન કરનારી બધી પ્રમુખ બેંકો અને નાણાંકીય સંસ્થાનો સાથે આ મુદ્દે બેઠક કરી હતી.

દિલ્હીમાં ફેસલેસ સેવાઓ અંતર્ગત લેવામાં આવ્યો નિર્ણય

image source

દિલ્હીમાં ફેસલેસ સેવાઓની શરૂઆત બાદ થી જ HPT માટે 7111 અરજીઓ મળી હતી. આ પહેલા અરજદારે ઋણની ચુકવણી બાદ હાઇપોથીકેશનની સમાપ્તિ માટે અરજી કરવાની રહેતી હતી. જે અંતર્ગત અરજીકર્તાએ ફોર્મ 35 અને બેંક પાસેથી NOC લઈને 90 દિવસની અંદર પરિવહન વિભાગમાં જમા કરાવવાની રહેતી હતી. પરિવહન વિભાગે ફેસલેસ સેવાઓ લોન્ચ કર્યા બાદ થી ઓટોમેટિક હાઇપોથીકેશન ટર્મિનેશન માટે પહેલા જ ICICI બેંક સાથે ભાગીદારી કરેલ હતી અને વાહનોની ખરીદી માટે ઋણ લેનાર 7800 થી વધુ અરજદારોનો ડેટા પ્રાપ્ત કર્યો હતો.

હવે દિલ્હીમાં ભૌતિક દસ્તાવેજો નહિ લેવામાં આવે

image source

દિલ્હીના પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે, એ સુનિશ્ચિત કરવા માટે આદેશો આપવામાં આવ્યા છે કે 31ઓક્ટોબર બાદ હાઇપોથીકેશન જોડવા અને સમાપ્ત કરવા સંબંધે કોઈ ભૌતિક દસ્તાવેજ માંગવામાં નહીં આવે. એ સિવાય અમે એ પણ સ્પષ્ટ કર્યું છે કે બેંકો અથવા ઋણ આપનાર સંસ્થાઓ આધાર સાથે જોડાયેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત OTP ના માધ્યમથી બધા દસ્તાવેજો અને NOC ને સોફ્ટવેર દ્વારા ડિજિટલ સ્વરૂપે જમા કરવું પડશે, જેથી ભૌતિક હસ્તાક્ષરની જરૂર ન પડે. પારદર્શીતા વધારવા માટેના હેતુથી દિલ્હી ટ્રાન્સપોર્ટ ફેસલેસ કરવામાં આવ્યું છે અને એક વખત જ્યારે બધી બેંકો આ પ્રક્રિયા સાથે જોડાઈ જશે તો દિલ્હીમાં વાહનોમાં હાઇપોથીકેશનની પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ થઈ જશે.