નિષ્ણાતોના મતે આ સમયે ચા, કોફી અને સફરજન ખાવા ગણાય છે યોગ્ય, ફાયદા મેળવવા કરી લો આ રીત ટ્રાય

મિત્રો, તમે જણાવો કે, ચા, કોફી અને દૂધ પીવા અથવા સફરજન ખાવા માટેનો યોગ્ય સમય કયો હોઈ શકે? આ પ્રશ્ન સાંભળીને તમને પણ થશે કે, વળી આ બધી વસ્તુઓ ખાવાનો કોઈ નિશ્ચિત સમય થોડી હોય. જ્યારે મન થાય ત્યારે ખાઈ લેવાય પરંતુ, તમને જણાવી દઈએ કે, નિષ્ણાંતોનું કહેવું કઈક અલગ જ છે તો ચાલો જાણીએ આ લેખમા શું છે નિષ્ણાંતોના મંતવ્ય?

image source

શું આપણે સવારે કે સાંજે સફરજન ખાઈ શકીએ? ઘણી વખત લોકોનો અભિપ્રાય આ અંગે અલગ-અલગ હોય છે. આ અંગે હાલ એક ન્યુટ્રીશન દ્વારા જણાવવામા આવ્યું છે કે, સવારે ચા કે કોફી પીવી જોઈએ પરંતુ, સવારે ઉઠ્યા પછી પેટમા જતી પહેલી વસ્તુ તે ના હોવી જોઈએ. તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

ચા અને કોફી માટે યોગ્ય સમય :

image source

ચા અને કોફી એક એવું પીણું છે જેના વગર ઘણા લોકો પોતાના આખા દિવસનુ કામ વિચારી પણ શકતા નથી પરંતુ, જો તે યોગ્ય સમયે ના લેવામાં આવે તો તેની શરીર પર અનેક પ્રકારની ખરાબ અસર પડી શકે છે. તે તમારી નિયમિત જીવનશૈલીને ખલેલ પહોંચાડી શકે છે. તેથી, આ વસ્તુઓ લેતી વખતે યોગ્ય સમયનું પાલન કરો, જેથી તમે તેનો મહત્તમ લાભ મેળવી શકો.

સૂવાના સમયે દૂધ પીવાનો રાખો આગ્રહ :

image source

દૂધ વિશે જણાવતી વખતે એવું લખવામા આવ્યું છે કે, રાત્રે સૂતી વખતે દૂધ લો તો તમને સારી એવી ઉંઘ આવશે. તેમા સમાવિષ્ટ પોષકતત્વો તમને એક સારી ઊંઘ આપવામા મદદરૂપ સાબિત થાય છે.

સફરજન ખાવા માટે આ છે યોગ્ય સમય :

image source

નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે વહેલી સવારે સફરજન ખાવુ તમારા માટે ખુબ જ લાભદાયી રહેશે કારણકે, તેમા ભરપૂર પ્રમાણમા ફાઇબર સમાવિષ્ટ હોય છે, જેના કારણે તમે આખો દિવસ ભરપૂર ઉર્જાનો અનુભવ કરી શકો અને તમારા કામ સરળતાથી પાર પાડી શકો છો. દૂધ અને સફરજન બંને શરીરને સ્વસ્થ બનાવવા માટે ખૂબ જ મહત્વની વસ્તુઓ છે. તેથી, આ બંનેનું યોગ્ય સમયે સેવન કરવું જોઈએ જેથી શરીરને મહત્તમ લાભ મળી શકે.