પોર્નોગ્રાફી કેસમાં નવો વળાંકઃ મને ખબર જ નહોતી રાજ કુન્દ્રા શું કરી રહ્યા છે, હું તો મારા કામમાં વ્યસ્ત હતી, શિલ્પાએ હાથ ઊંચા કર્યા

બૉલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ પોર્ન વિડિયોઝ કેસમાં મુંબઈ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે એ એમના કામમાં ખૂબ જ વ્યસ્ત હતી અને નહોતી જાણતી કે એમના પતિ રાજ કુન્દ્રા શુ કરી રહ્યા હતા. એમને કહ્યું કે મને હોટશોટ્સ કે બોલિફેમ એપ્સની જાણકારી નહોતી. મુંબઈ પોલીસ અનુસાર એપ્સ પર પોર્નોગ્રાફીક કન્ટેન્ટ રાજ કુન્દ્રા અપલોડ કરતા હતા.

image source

અભિનેત્રી શિલ્પા શેટ્ટીના આ નિવેદન દ્વારા રાજ કુન્દ્રા અને એમની કંપની વિયાન ઇન્ડસ્ટ્રીના આઇટી પ્રમુખ રયાન થોર્પ વિરુદ્ધ પોર્ન રેકેટ બાબતે 1500 પેજની ચાર્જશીતનો ભાગ છે. ચાર્જશીટમાં કેસના અન્ય બે વાંછિત આરોપીઓ યશ ઠાકુર અને સંદીપ બખ્શી વિરુદ્ધ પુરાવાનું પણ વિવરણ આપવામાં આવ્યું છે.

image source

મળેલી માહિતી અનુસાર શિલ્પા શેટ્ટીના કહેવા અનુસાર રાજ કુન્દ્રાએ વર્ષ 2015માં વિયાન ઇન્ડસ્ટ્રી લિમિટેડની શરૂઆત કરી અને હું વર્ષ 2020 સુધી ડિરેકટરમાંથી એક હતી જ્યારે મેં પર્સનલ રિઝનથી રાજીનામુ આપી દીધું હતું. નિવેદનમાં શિલ્પા શેટ્ટીએ કહ્યું કે મને હોટશોટ્સ કે બોલિફેમ એપ્સ વિશે કોઈ જાણકારી નહોતી. હું મારા કામમાં ખૂબ જ વ્યસ્ત હતી અને એટલે મને એ વાતની જાણકારી નહોતી કે રાજ કુન્દ્રા શુ કરી રહ્યા છે.

image source

પોલીસે ચાર્જશીટમાં દાવો કર્યો છે કે રાજ કુન્દ્રાએ પોર્ન રેકેટના દૈનિક કામકાજ માટે વિયાન ઇન્ડસ્ટ્રીઝની મુંબઈ ઓફિસનો ઉપયોગ કર્યો હતો. મુંબઈ પોલીસે એમ પણ કહ્યું છે કે હોટશોટ્સ અને બોલીફેમ એવી કેટલીક એપ્સ હતી જેના દ્વારા રાજે અશ્લીલ સામગ્રી ઓનલાઈન અપલોડ કરી હતી.

image source

શિલ્પા શેટ્ટી ઉપરાંત, કુંદ્રા અને થોર્પે વિરુદ્ધ કેસ સાબિત કરવા માટે વધુ 42 સાક્ષીઓના નિવેદનો છે, જેમાંથી કેટલાક મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં મુંબઈ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે જે આ વર્ષે ફેબ્રુઆરીમાં મડ આઈલેન્ડમાં એક બંગલા પર દરોડા બાદ ખુલ્લી પડી હતી.

image source

પોલીસે આ વર્ષે એપ્રિલમાં પહેલા જ નવ વ્યક્તિઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને બાકીનાને બુધવારે દાખલ કરાયેલી પૂરક ચાર્જશીટમાં ચાર્જશીટ કરવામાં આવી હતી. કુન્દ્રા અને થોર્પેની મુંબઈ પોલીસે 19 જુલાઈએ ધરપકડ કરી હતી.