કોરોના કાળમાં બહુ આવે છે નેગેટિવ વિચારો? તો આ આર્ટિકલ વાંચીને થઇ જાવો ટેન્શન ફ્રી, નહિં આવે એક પણ નેગેટિવ વિચાર

હાલ આખી દુનિયામાં ડર અને નકારાત્મકતા છવાયેલી છે એવામાં સકારાત્મક જીવન જીવવા માટે 8 સરળ ઉપાય તમારે ઘણા ઉપયોગી નીવડી શકે છે. હાલ તમારા મનમાં પણ આવનારા સમયને લઈને અસમંજસ અને ડરની લાગણીઓ ઘર કરી રહી હશે. આખો દિવસ ઘરમાં કેદ રહેવું ભારે પડી રહ્યું હશે પણ આ સમયને જો આપણે સારી તકની દ્રષ્ટિએ જોઈએ તો આપણને કઈ પણ નકારાત્મક નહિ લાગે. પરિસ્થિતિ ભલે ગમે તેટલી મુશ્કેલ કેમ ન હોય, જો આપણે એ સ્થિતિમાંથી બહાર આવવાનું નક્કી કરી લઈએ તો કઈ પણ અશક્ય નથી. રાત ભલે ગમે તેટલી કાળી હોય, ગમે તેટલી ગાઢ હોય, રાત પછી સવાર થાય જ છે. એવી જ રીતે જીવનમાં ભલે ગમે તેટલી તકલીફ કેમ ન આવે, દુઃખના વાદળ ખસી જ જાય છે અને જીંદગી હસવા લાગે છે. કોરોનાના આ કહેરમાં ચાલો જાણી લઈએ સકારાત્મક જીવન જીવવાના 9 ઉપાયો.

1. ભગવાનનો આભાર માનો.

image source

સવારે ઉઠીને સૌથી પહેલા સ્મિત કરો અને ભગવાનનો આભાર માનો કે એમને તમને માણસના રૂપમાં સુંદર જીવન આપ્યું છે. જ્યારે
આપણે ભગવાનનો આભાર માનીએ છીએ તો આપણા મનમાં આપના જીવનને લઈને સંતોષનો ભાવ આવે છે અને આપણે જીવનને
સકારાત્મક રીતે જોવા લાગીએ છીએ..

2. પ્રાર્થના કરવાનું ક્યારેય ન ભૂલો.

પ્રાર્થના કરવી સકારાત્મક જીવન જીવવાનો સૌથી સરળ ઉપાય છે. પ્રાર્થના કરવી એ આપણને નમ્ર બનાવે છે, બીજાનું ભલું વિચારવાનું
શીખવે છે એટલે હંમેશા ભગવાનને પ્રાર્થના કરો. આપણને સ્કૂલમાં પણ એટલે જ અભ્યાસ કરતા પહેલા પ્રાર્થના કરવાનું કહેવામાં
આવે છે.

3. યોગ અને મેડિટેશનને જીવનનો ભાગ બનાવો.

જે લોકો રોજ યોગ અને મેડિટેશન કરે છે એ હંમેશા સકારાત્મક રહે છે. યોગ અને ધ્યાન આપણને જીવનના દરેક ઉતાર ચડાવમાં
આગળ વધવાનું શીખવે છે અને પોતાના લક્ષય પરથી પણ ક્યારેય ભટકવા નથી દેતા એટલે યોગ અને મેડિટેશનને જીવનનો ભાગ
બનાવો અને હંમેશા સકારાત્મક રહો.

4. કોઈપણ પરિસ્થિતિ હોય પોતાની જાતને પ્રેમ કરો..

image source

તમારી પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય, દરેક પરિસ્થિતિમાં પોતાની જાતને પ્રેમ કરો. જ્યારે તમે પોતાની જાતને પ્રેમ કરશો તો જ
બીજાને પણ પ્રેમ આપી શકશો. જે લોકો પોતાની જાતને પ્રેમ કરે છે એ હંમેશા ખુશ રહે છે ને બીજાને પણ ખુશી આપે છે

5. ફિટ અને હેલ્ધી રહો.

હેલ્થ ઇઝ વેલ્થ આ કહેવત તમે જરૂર સાંભળી હશે. આપણે ભલે ગમે તેટલા સમૃદ્ધ કેમ ન હોય, પણ જો આપણે હેલ્ધી નથી તો
આપણે જીવનનો આનંદ નથી ઉઠાવી શકતા. ફિટ અને હેલ્ધી વ્યક્તિ હંમેશા કોન્ફિડેન્ટ દેખાય છે એટલે પોતાના શરીરનું હંમેશા ધ્યાન
રાખો અને હંમેશા ફિટ અને હેલ્ધી રહો.

6. સારા કપડાં પહેરો અને બનીઠનીને રહો.

image source

આ વાત સાંભળીને તમને હસવું આવી શકે છે પણ આ વાત તમે અજમાવીને જુઓ. જ્યારે તમે બનીઠનીને રહો છો તો તમારો કોન્ફિડન્સ પણ વધી જાય છે. તમે ક્યાંય પણ જવા માટે, કોઈને પણ મળવા માટે તરત જ તૈયાર થઈ જાવ છો પણ જો તમે સારા કપડાં નથી પહેર્યા કે પછી તમે સારા ન દેખાઇ રહ્યા હોય તો તમે લોકોને મળવામાં ખચકાટ અનુભવો છો. તમારો કોન્ફિડન્સ ઓછો થઈ જાય છે.

7.મિત્રોને મળો.

તમે ભલે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોવ, થોડો સમય તમારા મિત્રો માટે જરૂર કાઢો. મિત્રોને મળીને તમને ખુશી થશે અને તમારી
જિંદગી વધુ સુંદર લાગવા લાગશે. મિત્રોની જેમ જ પોતાનાથી નાની ઉંમરના લોકો સાથે સમય પસાર કરો એટલે કે બાળકો સાથે
સમય પસાર કરો. બાળકો સાથે ખુશ પણ રહેશો અને પોતાને યુવા પણ અનુભવશો.

8. પોતાના શોખ માટે સમય કાઢો..

image source

આપના શોખ આપણને ક્યારેય ઘરડા નથી થવા દેતા એટલે પોતાની બીઝી લાઇફસ્ટાઇલમાં પણ પોતાના શોખ માટે જરૂર સમય
કાઢો. જ્યારે તમે તમારું મનગમતું કામ કરો છો તો તમે ખુશ રહો છો અને તમને જિંદગીથી ફરિયાદ નથી રહેતી.

9. હંમેશા હસતા રહો

જે લોકો હંમેશા હસતા રહે છે એને દરેક વ્યક્તિ પસંદ કરે કગે. જો તમે પણ ઈચ્છો છો કે તમને બધા પ્રેમ કરે તો હંમેશા હસતા રહો.

તમે જે પણ કામ કરો એને મનથી કરો, ખુદને પ્રેમ કરો હંમેશા ખુશ રહો તો જ તમારી જિંદગીને તમે પ્રેમ કરી શકશો.

સકારાત્મક જીવન જીવનાર લોકો હર હાલમાં ખુશ રહે છે એટલે એ જિંદગીની દરેક તકલીફમાંથી સરળતાથી બહાર નીકળી જાય છે.

જો તમે પણ આ વિચાર સાથે જીવવા લાગશો તો તમે પણ હર હાલમાં ખુશ રહેશો અને જિંદગીને પ્રેમ કરવા લાગશો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *