જો ક્રેડિટ કાર્ડ પર EMI કરાવતા હોવ તો જાણી લો આ વાત, નહીંતર થશે મોટુ નુકશાન અને…

ક્રેડિટ કાર્ડ લોકો માટે ખૂબ જ સુવિધા જનક સાધન બની ગયું છે, અને મોટાભાગ ના લોકો તેનો ઉપયોગ કરે છે. સાથે જ તેમાં બિલ ને ઇએમઆઈ માં કન્વર્ટ કરાવવા ની સુવિધા પણ મળે છે. જાણો તેના વિશે. જે લોકો ક્રેડીટ કાર્ડ વાપરે છે તેના માટે આ સમાચાર મહત્વના છે.

image source

ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો ને ઘણી સુવિધાઓ તો મળે છે, પરંતુ સાથે જ તેમાં કેટલાક નુકસાન પણ છુપાયેલા હોય છે. જેથી તેનો ઉપયોગ કરવામાં અને ઈએમઆઈ કરાવવામાં આ ચાર વાતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે.

સંપૂર્ણ બિલ અથવા તેના એક ભાગ ને કન્વર્ટ કરો

આ વિકલ્પ તમને ક્રેડિટ કાર્ડના સંપૂર્ણ બિલ અથવા તેના એક ભાગ ને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે. આવું કરવા પર તમે ભારે વ્યાજદર અને લેટ પેમેન્ટ ફીસ થી બચી જશો. તમે નાના નાના હપ્તામાં તમારા બિલ ચૂકવી શકો છો.

પસંદ કરેલા ટ્રાન્ઝેક્શન ને ઇએમઆઈમાં કન્વર્ટ કરો

image source

આ વિકલ્પ કાર્ડ યુઝર ને ચોક્કસ મર્યાદા થી વધુની રકમના ટ્રાન્ઝેક્શન ને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની મંજૂરી આપે છે. આ વિકલ્પ તેમના માટે ખુબ ફાયદાકારક થઈ શકે છે, જેઓ ફક્ત સિલેક્ટેડ ટ્રાન્ઝેક્નને ઇએમઆઈ માં રૂપાંતરિત કરવા માંગે છે.

ઇએમઆઈ પર ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર કરો

ઘણી બેંકો ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર પર ઇએમઆઈ કન્વર્ઝનની સુવિધાઓ આપે છે. આ વિકલ્પ તમને બાકી ના બિલને કોઈ પણ અન્ય બેંકના ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર કરવાની સુવિધા પણ આપે છે, અને પછી તેને ઇએમઆઈમાં કન્વર્ટ કરે છે.

ઇએમઆઈ રૂપાંતર પર લાગુ વ્યાજદર

image source

ઇએમઆઈ રૂપાંતર પર લાગુ વ્યાજદર ત્રેવીસ ટકા થી વાર્ષિક ઓગણપચાસ ટકા સુધી બદલાય છે, જે ક્રેડિટ કાર્ડ ના બાકીના બિલ પર લેવામાં આવે છે. જોકે, ઇએમઆઈ કન્વર્ઝન પર લાગુ વ્યાજ દર ક્રેડિટ કાર્ડ અને કાર્ડધારક ની ક્રેડિટ પ્રોફાઇલ, તેના પેમેન્ટ રેકોર્ડ અને ટ્રાન્ઝેક્શન પેટર્ન ના આધારે બદલાય છે. ઇએમઆઈ રૂપાંતર પર પ્રોસેસિંગ ફી પણ લાગી શકે છે.

ઇએમઆઈ રૂપાંતર માટે ચૂકવણી અવધિ

પસંદગીના ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન ને ઇએમઆઈ અથવા ક્રેડિટ કાર્ડ બેલેન્સ ટ્રાન્સફર ને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની અવધિ સામાન્ય રીતે ત્રણ થી અડતાલીસ મહિના ની વચ્ચે હોય છે, જ્યારે આખા બિલ ને ઇએમઆઈમાં રૂપાંતરિત કરવાની અવધિ ત્રણ થી સાઠ મહિના સુધીની હોય છે. લાંબા સમયમાં વધુ વ્યાજ લાગે છે, તેથી ટૂંકા ગાળાની પસંદગી કરવી હંમેશાં તમારા માટે ફાયદાકારક રહે છે.

આ છે કામની વાત

image source

જો તમે ક્રેડિટ કાર્ડ થી મોટી ખરીદી કરીને બિલને ઇએમઆઈ માં કન્વર્ટ કરવા માંગતા હોય તો પ્રથમ વેચનાર પાસેથી નો-કોસ્ટ એએમઆઈ ના કિસ્સામાં વેપારી તરફ થી વ્યાજ માફ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, કાર્ડ ધારકે ઇએમઆઈ સુવિધા લીધી હોવા છતાં વધારા ની ચૂકવણી કરવાની રહેશે નહીં. જોકે, વ્યાજ પર જીએસટી ચૂકવવું પડશે.

લોન કેમ ન લેવી

મોટા ટ્રાન્ઝેક્શન માટે વ્યક્તિગત લોન અને ક્રેડિટ કાર્ડ બેલેન્સ પર લોન જેવા વિકલ્પો ના વ્યાજદર અને અન્ય કિંમતો ની તુલના કરવી જોઈએ. સારી ક્રેડિટ પ્રોફાઇલવાળા કાર્ડધારક માટે, ઘણી બેંકો / કંપનીઓ ના વ્યક્તિગત લોન વ્યાજદર ઇએમઆઈ કન્વર્ઝન ખર્ચ કરતા ઓછાં હોય છે. તે પણ ધ્યાન રાખવું.