લોકડાઉન પૂરું થયું છે, જો ફરવા જવાનો છે પ્લાન તો આ રીતે મિનિટોમાં કરી લો ટ્રેનની ટિકિટનું બુકિંગ

કોરોના મહામારીની બીજી લહેરના કહેરના કારણે લોકો લગભગ છેલ્લા 2 મહિનાથી ઘરમાં બંધ છે. આ સિવાય પણ અનેક જગ્યાઓ લાંબા સમયથી બંધ હોવાના કારણે તમે ક્યાંય જવાનો પ્લાન બનાવી સક્યા ન હોવ તે સાચું છે. તો તમે હવે આ અનલોકના સમયમાં તમારી સેફ્ટી સાથે ફરવાનો પ્લાન બનાવી શકો છો. લોકો પોતાને હવે રિફ્રેશ કરવાની તૈયારી કરવાનું વિચારી રહ્યા છે. અનેક લોકો બહાર જવા માટે બુકિંગ કરાવવાનું પણ વિચારી રહ્યા છે. આ સમયે IRCTC ની એપની મદદ તમે લઈ શકો છો અને ઘરે બેઠા તમે ઓનલાઈન ટિકિટ બુક મોબાઈલથી જ કરાવી શકો છો.

આ રીતે ડાઉનલોડ કરી લો એપ

image source

IRCTCના એપની મદદથી ટિકિટનું બુકિંગ કરવા માટે તમારે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર કે પછી એપલ પ્લે સ્ટોરથી IRCTC રેલ કનેક્ટ એપને ડાઉનલોડ કરવાનું રહે છે. આ પછી તમે અહીં આપેલા સરળ સ્ટેપ્સથી ટિકિટ બુકિંગ કરી શકો છો.

IRCTC રેલ કનેક્ટ એપને ડાઉલોડ કર્યા બાદ તમારે તેની પર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. આ પછી તમે ક્રેડેંશિયલ નોંધીને લોગઈન કરો. અહીં લોગઈન કર્યા બાદ તમે પ્લાન માય બુકિંગ્સ પર ટેપ કરો. અહીં એક પેજ ખુલશે. તેમાં તમારે ડિપાર્ચર સ્ટેશન, ડેસ્ટિનેશન સ્ટેશન અને જર્ની ડેટની જાણકારી ભરવાની રહે છે અને પછી સર્ચ પર ક્લિક કરવાનું છે. આ પછી તમે અહીં એ રૂટનું લિસ્ટ જોઈ શકો છો જેમાં તમારી વિગતો અનુકૂળ હોય છે. આ સિવાય આ મુસાફરી માટેની સીટની વિગતો પણ તમને આપવામાં આવે છે.

image source

તમે એસી, સ્લીપર કે જનરલ કોચની પણ જાણકારી મેળવી શકો છો. તેમાં તમે ક્લાસને સિલેક્ટ કરશો તો તમે ટિકિટની કિંમત પણ જોઈ શકો છો. આ પછી તમે તમારી રીતે તમારા બજેટ અનુસાર તમારી મુસાફરીને પ્લાન કરી શકો છો. હવે તમે બધી વિગતો કન્ફર્મ કરો અને પછી બુક નાઉ પર ક્લિક કરો. અહીં તમને પેસેન્જરની ડિટેલ્સ ફીલ કરવાનું ઓપ્શન મળશે.

image source

તમે પેસેન્જર ડિટેલ્સની સાથે અન્ય જાણકારી પણ ભરો. તેને ભર્યા બાદ બોક્સને ચેક કરીને નિયમ અને શરતોને સ્વીકાર કરો. આવું કર્યા બાદ રિવ્યૂ જર્ની ડિટેલ્સ પર જવાનું પડશે. અહીં તમારી જે જાણકારી છે તેને ફરીથી એકવાર બરોબર રીતે ચેક કરો. જેથી કોઈ મુશ્કેલી ન આવે. આ પછી અહીં નીચે આપેલા કેપ્ચા કોડને ભરો. અને છેલ્લે પ્રોસીડ ટૂ પે પર ક્લિક કરો.

અહીં પેમેન્ટ માટે તમને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, વોલેટનો પેમેન્ટ મોડ ઓપ્શન મળશે. તમે તમારી રીતે પેમેન્ટ મોડને પસંદ કરી શકો છો અને તેને માટેનું પેમેન્ટ પણ કરી શકો છો. આ પછી તમારી ટિકિટ બુક થઈ જશે.

image source

તો હવે આ સરળ પ્રોસેસથી ટિકિટ બુક કર્યા બાદ તમે કોરોના કાળમાં પણ સેફ્ટી સાથે અનલોકના સમયમાં પોતાને ફ્રેશ ફીલ કરાવી શકો છો. તો તમે પણ ફટાફટ આ એપ ડાઉનલોડ કરો અને તમારી મુસાફરી ઘરે બેઠા જ પ્લાન કરી લો.