ભારતની ઘડિયાળ એપ્પલ સ્ટોરમાં ન મળવા પર નારાજ થયા અનુપમ ખેર, ટ્વીટ કરી વ્યક્ત કર્યો.

બોલિવુડ એકટર અનુપમ ખેર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. એ બધા મુદ્દા પર પોતાનો મત મૂકે છે. એમના વિચાર એ સોશિયલ મીડિયા પર મુકવામાં જરાય પાછળ નથી રહેતા. જેના કારણે ઘણીવાર એમને ટ્રોલિંગનો સામનો પણ કરવો પડે છે. આ વખતે એમને ટ્વીટ કરીને એપલ કંપની પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

image source

અનુપમ ખેર મંગળવારે ન્યુયોર્કના એક એપલ સ્ટોરમાં ગયા હતા. જ્યાં એમને ઇન્ટરનેશનલ ઓલમ્પિક કલેક્શનમાં અલગ અલગ દેશોના ઝંડા વાળી ઘડિયાળ મુકવામાં આવી હતી.જ્યાં ભારતની ઘડિયાળ ન હોવાને કારણે એમને એપલ કંપનીને ટેગ કરીને ટ્વીટ કર્યું છે.

અનુપમ ખેરે ગુસ્સો વ્યક્ત કરતા લખ્યું છે કે ડિયર એપલ, ન્યુયોર્કમાં 5માં એવન્યુ પર તમારા સ્ટોર પર ગયો. શાનદાર. ત્યાં ઇન્ટરનેશનલ ઓલમ્પિક કલેક્શનમાં અલગ અલગ દેશના ઝંડાની સાથે ઘડિયાળ મુકેલી હતી. ભારતની ઘડિયાળ ત્યાં ન દેખાય એટલે નિરાશા થઈ. મને આશ્ચર્ય છે કે કેમ? અમે એપલ પ્રોડક્ટ્સના સૌથી મોટા ઉપભોક્તાઓમાંથી એક છે. અનુપમ ખેરે આ સાથે એક વિડીયો પણ શેર કર્યો છે..

અનુપમ ખેરે જે વિડીયો શેર કર્યો એમાં ફ્રાન્સ, કેનેડા, જમાઇકા જેવા ઘણા દેશોને પ્રેઝન્ટ કરતી ઘડિયાળ દેખાઈ રહી છે. ઘડિયાળની સામે એમના દેશનો પહેલો અક્ષર લખેલો હતો.

image source

અનુપમ ખેરના ટ્વીટ પર ઘણા યુઝર્સે રીપ્લાયમાં એમની માફી માંગી છે. એ કહી રહ્યા છે કે અમને ખેદ છે કે તમને નિરાશ કર્યા. અમે એ માટે માફી માંગીએ છીએ. તો અનુપમ ખેરના આ વિડીયોને જોઈને ઘણા યુઝર્સ પણ અભિનેતાનો જેમ એમનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ ઘણા યુઝર્સ એપલ કંપનીને ટેગ કરી એમને આ વિશે સવાલ કરી રહ્યા છે.

image source

અનુપમ ખેરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે એ હજી પણ મુંબઈમાં ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે. એમને જણાવ્યું હતું કે એમમે અત્યાર સુધી ફક્ત એક જ પ્રોપર્ટી ખરીદી છે એ પણ એમની માતા દુલારી માટે શિમલામાં. એમને કહ્યું હતું કે મેં 4 5 વર્ષ પહેલા નિર્ણય લીધો હતો કે એમને પ્રોપર્ટી નથી ખરીદવી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો અનુપમ ખેર એમની ફિલ્મ શિવ શાસ્ત્રી બલબોઆનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં એમની સાથે નીના ગુપ્તા પણ દેખાવાની છે..