જો તમે પણ પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલુ ભોજન ખાતા હોય તો ચેતી જાવ, બની શકો છો મોટી બિમારીનો ભોગ

આજના સમયમાં આપણી ચારે બાજુ પ્લાસ્ટિક જ પ્લાસ્ટિક છે. સસ્તુ અને ઓછુ ખરાબ થવાને કારણે તેનો ઉપયોગ વધી રહ્યો છે. સવારે પેકેટ દૂધથી માંડીને નાઈટમાં બોક્સમાં રાખેલા ખોરાક સુધીની દરેક વસ્તુમાં પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એટલું જ નહીં, આજના સમયમાં પ્લાસ્ટિકનો ઉપયોગ પ્લેટ અને બાઉલ ગ્લાસ સુધી કરવામાં આવી રહ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે પ્લાસ્ટિકમાં ખોરાક રાખવો કે તેનુ ભોજનના સંપર્કમાં આવવું તમારા માટે કેટલું જોખમી છે? ચાલો આજે અમે તમને આ વિશે વિગતવાર જણાવીએ.

પ્લાસ્ટિકમાં ખોરાક રાખવો જોખમી

image source

આ વિષય પર મોટાભાગના સંશોધનમાં પુષ્ટિ થઈ ચુકી છે કે પ્લાસ્ટિકના કન્ટેનર અથવા વરખમાં રાખેલો ખોરાક આરોગ્ય માટે સારો નથી. આવા ખોરાકમાં મોટા પ્રમાણમાં ખતરનાક અને જોખમી રસાયણો હોવાની સંભાવના છે. એટલું જ નહીં, આવા ખોરાકથી શરીર ધીમે ધીમે નબળું પડે છે.

ઘણા રોગો થઈ શકે છે

image source

જો ભૂલથી પણ ગરમ ખોરાક પ્લાસ્ટિકના બોક્સમાં મુકવામાં આવે તો રસાયણોનું જોખમ અનેકગણું વધી જાય છે. પ્લાસ્ટિકમાંથી શરીરમાં જનાર ઝેર ‘એન્ડોક્રિન ડિસ્ટ્રક્ટિગ’ કહેવામાં આવે છે, જે ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

કેન્સરનું જોખમ

image source

તે શરીરમાં જઈને એટલું નુકસાન કરે છે કે કેમિકલ હોર્મોન્સ અસંતુલિત થઈ જાય છે, ત્યારબાદ કેન્સર જેવા રોગોનું જોખમ વધી જાય છે. રંગહીન પ્લાસ્ટિક કરતા રંગીન પ્લાસ્ટિક શરીર માટે વધુ ખરાબ છે.* અમેરિકી કેમીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી 52 પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.

સતર્કતા

શ્રેષ્ઠ વસ્તુ તો એ છે કે તમે સ્ટીલના ટિફિનનો ઉપયોગ કરવાનો પ્રારંભ કરી દો. જો તમે પ્લાસ્ટિકના ટિફિનનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેમાં ગરમ ખોરાક ન નાખો. અને તમે જો માઇક્રોવેવનો ઉપયોગ કરી રહ્યા હોય તો તેને ઉંચા તાપમાને ગરમ ન કરો.

આ બાબતોનું ધ્યાન રાખો

image source

જો તમે ખાવા-પીવાની વસ્તુઓ રાખવા પ્લાસ્ટિકનાં ઉત્પાદનો ખરીદી રહ્યા હોય તો ઓછામાં ઓછું તપાસો કે તેમાં આઈએસઆઈ માર્ક લાગેલો છે. આ નિશાન ભારત સરકાર દ્વારા ધોરણ જાળવવા માટે આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ઉત્પાદનની ગુણવત્તા સંતોષકારક છે.

રવાંડામાં પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ છે

image source

તમને જણાવી દઈે કે આખા વિશ્વમાં રવાંડા જ એકમાત્ર એવો દેશ છે જ્યાં પ્લાસ્ટિક વાપરવા પર પ્રતિબંધ છે. એક મત અનુસાર નિષ્ણાતોનું કહેવું છે કે પ્લાસ્ટિકનો યુઝ કરવાથી હોર્મોન્સ-શુક્રાણુઓને થતી અસર પ્રુરુષોના સેક્સપાવરને ઘટાડી નાંખે છે. મુદ્રાની વાત એ છે કે, પ્લાસ્ટિક જે નુકશાન કરે છે તેના કરતાં વધારે નુકશાન તેની બનાવટમાં વપરાતાં ‘ફલેઇમ રીટાર્ડન્ટ” એટલે કે આગ પ્રતિરોધક પદાર્થો વધારે નુકશાનકર્તા છે. પ્લાસ્ટિક બનાવતી વખતે તેમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરીને તેને ‘ફાયરપ્રુફ” બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકમાં આગ પ્રતિરોધક તરીકે બ્રોમિન, કલોરિન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને બોરેકસમાંથી બનતાં વિવિધ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત