સોનું સુદના ઘર અને ઓફીસ પર પડી ઇન્કમટેક્સની રેડ

બોલિવુડના જાણીતા એકટર સોનું સુદની ઓફીસ પર ઇન્કમટેક્સ વિભાગે રેડ કરી છે. ઇન્કમટેક્સ ટીમ હાલ સોનું સુદના મુંબઈમાં આવેલ ઓફીસ પર હાજર છે. રિપોર્ટ્સ અનુસાર એકાઉન્ટ બુકમાં ગડબડના આરોપ પછી આઇટીની ટીમોએ સોનું સુદ અને એમની કંપનીઓ સાથે જોડાયેલી 6 જગ્યા પર સર્વે કર્યો છે.જોકે, કોઇ પણ દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યો નથી.

image source

નોંધનીય છે કે આયકર અધિનિયમ 1962ની કલમ 133એની જોગવાઇઓ હેઠળ કરવામાં આવનારા સર્વે અભિયાનમાં આવકવેરા વિભાગના અધિકારીઓ ફક્ત વ્યવસાયિક પરિસરો અને તેના સંબંધિત પરિસરોમાં અવલોકર કરે છે. જોકે, અધિકારીઓ દસ્તાવેદ જપ્ત કરી શકે છે.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ દિલ્લી સરકારે સોનું સુદને સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. એ દરમિયાન એમની આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની અટકળો પણ ચાલી રહી હતી પણ સોનું સુદે જાતે કહ્યું હતું કે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે એમની રાજીનીતિ પર કોઈ જ વાત નથી થઈ.

image source

સોનુ સૂદે પોતાના ઘણા ઇન્ટરવ્યુમા આ વાત જણાવી છે કે, તે અભિનેતા રહેવા માંગે છે અને લોકોને તે જ રીતે મદદ કરવા માંગે છે. અત્યારે તે પોતાનું પૂરેપૂરું ધ્યાન અને સમય પોતાની અભિનય કારકિર્દી માટે ફાળવવા માંગે છે. એક ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “એક અભિનેતા તરીકે મારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હું મુંબઈ જે સ્વપ્નો લઈને આવ્યો હતો તે હજી પૂર્ણ થયા નથી એટલા માટે તે સૌથી પહેલા તેના પર ધ્યાન આપવા માંગે છે.”

કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન મસીહા બન્યા હતા સોનું સુદ.

સોનું સુદે કોરોનાકાળમાં લગાવવામાં આવેલા લોકડાઉન દરમ્યાન સૌથી પહેલા પ્રવાસીઓને એમના ઘરે પહોંચાડવાનું બીડું ઉઠાવ્યું હતું. એ પછી એ સતત આખા દેશના લોકોની મદદ કરી રહ્યા છે. ઘણી રાજ્ય સરકારે સોનું સુદ સાથે કામ કરવા હાથ મિલાવ્યો છે. જેમાં પંજાબ અને દિલ્લી સરકાર સામેલ છે. એ સિવાય સોનું સસુદે ગુડવર્કર જોબ એપ સ્કોલરશીપ પ્રોગ્રામ પણ ચલાવ્યા છે. એ દેશમાં 16 શહેરોમાં ઓક્સિજન પ્લાન્ટ પણ લગાવી રહ્યા છે.

સંયુક્ત રાષ્ટ્રએ કર્યું હતું સોનું સુદનું સમ્માન.

48 વર્ષના સોનું સુદ હિન્દી, તેલુગુ, કન્નડ અને તમિલ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જલ્દી જ એ એક પીરિયડ ડ્રામા આચાર્યમાં પણ કામ કરી રહ્યા છે. સપ્ટેમ્બર 2020માં સોનું સુદને કોરોના મહામારી દરમિયાન એમના માનવીય કાર્ય માટે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમએ 2020 SDG સ્પેશિયલ હ્યુમેનિટેરિયન એક્શન એવોર્ડ આપ્યો હતો. હાલ એ દેશના દરેક ખાસ અને સામાન્ય માણસની મદદ માટે સુદ ચેરિટી ફાઉન્ડેશન ચલાવી રહ્યા છે.