ખેડૂત આંદોલન: મહાપંચાયતમાં રાકેશ ટિકૈત બોલવા ઉભા થતા જ તૂટ્યું મંચ, અનેક લોકો થયા ઇજાગ્રસ્ત

હરિયાણાના જીંદમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જે દરમિયાન મંચ પર મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા મંચ તૂટી પડ્યો હતો. આ દરમિયાન રાકેશ ટીકેત પણ ત્યાં હાજર હતા. પરંતુ તમામ લોકો સુરક્ષિત છે કોઈને વધુ ઈજા થઈ નથી. રાકેશ ટીકૈતે કહ્યું કે કોઈ સમસ્યા નથી, ખેડૂતોની લડત જોરશોરથી લડવામાં આવી રહી છે. ખેડુતો 2 મહિનાથી વધુ સમયથી કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.

કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું

image source

નોંધનિય છે કે, દેશમાં બે મહિનાથી ચાલી રહેલા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન હજી પણ ચાલુ છે. બુધવારે આ આંદોલનના સમર્થનમાં હરિયાણાના જીંદમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કિસાન સંઘના રાકેશ ટીકૈતે આ મહાપંચાયતમાં ભાગ લીધો હતો અને કેન્દ્ર સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું.

રાજાને ડર લાગે છે ત્યારે તે કિલ્લેબંધી કરે છે

image source

જીંદની આ મહાપંચાયતમાં અનેક દરખાસ્તો પણ પસાર કરવામાં આવી છે. જેમાં ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની તેમજ ખેડુતો પર બનેલા કેસો પરત ખેંચવાની માંગ કરવામાં આવી છે. જીંદની મહાપંચાયતમાં કુલ પાંચ દરખાસ્તો પસાર થઈ છે. સાથે જ 26 જાન્યુઆરીએ ધરપકડ કરાયેલા નેતાઓને છોડવામાં આવે. જિંદ મહાપંચાયતમાં ખેડૂત નેતા રાકેશ ટીકૈતે કહ્યું કે જ્યારે પણ રાજાને ડર લાગે છે ત્યારે તે કિલ્લેબંધી કરે છે. દિલ્હીમાં કિલ્લેબંધી કરવામાં આવી રહી છે.

ગાદી પરત લેવાની વાત થાય તો તમે શું કરશો

image source

રાકેશ ટીકૈતે પોતાના સંબોધનમાં કહ્યું કે હજુ તો અમે બિલ પરત લેવાની વાત કરી છે, ગાદી પરત લેવાની વાત થાય તો તમે શું કરશો. ટિકૈતે કહ્યું કે જીંદના લોકોને દિલ્હીની મુસાફરી કરવાની જરૂર નથી, તમે અહીં જ રહો. રાકેશ ટીકેતે ટિ્‌વટ કર્યું હતું કે પહેલા ધરપકડ કરાયેલા ખેડૂતોને મુક્ત કરવામાં આવે, ત્યારબાદ આગળ વાત કરવામાં આવશે.

ઘણા વિસ્તારોમાં ખેડુતોની મહાપંચાયત થઈ રહી છે

image source

તમને જણાવી દઈએ કે જ્યારે રાકેશ ટીકેત સ્ટેજ પર બોલવા ઉભા થયા ત્યારે અહીંનો સ્ટેજ તૂટી ગયો હતો. હકીકતમાં, જ્યાં આ મહાપંચાયત યોજાઇ રહી હતી ત્યાં ધાર્યા કરતા વધારે લોકો આવ્યા હતા અને સ્ટેજ પર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હતો. તપને જણાવી દઈએ કે રાકેશ ટીકેતની ભાવુક અપીલ બાદ ગાઝીપુર સરહદે ખેડુતોનું આંદોલન ફરી જોર પકડી રહ્યું છે. તેના સમર્થનમાં, છેલ્લા ઘણા દિવસોથી પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં ખેડુતોની મહાપંચાયત થઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત