જોરદાર નિર્યણ, જો હેકર્સ ખાતામાંથી પૈસા ખાલી કરી નાંખે તો બેંકને આપવા પડશે, જાણી લો ફાયદાની વાત

આજનો યુગ એટલે કે ડિજીટલ યુગ અને બધું કામ ઓનલાઈન જ થાય છે. પણ એવામાં સાઈબર ક્રાઈમના કિસ્સા વધી રહ્યા છે, કારણ કે હેકર્સ સતત નજર રાખીને જ બેઠા છે અને લોકોને લૂંટી રહ્યા છે. પણ હવે આવા કિસ્સામાં જો તમારું ખાતું ખાલી થાય તો વધારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એક નવો જ નિયમ આવ્યો છે જેમાં તમારે ચિંતા કરવાની જરૂર નહીં રહે કારણ કે હાલમાં જ નેશનલ કન્ઝ્યુમર કમિશન (NCC)એ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. NCC દ્વારા એવો નિર્ણય લેવામા આવ્યો છે કે જો હેકર્સ દ્વારા કે પછી કોઈ બીજા કારણોસર જો ખાતામાંથી પૈસા ઉપાડવામાં આવે કે તેમની સાથે છેતરપિંડી થાય છે તો તેમાં ગ્રાહકોની નહીં પરંતુ બેંક મેનેજમેન્ટની જવાબદારી રહેશે

image source

હવે આ સાથે જ ખાતાધારકોમાં પણ એક અલગ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે હાલમાં જ એક આવો કિસ્સો આવ્યો છે અને એમાં આયોગે એક ગ્રાહકને કેસનો ખર્ચ અને માનસિક ત્રાસ સહન કરવાનું વળતર પણ આપવાનો આદેશ એક ખાનગી બેંકને કર્યો હતો. તેમજ આ સાથે જ જો વાત કરીએ 2020ની તો 20 જુલાઈએ દેશમાં મોદી સરકારે નવું કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 લાગુ કર્યો હતો. કાયદો લાગુ થયા પછીનો આ પ્રકારની પ્રથમ ઘટના છે, જેમાં NCCએ બેંક મેનેજમેન્ટને જવાબદાર ગણાવી છે. જો કેસ સાથે વાત કરીએ તો NCCના જજ વિશ્વનાથે ક્રેડિટ કાર્ડ થકી હેકિંગના કારણે એક એનઆરઆઈ મહિલા સાથે થયેલી છેતરપિંડી મામલે બેંકને જવાબદાર ઠેરવી હતી.

image source

આ નિયમના આદેશ હેઠળ જજે એચડીએફસી બેંક તરફથી કરવામા આવેલી અરજીને ફગાવી નાંખી હતી અને આદેશ કર્યો હતો કે બેંક પીડિતને 6,110 ડૉલર એટલે કે 4.46 લાખ રૂપિયા 12 ટકાના વ્યાજ સાથે પરત કરવામા આવે0. આ સાથે પીડિતાને 40 હજાર માનસિક ત્રાસ બદલ અને કેસના ખર્ચના 5 હજાર પણ પરત આપવામા આવ્યા હતા.

image source

સાથે જ આયોગ દ્વારા કહેવામા આવ્યું કે બેંકે એવો કોઈ પુરાવો નથી આપ્યો કે જેમાં મહિલાનું કાર્ડ ચોરી થયું હોય એવું સાબિતી થાય. પણ આ મહિલાએ કાર્ડ હેક થયું હોવાનો દાવો કર્યો હતો. કારણ કે આયોગ એવું માની રહી છે કે હેકિંગની સંભાવના નકારી ન જોઈએ અને કડક પગલા લેવા જોઈએ. જેથી આ નવો નિયમ અમવમાં મુકવામાં આવ્યો છે.

image source

જો આ અધિનિયમની રચના કેમ કરવામાં આવી એના વિશે વધારે વાત કરીએ તો ગ્રાહક અદાલતોમાં પેન્ડિંગ રહેલા ઘણા બધા કેસો પણ જવાબદાર છે. નવા કાયદામાં ગ્રાહકોની ફરિયાદનો ઝડપથી નિકાલ કરવાની પણ જોગવાઈ છે કે જે ગ્રાહકોને લાભ અપાવશે. 24 ડિસેમ્બર 1986ના દેશમાં પ્રથમ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ 1986 પાસ કરવામા આવ્યું હતું. જેને વર્ષ 1993, 2002 અને 2019માં બદલી વધુ અસરકારક બનાવવામાં આવ્યું. ત્યારે હવે આ નવા કાયદાને લઈ લોકોમાં રાજીપો અને પેન્ડિંગ કેસ પણ સોલ્વ થાય એવી સૌ કોઈને આશા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત