એમેઝોન સાથે રૂપાણી સરકારે કર્યો મોટો કરાર, હવે ગુજરાતના વેપારીઓની પ્રોડક્ટ વિશ્વના ખુણે ખુણે પહોંચશે

ગુજરાત સરકારે મંગળવારે રાજ્યના એમએસએમઈ એકમોમાંથી ઈ-કોમર્સ નિકાસ વધારવામાં મદદ માટે ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોન સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર પર માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ કમિશનર રણજીત કુમાર અને એમેઝોનના ગ્લોબલ સેલિંગ હેડ અભિજીત કામરાને હસ્તાક્ષર કર્યા હતા. તો બીજી તરફ એમેઝોનના 17 ફોરેન ડીજીટલ માર્કેટપ્લેસના ગ્રાહકોને સીધું કરી શકે.

image source

આ અંગે રૂપાણી સરકારે લીધેલા આ મહત્વના પગલાને કારણે મેડ ઈન ગુજરાત પ્રોડક્ટ્સ આતંરરાષ્ટ્રિય બજારોમાં અને ઉપભોક્તા સુધી સરળતાથી પહોચશે. આ અંગે કહેવામાં આવ્યું છે કે, સ્થાનિક વેપારને વેગ મળશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે એમેઝોન ખાસ કરીને ટેક્ષ્ટાઈલ, જેમ એન્ડ જવેલરી, હસ્તકલા કારીગરીની ચીજ વસ્તુઓ ઉપરાંત હેલ્થ કેર પ્રોડક્ટ અંતર્ગત હર્બલ પ્રોડક્ટ ઓર્ગેનિક પ્રોડક્ટ માટે ગુજરાતના એમ.એસ.એમ.ઇ ને દુનિયાના દેશોના કસ્ટમર સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે.

image source

તો બીજી તરફ દેશભરના વેપારીઓના સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ મંગળવારે ઇ-કોમર્સ કંપની એમેઝોન સાથે સમજૂતી કરાર (એમઓયુ) કરવા માટે ગુજરાત સરકારની ટીકા કરી હતા. CAIT એ આરોપ લગાવ્યો કે અમેરિકન ઈ-કોમર્સ કંપની સ્પર્ધા વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. CAIT એ એક નિવેદનમાં કહ્યું, ગુજરાતના વેપારીઓ ઉપરાંત દેશના વેપારીઓ પણ ગુજરાત સરકાર દ્વારા કાયદા તોડતી કંપની સાથે હાથ મિલાવીને છેતરાયાની લાગણી અનુભવે છે. CAT આવા એમઓયુનો વિરોધ કરશે.

ઘણી સરકારી એજન્સીઓ એમેઝોન સામે તપાસ કરી રહી છે

image source

વેપારી સંગઠને જણાવ્યું હતું કે, એક તરફ, ભારતની સ્પર્ધા આયોગ (CCI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) જેવી કેન્દ્રીય એજન્સીઓ એમેઝોન સામે સ્પર્ધાત્મક વિરોધી વ્યવહારો અને ઈ-કોમર્સ નિયમોના ઉલ્લંઘન માટે તપાસ કરી રહી છે. બીજી તરફ ગુજરાત સરકાર તેમની સાથે હાથ મિલાવી રહી છે. CAIT એ કહ્યું કે તે આ મુદ્દો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ સમક્ષ ઉઠાવશે.

એમેઝોન ગુજરાત સરકાર સાથે કરાર

image source

એમેઝોન ઇન્ડિયાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ સાથે કરાર કર્યો છે, જેના હેઠળ તે રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને એમેઝોન ગ્લોબલ સેલિંગ પર તાલીમ આપશે. આ સાથે, આ ઉદ્યોગપતિઓ 200 થી વધુ દેશો અને પ્રદેશોમાં લાખો એમેઝોન ગ્રાહકોને તેમના ઉત્પાદનો વેચી શકશે. એમેઝોન ગ્લોબલ સેલિંગ કંપનીઓને તેના ઈ-કોમર્સ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને વૈશ્વિક સ્તરે તેમની બ્રાન્ડ રજૂ કરવામાં મદદ કરે છે.

ગુજરાતની નિકાસને 17 વિદેશી બજારો સાથે જોડવાનું વચન

એમેઝોન અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ અને રાજકોટ જેવા શહેરોના નાના અને મધ્યમ નિકાસકારો માટે તાલીમ, વેબિનાર અને ઓનબોર્ડિંગ વર્કશોપનું આયોજન કરશે. એમેઝોને કહ્યું કે આ પહેલ દ્વારા, ગુજરાતની નિકાસ તેના 17 વિદેશી બજારો દ્વારા વિશ્વભરમાં 300 મિલિયનથી વધુ ગ્રાહકો સુધી પહોંચશે.

એમેઝોનને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે

image source

એમેઝોનની તપાસ અનેક ભારતીય એજન્સીઓ કરી રહી છે. ગયા મહિને એમેઝોન અને ફ્લિપકાર્ટને સુપ્રીમ કોર્ટ તરફથી આંચકો મળ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફ્લિપકાર્ટ અને એમેઝોન સામે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) દ્વારા કરવામાં આવેલી તપાસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે આ કંપનીઓને તપાસમાં જોડાવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.