Site icon News Gujarat

કોરોનાને કારણે 30 સપ્ટેમ્બર સુધી બંધ થઈ રહ્યા છે સ્કૂલ કોલેજ? જાણો હકીકત

દેશ કોરોનાની બીજી લહેરથી ઉભો થઇ રહ્યો છે પણ ફરી એકવાર સંક્રમણની બાબતમાં વધારો જોવા મળી રહી છે એવામાં લોકોનું ટેંશન વધવા લાગ્યું, એ આ વાતને લઈને ચિંતિત દેખાઈ રહ્યા છે કે કોવિડના વધતા કેસ ક્યાંક ત્રીજી લહેરના સંકેત તો નથી ને?

image source

લાંબા સમય પછી સ્કૂલ અને કોલેજ ખુલ્યા છે. જન જીવન ધીમે ધીમે પાટા પર આવી રહ્યું છે. એવામાં સોશિયલ મીડિયા પર થોડા સમય પહેલાનો સ્ક્રીનશોટ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની ત્રીજી લહેરના કારણે 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલ કોલેજ બંધ કરવામાં આવી રહ્યા છે. પીઆઈબી ફેક્ટ ચેક ટીમેં આ દાવાની તપાસ કરીને હકીકત જણાવી છે.

image source

વાયરલ સ્ક્રીનશોટ કોઈ ટીવી ચેનલનો છે. જેમાં લખ્યું છે કે સ્કૂલ ખુલતા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત. એ સિવાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમીત શાહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની કોઈ બેઠકનો ફોટો દેખાઈ રહ્યો છે. બ્રેકીંગ ન્યૂઝ જણાવીને આગળ લખ્યું છે કે બધી સ્કૂલ 30 સપ્ટેમ્બર સુધી બંધ.પછી નીચે લખ્યું છે કે ત્રીજી લહેરે મચાવ્યો કહેર. એકસાથે 50000 બાળકો થયા કોરોના સંક્રમિત, સ્કૂલ કોલેજ બંધ.

શુ છે હકીકત.

પીઆઈબીએ એની તપાસ કરીને આ દાવાને અફવા જણાવ્યો છે. પીઆઈબી અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા એવો કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. સ્કૂલ કોલેજ ખોલવા તેમજ બંધ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે. સાથે જ પીઆઈબીએ કહ્યું છે કે આવી અફવાઓ વાળા મેસેજ તેમજ ફોટાને શેર ન કરો.

દેશમાં કોવિડના કેસ અને વેકસીનેશન.

image source

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૮,૫૯૧ નવા કેસો નોંધવામાં આવ્યા છ. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩,૩૨,૩૬,૯૨૧ થઇ ગઇ છે. નેશનલ રિકવરી રેટ ૯૭.૫૧ ટકા થઇ ગયો છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે

image source

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૩૮ લોકોના મોત થયા છે. જે પૈકી ૧૮૧ મોત કેરળમાં અને ૩૫ મોત મહારાષ્ટ્રમાં થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ ૪,૪૨,૬૫૫ લોકોનાં મોત થયા છે. જે પૈકી સૌથી વધુ ૧,૩૮,૦૯૬ મોત મહારાષ્ટ્રમાં થયા છે.

આ સાથે કોરોના વેક્સિનના અપાયેલા ડોઝની સંખ્યા ૭૪ કરોડને પાર થઇ ગઇ છે. છ રાજ્યો સિક્કિમ, દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશ, ગોવા, લદ્દાખ અને લક્ષદ્દીપમાં તમામ પુખ્ત વયના લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે.

Exit mobile version