કોન બનેગા કરોડપતિ સિઝન 13ની પહેલી કરોડપતિ બનેલી દિવ્યાંગ હિમાની બૂંદેલાનું અન્ય એક સપનું શનિવારે સાકાર થઈ ગયું છે. શનિવારે અચાનક આગ્રામાં એમના ઘરે દેશના જાણીતા સિંગર જુબિન નોટિયાલ પહોંચી ગયા હતા. હિમાનીએ કેબીસી સિઝન 13માં અમિતાભ બચ્ચન સામે જણાવ્યું હતું કે એ જુબિન નોટિયાલની બહુ મોટી ફેન છે એટલું જ નહીં બિગ બીએ શો દરમિયાન હિમાનીની જુબિન સાથે વાત પણ કરાવી હતી. એ સમયે જુબીને એ પણ કહ્યું હતું કે એ હિમાનીને જરૂર મળવા માંગશે. હિમાની જુબિન સાથે વાત કરીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને એમને બિગ બીને એ માટે આભાર પણ વ્યક્ત કર્યો હતો.
હિમાનીની માસૂમિયતથી પ્રભાવિત થઈને જુબીને એમને સરપ્રાઈઝ આપવાનો નિર્ણય કર્યો. હિમાનીની બહેનની મદદથી સરપ્રાઈઝની યોજના બનાવવામાં આવી અને જુબિનની ટીમે આગળ વધીને બધી વ્યવસ્થા કરી. જુબીને કહ્યું કે જ્યારે હિમાનીએ મને શો પછી એક વોઇસ નોટ મોકલી તો એ ખરેખરમાં દિલને સ્પર્શી ગઈ હતી અને મને ખબર હતી કે મારે એને મળવું છે
જુબીને આગળ કહ્યું કે જ્યારે હું હિમાનીને રૂબરૂ મળ્યો તો વાઈબ્સમાં ખૂબ જ મીઠાશ હતી. આ અસ્પષ્ટ ખુશી છે જે મને ત્યારે મહેસુસ થાય છે જ્યારે મને એમના જેવા ફેન્સને મળવા અને વાતચીત કરવાનો મોકો મળે છે. એ આપણા દેશનું ભવિષ્ય છે અને મને ભારતના બધા ભાગમાંથી આવા શાનદાર ટેલેન્ટને જોઈને ખૂબ જ ખુશી થાય છે. એમનો સ્નેહ અને પ્રેમ જ છે જે મને વધુ કામ કરવા અને પ્રેમ ફેલાવવાનો ઉદ્દેશ્ય આપે છે.
જુબિન હિમાનીના ઘરે એક પત્રકાર બનીને પહોંચ્યા હતા. જ્યારે હિમાનીએ જુબિનની મળવાની પોતાની ઈચ્છા વિશે વાત કરી અને એમને મનગમતા ગીતોમાંથી એક ખુશી જબ ભી તેરી ગાયું તો એ સાંભળીએ એ હેરાન રહી ગઈ. એ ગીતની વચ્ચે ઇન્ટરવ્યૂમાં રોકાઈ ગઈ અને એમને મહેસુસ થયું કે જુબિન એકદમ એમની બાજુમાં બેઠા છે. એ પછી જે થયું એ ખૂબ જ ઇમોશનલ પળ હતા જયરીમને ખુશી જબ ભી તેરી ગાયું અને એ બસ વિશ્વાસ ન કરી શકી.
ગાયક જુબિન નોટિયાલને મળ્યા પછી હિમાની બૂંદેલાએ કહ્યું કે એમનું સપનું પૂરું થઈ ગયું. એ ખૂબ જ ખુશ છે અને એમની આ સફળતા માટે માતા પિતાને શ્રેયા આપે છે