આલે લે! હવે કોન્ડોમના ઉપયોગ અંગે પણ આવી ગયો નિયમ, ભૂલ કરી તો જેલના સળિયા ગણવા પડશે

આમ તો કોઈપણ વ્યક્તિ કોઈના અંગત જીવનમાં દખલ ન દઈ શકે, પરંતુ અમેરિકાના કેલિફોર્નિયામાં યુગલોની અંગત પળો (Sexual Relationship)મા કાયદો ચોક્કસપણે દખલ કરશે. હકીકતમાં, કેલિફોર્નિયામાં, સરકારે નક્કી કર્યું છે કે રોમેન્ટિક સંબંધોમાં જો પાર્ટનરની પરવાનગી મુજબ કોન્ડોમનો ઉપયોગ કરવામાં ન આવે તો તે ગેરકાયદેસર ગણાશે.

image source

વિશ્વમાં પ્રથમ વખત કોઈ પણ રાજ્ય કે દેશે આવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમ પર વાટાઘાટો લાંબા સમયથી કેલિફોર્નિયામાં ચાલી રહી હતી, પરંતુ હવે તેનો અમલ થઈ ગયો છે. આ વિચિત્ર નિયમ મુજબ, જો દંપતીના અંગત પળો દરમિયાન જો પાર્ટનરની પરવાનગી લીધા વિના કોન્ડોમ કાઢી નાખે છે, તો તેની સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે. ટૂંક સમયમાં આ તેના સંબંધિત ડ્રાફ્ટ કેલિફોર્નિયામાં પસાર થવા જઈ રહ્યો છે.

થોડા સમય પહેલા, કોલંબિયા જર્નલ ઓફ જેન્ડર એન્ડ લો પર લખેલા લેખમાં નિષ્ણાતોએ તેનાથી શું શું નુકસાન થઈ શકે છે તેની વિસ્તૃત માહિતી આપી હતી. હમણાં માટે, આ નિયમ ફરી એકવાર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવ્યું છે કે કેલિફોર્નિયા માત્ર અમેરિકાનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું પહેલુ રાજ્ય બની જશે જે આવો નિયમ લાગુ કરશે.

આવો નિયમ વિશ્વમાં પ્રથમ વખત બનાવવામાં આવ્યો

image source

અમેરિકન અખબાર ઈન્ડિપેન્ડન્ટના અહેવાલ મુજબ, કેલિફોર્નિયા આ પ્રકારનો કાયદો બનાવનાર અમેરિકાનું પ્રથમ રાજ્ય બનશે. જોકે વિશ્વમાં આ અગાઉ ક્યારેય, ક્યાંય પણ આવો કાયદો સામે આવ્યો નથી. આ બિલ કેલિફોર્નિયા એસેમ્બલીમાં પહેલેથી જ રજૂ કરવામાં આવ્યું હતું, જોકે તે સમયે તેના સંમતી બની ન હતી. હવે આ ડ્રાફ્ટ પસાર કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યા છે. કાયદા મુજબ, આવા કિસ્સાઓમાં, પીડિતા પ્રથમ પગલું ભરી શકશે અને આરોપી સામે ભાવનાત્મક અને શારીરિક નુકસાન માટે કેસ દાખલ કરી શકે છે.

વિચિત્ર કાયદો બનાવવાની જરૂર કેમ પડી?

image source

આ બિલ અંગે નિષ્ણાતો માને છે કે પાર્ટનરને જાણ કર્યા વગર અથવા ચોરી કરીને કોન્ડોમ કાઢવાના ઘણા ગેરફાયદા છે. તે સંબંધમાં છેતરપિંડી પણ છે અને પીડિતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી. આ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગો, ગર્ભાવસ્થા અને ભાવનાત્મક આઘાત જેવી સમસ્યાઓ તરફ દોરી શકે છે. હાલમાં, કેલિફોર્નિયામાં બનેલો આ કાયદો માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી રહ્યો છે. દરેક વ્યક્તિ આ અંગે વાત કરી રહ્યો છે અને પોતાનો અભિપ્રાય આપી રહ્યો છે.