સફેદ મુસળી બનશે તમારા સ્વાસ્થ્ય માટે વરદાન, પહેલાથી નહીં જાણતા હોવ આ ફાયદા

આપણા આયુર્વેદ શાસ્ત્રમા એવી અનેક પ્રકારની દવાઓનો સમાવેશ થાય છે કે, જે આપણને આસપાસ સરળતાથી મળી રહે પરંતુ, આપણી પાસે તેના વિશે યોગ્ય માહિતી ના હોવાના કારણે તેનો લાભ લઇ શકતા નથી. શરીરને શક્તિ આપવા સાથે-સાથે આયુર્વેદિક દવાઓ અનેક બીમારીઓને દૂર કરવા માટે રામબાણ ઈલાજ સાબિત થાય છે તો ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

image source

તમે મૂસળીનુ નામ તો સાંભળ્યુ જ હશે, તેને આપણે અશ્વગંધા તરીકે પણ ઓળખીએ છીએ. આપણે તેનો ઉપયોગ શક્તિની અનેક પ્રકારની અનેક આયુર્વેદિક દવાઓમા કરીએ છીએ. એવું કહેવામા આવે છે કે, તે કોઈ ચમત્કારિક દવાથી ઓછી નથી. તે ફક્ત આપણી શારીરિક ઉર્જા જ નથી વધારતી પરંતુ, તે અનેક પ્રકારની નાની અને મોટી બીમારીઓનો ઈલાજ પણ છે.

image source

સફેદ મૂસળીનું સેવન કરવાથી તમારી શારીરિક શિથિલતા દૂર કરે છે અને તમારી શારીરિક ઉર્જામાં વધારો પણ થાય છે. આ જ કારણ છે કે, સફેદ મૂસળીનો ઉપયોગ અનેક પ્રકારની આયુર્વેદિક દવાઓની તૈયારીમા કરવામા આવે છે. નબળાઇ, આળસ અને તણાવ જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ સફેદ મૂસળી લાભદાયક ગણાય છે.

image source

વૃદ્ધાવસ્થા જેમ આવે તેમ પુરુષોના શરીરમાં હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ ઘટવાનું પણ શરૂ થાય છે. આવી સ્થિતિમાં સફેદ મૂસળીનું સેવન તમારા માટે ખુબ જ હિતાવહ છે. તે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. સમાચારના એક અહેવાલ મુજબ સંશોધનમાં એવું કહેવામાં આવ્યું છે કે, સફેદ મૂસળી ખાવાથી પુરુષોમાં શુક્રાણુનું પ્રમાણ વધે છે. આ માટે ગરમ દૂધમાં મધ સાથે સફેદ મૂસળી મિક્સ કરીને પીવાની સલાહ આપવામાં આવે છે.

image source

સફેદ મૂસળી એ પુરુષો તેમજ સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તે મહિલાઓમાં વૃદ્ધત્વની અસરને ઘટાડે છે અને તમારી સુંદરતા પણ વધારે છે ફક્ત એટલું જ નહી, સફેદ લ્યુકોરોહિયા સહિત અન્ય પ્રકારના સ્ત્રીરોગવિષયક રોગોમાં પણ તેનું સેવન કરવુ ફાયદાકારક છે. જો કે, નિષ્ણાતની સલાહ વગર તેનુ સેવન કરવુ તમારા માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

image source

ઘણા લોકોને પેશાબમા બળતરા થવાની સમસ્યા પણ રહેતી હોય છે. આવી સ્થિતિમા જો સફેદ મૂસળીના મૂળને પીસીને તેને એલચી સાથે દૂધમાં ઉકાળીને પીવામાં આવે તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. નિષ્ણાતો તેને દિવસમાં બે વાર લેવાની ભલામણ કરે છે. આમ, કરવાથી આ સમસ્યામાં તમને ઘણી રાહત મળે છે.