Site icon News Gujarat

જો કોઈ છોકરીને આંખ મારી કે ફ્લાઈંગ કિસ કરી તો પણ થઈ જશો જેલભેગા, આ કિસ્સો આખા ભારતમાં ચર્ચાયો

મુંબઇની વિશેષ પોક્સો કોર્ટે 14 વર્ષીય યુવતીની છેડતી કરનાર એક આરોપીને આંખ મારવાના અને ફ્લાઈંગ કિસ કરવાના કારણે જાતીય સતામણી તરીકે એક વર્ષની સજા ફટકારી છે. 7 એપ્રિલે વિશેષ ન્યાયાધીશ ભારતી કાલે 20 વર્ષીય યુવકને આઈપીસીની કલમ 354 (જાતીય સતામણી) અને પોક્સો અધિનિયમ હેઠળ દોષી ઠેરવ્યો હતો અને દસ હજાર રૂપિયાનો દંડ પણ કર્યો હતો. ઓર્ડરની વિગતવાર નકલ શનિવારે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

image source

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે સાક્ષીઓની સુનાવણી કર્યા પછી એવું કોઈ કારણ મળ્યું નથી કે આરોપીને ખોટા કેસમાં ફસાવી દેવાયો. આ બનાવ પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હોવાના પુરાવા છે અને રેકોર્ડ એ સાબિત કર્યું છે કે આરોપીની આંખ મારવી અને ફ્લાઈગ કિસ એ જાતીય ચેષ્ટા છે, જેના કારણે પીડિતાને પજવણી કરવામાં આવે છે. પીડિતાના નિવેદન ઉપરાંત કોર્ટે તેની માતા અને તપાસ અધિકારીનું નિવેદન પણ નોંધ્યું હતું.

image source

આ કેસ ગત વર્ષે 29 ફેબ્રુઆરીએ નોંધવામાં આવ્યો હતો. યુવતીની માતાની ફરિયાદના આધારે એલટી માર્ગ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. 14 વર્ષની પીડિતાએ કોર્ટને જણાવ્યું હતું કે તે ઘટનાના દિવસે તેની બહેન સાથે ઘરની બહાર ઉભી હતી

image source

આ સમય દરમિયાન તેના પડોશમાં રહેતા આરોપીએ તેને આંખ મારી અને ફ્લાઈંગ કિસ તરફ ઇશારો કર્યો. આ પ્રકારની કાર્યવાહી તેણે અગાઉ પણ કરી હતી. આ પછી યુવતીની માતાએ પોલીસમાં ફરિયાદ કરી. તે જ સમયે, આરોપીએ જણાવ્યું હતું કે બીજા સમુદાયમાંથી હોવાના કારણે તેને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. તેના અને બાળકના પિતરાઇ ભાઇ વચ્ચે સટ્ટો ચાલ્યો ગયો હતો અને આ કારણે તેણે આવું કર્યું હતું. આરોપી ગયા વર્ષે માર્ચથી જેલમાં હતો. ત્યારે હવે કોર્ટે સજા ફટકારી છે અને આંખ મારવી તેમજ ફ્લાઈંગ કિસને પણ ગુના તરીકે નોંધવામાં આવ્યો છે.

image source

આ પહેલાં પણ એક ખતરનાક છેડતીનો એક કિસ્સો સામે આવ્યો હતો કે છત્તીસગઢ઼ના કોરબામાં છેડતી અને અશ્લીલ વ્યવહાર કરનારા એક આરોપીએ મહિલા પર દાંતરડા વડે હુમલો કરી દીધો હતો. આરોપીએ મહિલાને રસ્તા પર દોડાવી દોડાવીને તેના પર દાંતરડા વડે ઘણાં હુમલા કર્યા હતાં. લોકોએ આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો હતો. મહિલાને ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આરોપી થોડા દિવસ પહેલા જ જામીન પર છૂટ્યો હતો. તેણે મહિલાનો આપત્તિજનક વીડિયો બનાવીને તેને વાયરલ પણ કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version