પરફ્યુમ લગાવતા સમયે રાખો આ સાવચેતી નહીતર ભોગવવા પડી શકે છે ખરાબ પરિણામ

મોટાભાગના લોકો પરફ્યુમ લગાવવાનુ ખુબ જ પસંદ કરતા હોય છે તો અમુક લોકો ફક્ત શરીરની દુર્ગંધને દૂર ભગાડવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે પરંતુ, શું તમને ખ્યાલ છે કે, આપણામાંના મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરતી વખતે અમુક પ્રકારની ભૂલો કરે છે, જે આપણને દેખાવમા એકદમ સામાન્ય લાગતી હોય પરંતુ, તે આગળ જતા આપણા માટે જીવલેણ બની શકે છે.

image source

મોટાભાગના લોકો અમુક ચોક્કસ બ્રાન્ડ અથવા ચોક્કસ સુગંધના જ પરફ્યુમનો ઉપયોગ કરતા હોય છે. તેનાથી તમારી પરસેવાની દુર્ગંધ દૂર રહે છે અને તમે જેને મળો તેનો મૂડ પણ સારો રહે છે. અમુક લોકોને અત્તર લગાવ્યા બાદ ત્વચામાં બળતરા અને ફોલ્લીઓ જેવી સમસ્યા થતી હોય છે તે આ ભૂલોનુ જ કારણ છે તો ચાલો જાણીએ કઈ છે આ ભૂલો.

પરફ્યુમ હાથમાં ઘસવુ :

image source

તમે જોયું હશે કે, ઘણા લોકો પોતાના કાંડા પર પરફ્યુમ લગાવ્યા બાદ હાથને ઘસતા હોય છે પરંતુ, આવી ભૂલ ક્યારેય પણ ના કરો કારણકે, આમ કરવાથી પરફ્યુમ કેમીરલમાં બદલાઈ જાય છે જેથી, પરફ્યુમ ઝડપથી શરીરમાં ફેલાય છે અને સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને ત્વચામા બળતરાની સમસ્યા થાય છે.

સ્ટ્રોંગ સુગંધવાળા પરફ્યુમનો ઉપયોગ :

પરફ્યુમ ખરીદતા સમયે મોટાભાગના લોકો સ્ટ્રોંગ સુગંધવાળા પરફ્યુમ ખરીદવાનુ વધારે પડતુ પસંદ કરતા હોય છે. આ સુગંધના કારણે તમે સરદર્દની સમસ્યાથી પીડાઈ શકો છો. આ પરફ્યુમનો ઉપયોગ કરતી વખતે એ વાત નોંધી લેવી કે, તેના થોડા ટીપાં હવામાં પણ સ્પ્રે કરો.

કપડાં પર પરફ્યુમ લગાડો :

image source

ઘણા લોકો પોતાના શરીરને બદલે કપડા પર વધારે પડતો પરફ્યુમ લગાવે છે. શક્ય બને તો આવી ભૂલનુ વારંવાર પુનરાવર્તન ના કરવુ. આ પરફ્યુમ શક્ય બને તો શરીર પર જ લગાવવું જોઈએ. તે લાંબા સમય સુધી તમારા શરીરને સુગંધિત રાખે છે. આ ઉપરાંત જો તમે કપડા પર પરફ્યુમ લગાવો છો તો તેમાં દાગ પડી જાય છે અને શરીરના પરસેવા અને ગરમીને કારણે પરફ્યુમ લાંબુ ટકતું નથી.

બીજાની પસંદનુ પરફ્યુમ ક્યારેય ના ખરીદો :

image source

તમે બીજા કોઈની પસંદગીનું પરફ્યુમ ક્યારેય પણ ના ખરીદો. હંમેશા તમને ગમે તે જ પરફ્યુમ પસંદ કરો, તે તમારા શરીર માટે એકદમ યોગ્ય રહેશે. અત્તર ખરીદતી વખતે એ વાતની હમેંશા ખાતરી કરો કે તમને તેનાથી એલર્જી તો નથી ને. શક્ય બને તો હંમેશા સારી બ્રાન્ડ અને સારી ગુણવત્તાવાળા પરફ્યુમ જ ખરીદો અને પરફ્યુમ ખરીદતા પહેલા એકવાર સ્કિન ટેસ્ટ પણ કરાવો.