કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, લાખો લોકોને મળશે રોજગાર, જાણો સમગ્ર માહિતી

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે કાપડ ઉદ્યોગ માટે પરફોર્મન્સ લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) ને મંજૂરી આપી છે. બેંક અંગે લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ઉત્પાદનના આધારે કાપડ કંપનીઓને પ્રોત્સાહક રૂપે 10,683 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ સાથે ભારતીય કંપનીઓ વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધશે. આમાં, ટાયર-3 અને ટાયર-4 શહેરોની નજીક આવેલી કંપનીઓને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. તેમણે કહ્યું કે, કાપડ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો ઉભી કરવા પર વધુ ભાર મુકવામાં આવશે.

image source

PLI ની મંજૂરીથી રોજગારીની તકો ઉભી થશે

image source

કેબિનેટના નિર્ણયો વિશે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કાપડ ક્ષેત્રને PLI ની મંજૂરી મળવાથી 7 લાખ લોકો માટે નોકરીની તકો ઉભી થશે અને નિકાસને પણ વેગ મળશે. કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે, કાપડ ઉદ્યોગ દેશમાં મહત્તમ રોજગારી પૂરી પાડે છે. આજે, આંતરરાષ્ટ્રીય વેપાર બજારનો બે તૃતિયાંશ ભાગ માનવસર્જિત કાપડ અને તકનીકી કાપડનો બનેલો છે. આવી સ્થિતિમાં કાપડ, વસ્ત્રો સહિત સમગ્ર ઇકોસિસ્ટમમાં ભારતનું યોગદાન વધારવા માટે ટેક્સટાઇલ PLI ને મંજૂરી આપવામાં આવી છે. ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના ઉદ્દેશ સાથે અત્યાર સુધીમાં 13 ક્ષેત્રો માટે PLI યોજના જાહેર કરવામાં આવી છે. કેબિનેટની મંજૂરી મળ્યા પછી, હવે કાપડ મંત્રાલય આ યોજના સંબંધિત માર્ગદર્શિકા જારી કરશે.

MMF ને 7000 કરોડ અને TT ને 4000 કરોડ

image source

કેબિનેટે મેનમેડ ફાઈબર (MMF) એપેરલ માટે 7,000 કરોડ રૂપિયા અને ટેક્નિકલ ટેક્સટાઈલ (TT) માટે 4,000 કરોડ રૂપિયાના PLI ને મંજૂરી આપી છે. જણાવી દઈએ કે ભારતના કાપડની નિકાસમાં માનવસર્જિત ફાઇબરનું યોગદાન માત્ર 20 ટકા છે. તે જ સમયે, કપાસનું યોગદાન હાલમાં 80 ટકા છે. વિશ્વના અન્ય દેશો આ મામલે ભારત કરતા ઘણા આગળ છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓડિશાને કેન્દ્રીય કેબિનેટની ટેક્સટાઇલ PLI ની મંજૂરીથી સીધો ફાયદો થશે.

તો બીજી તરફ કેન્દ્ર સરકારે માર્કેટિંગ સીઝન 2022-23 માટે રવિ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP) નક્કી કર્યા છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંજૂરી મળ્યા બાદ પાક માટે નવા દરો જાહેર કરવામાં આવ્યા હતા. આ મુજબ, ઘઉંના MSP માં 40 રૂપિયા, ચણાના MSP માં 130 અને સરસવના MSP માં 400 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે રવિ પાકના એમએસપીમાં વધારાની જાહેરાત એવા સમયે કરી છે જ્યારે દેશના ખેડૂતો છેલ્લા ઘણા મહિનાઓથી ત્રણ નવા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહ્યા છે.

image source

રવિ પાક માટે માર્કેટિંગ સીઝન (2022-23) માટે એમએસપી આ મુજબ છે: ઘઉંની એમએસપી રૂ. 2015, ચણા એમએસપી રૂ .5230, જવ એમએસપી રૂ .1635, મસૂર દાળ એમએસપી રૂ. 5500, સૂર્યમુખી એમએસપી રૂ. 5441, સરસવ એમએસપી 5050 રૂ. ગયા વર્ષની સરખામણીએ કયા પાકના MSP માં કેટલો વધારો થયો? ઘઉંની MSP રૂ.40 વધી, ચણાની MSP 130 રૂપિયા વધી, જવની MSP રૂ.35 વધી, મસૂર દાળની MSP રૂ. 400 વધી, સૂર્યમુખીની MSP રૂ. 114 વધી, સરસવ 400 ની MSP વધી.