લોકોને મોજ પડી જાય એવા સમાચાર, 1 થી 5 માર્ચ સુધી સસ્તા ભાવે સોનું ખરીદી શકાશે, એક તોલું આટલામાં જ પડશે

હાલમાં સોનોના ભાવમાં થયેલો વધારો સાંભળીને લોકો તોબા પોકારી ગયા હતા. ત્યારે હવે સોનું ખરીદનારા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે અને સરકારે એક સ્કીમ બહાર પાડી છે. તો આવો વિગતે વાત કરીએ કે આખરે આ સ્કીમ શું છે અને કઈ રીતે તેમા રોકાણ કરવાનું હોય છે. વાત કંઈક એમ છે કે કેન્દ્ર સરકારે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની શરૂઆત કરી છે. આ યોજનાની શરૂઆત નવેમ્બર 2015માં થઈ હતી. આ સ્કીમનો હેતું ફિઝિકલ સોનાની માંગમાં ઘટાડો લાવીને લોકોને જ્વેલરીના બદલે બોન્ડ ખરીદતા કરવાનું છે.

image source

આ સ્કીમ વિશે પહેલાં જાણી લઈએ તો નવેમ્બર 2015માં આ સ્કીમની શરૂઆત થઈ હતી. તેનાથી ફિઝિકલ ગોલ્ડની માગમાં ઘટાડો લાવવા અને સોનાની ખરીદીમાં ઉપયોગમાં લેવાતી ઘેરલુ બચતનો ઉપયોગ નાણાકિય બચતમાં કરવાનો છે. સોવરિંગ ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરતો વ્યક્તિ એક ફાઈનાન્શિયલ વર્શમાં મહત્તમ 500 ગ્રામ સોનાના બોન્ડ ખરીદી શકે છે. રોકાણ ન્યૂનતમ 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સુધી રોકાણ કરી શકે છે.

image source

હિન્દુ અવિભાજિત પરિવાર (HUF) માટે 4 કિલો અને ટ્રેસ્ટ વગેરે માટે 1 વેપારી વર્ષમાં વધુમાં વધુ 20 કિલો સુધી રોકાણની મંજૂરી છે. સોવરન ગોલ્ડ બોન્ડ સ્કીમ અંતર્ગત ગોલ્ડ ખરીદવા માટે KYC ડોક્યુમેન્ટ જેવા કે વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ અથવા પૈન કાર્ડ જરૂરી છે.

image source

સતત વધારો થયા બાદ હાલમાં પરિસ્થિતિ એવી આવી છે કે સોનાના ભાવમાં થોડો ઘટાડો થઈ રહ્યો છે ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ એમાં સહકાર આપીને ગ્રાહકોને સોનું ખરીદવા માટે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ત્યારે આ સ્કીમનું પુનરાવર્તન કરીને સરકાર ફરી એક વાર સોવરન ગોલ્ડ બોન્ડ 2020-21 સ્કીમ 1-5 માર્ચ સુધી લોન્ચ કરવામાં આવી છે. અને આ વખતે પણ રોકાણ કરનારાને બખ્ખા જ છે. આ વખતેની કિંમત વિશે જો વાત કરીએ તો સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક ગ્રામ ગોલ્ડની કિંમત રૂ. 4,662 રાખવામાં આવી છે. જ્યારે 10 ગ્રામ સોનાની કિંમત રૂ. 46,620 છે. હાલમાં એ રીતે સોનામાં રોકાણ કરવાની વાત કરવામાં આવે તો આ ખરેખર સ્વર્ણિમ મોકો છે. છેલ્લાં 6 મહિનામાં સોનાની કિંમતમાં 17-18 ટકાનો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટની સરખામણીએ સોનાની કિંમતમાં 10,500 સુધીનો ઘટાડો આવ્યો છે. 2020માં સોનાએ સરેરાશ 25% વળતર આપ્યું છે.

image source

જો વિગતે વાત કરવામાં આવે તો બોન્ડની કિંમત ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલી 999 શુદ્ધ ગોલ્ડના એવરેજ ક્લોઝિંગ ભાવના આધારે નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગોલ્ડ બોન્ડ 8 વર્ષ માટે પબ્લિશ કરવામાં આવે છે અને 5 વર્ષ પછી તેમાંથી બહાર નીકળવાનો ઓપ્શન હોય છે. અરજી ઓછામાં ઓછા 1 ગ્રામ અને તેના મલ્ટીપલ માટે જાહેર થાય છે. આ સાથે જ જો ફાયદાની વાત કરવામાં આવે તો અહીં સોનાની ખરીદી પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

image source

જો આપણે નાણાં મંત્રાલયના નિવેદન પ્રમાણે વાત કરીએ તો એમાં કહેવામાં આવ્યું છે કે, સરકારે ભારતીય રિઝર્વ બેન્કની સલાહ લઈને ઓનલાઈન ખરીદી કરનારને ગ્રામ દીઠ રૂ. 50નું ડિસ્કાઉન્ટ પણ આપવાનું નક્કી કર્યું છે. માટે હવે જો કિંમત વિશે વાત કરીએ તો આ ડિસ્કાઉન્ટ પછી રોકાણકારો માટે એક ગ્રામ સોનાના બોન્ડની કિંમત રૂ. 4,612 રાખવામાં આવી છે. આ રીતે જો એક તોલાની વાત કરીએ તો 10 ગ્રામ સોનું ઓનલાઈન લેવાથી તેની કિંમત રૂ. 46,120 થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!