જો મુસાફરી કરતી વખતે આ વસ્તુઓ દેખાય તો તમારા માટે છે શુભ સંકેત, ધન લાભની સાથે થશે આ ફાયદાઓ પણ

ફરવા જવું હોય કે પછી કોઈ મહત્વના કામથી બહાર જવું હોય, તો દરેક વ્યક્તિ પહેલા ભગવાનને પ્રાર્થના કરે છે કે એની મુસાફરી મંગલમય અને સફળ રહે. આ જ કારણ છે કે લોકો ઘરેથી નીકળતા સમયે શુભ અને અશુભ વાતોનું ખૂબ જ ધ્યાન રાખે છે. મુસાફરી પર જતી વખતે મળતા સંકેતો અનુસાર લોકો શુભ અને અશુભનો વિચાર કરે છે. આવી જ કેટલીક વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે કે જો મુસાફરી પર જતાં પહેલાં આ વસ્તુઓ તમારા જોવામાં આવે તો તમારી મુસાફરી સફળ તેમજ શુભ રહેશે એનો સંકેત આપે છે. તો ચાલો જાણી લઈએ આ વિશે વિગતવાર.

प्रतीकात्मक तस्वीर
image source

ગાય, ઘોડા, હાથી વગેરે જેવા પશુ દેખાય તો સમજી લેવું કે આ મુસાફરી માટેના શુભ સંકેત છે. એ જ રીતે મુસાફરી પર નીકળતી વખતે દેવ પ્રતિમા, અગ્નિની જ્વાળા, સોના, ચાંદી અને રતન વગેરે વસ્તુઓ જોવામાં આવે તો તમારી મુસાફરી મંગળકારી અને શુભ રહે છે.

प्रतीकात्मक तस्वीर
image source

જો મુસાફરી પર નીકળતી વખતે તમને દુર્વા, તાજું છાણ, ઔષધીય, મગ, ફળ, ઘી, દહીં, દૂધ, ચોખા દેખાઇ જાય તો મુસાફરીમાં આવનારા બધા જ અવરોધો દૂર થઈ જાય છે અને તમારી મુસાફરી શુભ તેમજ સફળ રહે છે.

प्रतीकात्मक तस्वीर
image source

આ અવાજ સંભળાય તો બને છે શુભ સંકેત.

प्रतीकात्मक तस्वीर
image source

જો તમે કોઈ શુભ કે પછી જરુરી કામ માટે મુસાફરી માટે નીકળી રહ્યા છો અને એ સમયે તમને શંખ, બેન્ડ બાજા અને મેઘ ગર્જનાનો અવાજ સંભળાય તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. વ્યક્તિ જે કામ માટે મુસાફરી માટે જઈ રહ્યો છે એ કામ માટેના લક્ષયની પ્રાપ્તિ થાય છે. જો મુસાફરી પર જતી વખતે રાજ ચિહ્ન દેખાઈ જાય તો તમને સફળતા મળે છે.

प्रतीकात्मक तस्वीर
image source

મુસાફરી પર જતી વખતે રસ્તામાં મૃત વ્યક્તિની અંતિમ યાત્રા, ગાય પોતાના વાછરડા સાથર દેખાઈ જાય તો તમારી આ યાત્રા સર્વત્ર રૂપથી સફળ અને શુભ નીવડે છે. આ વસ્તુઓ દેખાય તો તમારા રસ્તામાં આવનારી બધી જ તકલીફ ખતમ થઈ જાય છે.

प्रतीकात्मक तस्वीर
image source

જો તમને મુસાફરી દરમિયાન મધ, શેરડી દેખાઈ જાય તો આવી મુસાફરી ખૂબ જ શુભ રહે છે. જો કોઈ ધન સંબંધી મુસાફરી હોય તો આર્થિક લાભની પણ શકયતા રહે છે. પરીક્ષા આપવા માટે જો મુસાફરી પર જઈ રહ્યા હોય તો પરીક્ષાનું પરિણામ તમારા પક્ષમાં રહેવાની શક્યતાઓ વધુ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!