અમેરિકન ઈલેક્ટ્રીક કાર નિર્માતા કંપની ટેસ્લા પહેલાની ઈમ્પોર્ટ અંગેની માંગને લઈને જાણો સરકારે શું આપ્યો જવાબ

ઉપર વાત કરી તેમ અમેરિકાની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર વાહન નિર્માતા કંપની ટેસ્લા એ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો પર લેવામાં આવતી સરકારી ઈમ્પોર્ટ duty માં છૂટ આપવાની માંગણી કરી છે. આ મામલાને લઇને કેન્દ્ર સરકારે ટેસ્લા ને જવાબ પણ આપ્યો છે. ભારતના હેવી ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રી એટલે કે ભારે ઉદ્યોગ મંત્રાલય દ્વારા અમેરિકન કાર નિર્માતા કંપની ટેસ્લા ને જણાવવામાં આવ્યું છે કે, તે પહેલા ભારતમાં પોતાના ઇલેક્ટ્રિક વાહનો નું નિર્માણ કાર્ય શરૂ કરે. ત્યારબાદ સરકાર તેને ઇલેક્ટ્રિક વાહનો પર લેવામાં આવતી import duty માં છૂટ આપવા બાબતે વિચાર કરી શકશે.

image source

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર કોઈપણ વાહન નિર્માતા ને એવી છૂટ નથી આપી રહી જેની માંગણી અમેરિકન ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા કરી રહી છે. ટેસ્લા ની ઈમ્પોર્ટ ડ્યુટી બાબતે તેની માગણી મુજબ છૂટછાટ આપવામાં આવે તો ભારતમાં અબજો ડોલરનું રોકાણ કરતી અન્ય મોટી કંપનીઓ પર તેની વિપરીત અસર પડી શકે છે.

મસ્ક એ જણાવ્યું હતું કે ભારતમાં લેવામાં આવતી વિશ્વના અન્ય મોટા દેશોમાં લેવામાં આવતી ડ્યુટી કરતા ઘણી વધારે છે

image source

જુલાઈ મહિનામાં અમેરિકન ઇલેક્ટ્રીક વાહન નિર્માતા કંપની ટેસ્લા ના ceo એલન મસ્ક એ ટ્વિટ કર્યું હતું કે, તેઓ ઇલેક્ટ્રિક વાહનો માટે અસ્થાયી ટેરીફ રાહતની આશા રાખી રહ્યા છે. એલન મસ્ક એ જણાવ્યું હતું કે ટેસ્લા ટૂંક સમયમાં જ ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માંગે છે પરંતુ ભારત સરકાર દ્વારા લેવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટી વિશ્વના અન્ય મોટા દેશોમાં લેવામાં આવતી ઈમ્પોર્ટ ડ્યુટી કરતા ઘણી વધારે છે.

10 ટકાના સોશ્યલ વેલ્ફેર સરચાર્જને પરત લેવાની માંગ

image source

આ સમયે completely બિલ્ટ યુનિટ એટલે કે cbu રૂપે આયાત કરવામાં આવતી કારો પર કારના એન્જીનના આકાર, કોસ્ટ, insurance અને ફ્રેટ એટલે કે સીઆઈએફ ના આધાર પર 60 થી 100 ટકા સુધી કસ્ટમ ડ્યુટી લાગે છે. અમેરિકન કાર નિર્માતા કંપની એ સરકારને અનુરોધ કર્યો છે કે custom duty વેલ્યુ થી ઇત્તર ઇલેક્ટ્રિક કાર પર શુલ્કને 40 ટકા સુધી માનકીકૃત કરી દેવામાં આવસ અને ઇલેક્ટ્રિક કારો પરનો 10% નો સોશિયલ વેલ્ફેર સરચાર્જ પાછો લઈ લેવામાં આવે.

image source

કેન્દ્રીય પરિવાર તથા રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, દેશમાં ઇલેક્ટ્રિક વાહનો નું સામૂહિક રીતે ચલણ વધવાના કારણે અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા પાસે ભારત મા પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ શરૂ કરવાની સોનેરી તક છે.