નીરજ ચોપરા દેખાયો ક્રેડની એડમાં, સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ આ એડ, જુઓ અહીં

અમુક સમય પહેલા જ પૂર્ણાહૂતિ પામેલા ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતનું પ્રતિનિધિત્વ કરતા યુવા જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ભારતનેએથ્લેટિક્સમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. દેશ તરફથી ટ્રેક એન્ડ ફિલ્ડની વ્યક્તિગત ઈવેન્ટમાં કોઈ પણ ગોલ્ડ મેડલ મેળવનાર નીરજ ચોપરા આ દેશના પહેલા એથ્લીટ છે. આ સાથે જ નીરજ ચોપરા આ દેશ માટે રાતોરાત એક હીરો બની ગયા અને આખા ભારતના જનમાનસ પર એક ઈમેજની જેમ છવાઈ ગયો.

image source

માત્ર 23 જ વર્ષના નીરજ ચોપરાના લુક્સ પણ એકદમ કુલ અને પ્રભાવી છે, અને આ લુક્સ ધરાવતા નીરજ ચોપરાને કંપનીઓ પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરવા માટે પડાપડી ન કરે તો જ નવાઈની વાત હતી. જો કે હવે નીરજ ચોપરાની પહેલી ટેલિવિઝન એડ પણ શૂટ થઈને માર્કેટમાં આવી ગઈ છે અને આવતાંની સાથે જ સોશિયલ મીડિયા પર તે વાઇરલ પણ થઈ ગઈ છે. આ એડમાં નીરજ ચોપરા એકદમ જ કુલ અને ડેશિંગ લાગી રહ્યો છે. તેની લુક્સ અને અભિનયની પણ પ્રશંસા થઈ, લોકો આ એડને લઈને વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

image source

ક્રેડિટ કાર્ડનાં બિલ ચૂકવવાની સગવડ આપતી કંપની ‘ક્રેડ’ (CRED)એ નીરજ ચોપરાને પોતાની એડમાં એક ચહેરાની જેમ છે. IPLમાં પોતાની બ્રાન્ડ પ્રમોટ કરવા માટે બનેલી આ એડમાં શરૂઆતમાં એક્ટર તેનો જૂનો મોડેલ અને એકટક જીમ સરભ દેખાય છે, જે પોતાની બ્રાન્ડની વાત કરીને તેને ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાની સાથે સાંકળતાં કહે છે કે, ‘આ ક્રેડની નવી (બિલ પૅની સામે ગોલ્ડ કોઇન્સ મળવાની) સ્કીમથી નીરજ ચોપરા વિશે જેમ બાકીના ભારતીયો ખૂબ જ એક્સાઇટેડ થઈ ગયેલા એમ જ હું પણ હવે ઘણો એક્સાઇટેડ થઈ ગયો છું.’

image soure

એ પછી નીરજ ચોપરાની સફળતા જોઇને હરખપદુડી થયેલી કોર્પોરેટ કંપનીઓ, મીડિયા, ફિલ્મી સેલિબ્રિટીઓ, સામાન્ય પબ્લિક વગેરેનાં યુફોરિક સીન્સ ક્રિએટ કરવામાં આવ્યા છે. જેમાં એક અલગ જ પ્રકારના વ્યૂ અને એંગલ બતાડવાની કોશિશ કરવામાં આવી છે, જો કે કોર્પોરેટ એડમાં આ પ્રકારના પ્રયોગ વિવિધતા અને નવીનપણું લાવવા માટે કરવામાં આવતા હોય છે.

પોતાની પહેલી જ એડમાં 5 કિરદાર નિભાવી ગોલ્ડન બોય ફરી ચર્ચામાં આવી ગયો

image soure

કંપનીઓનાં બોર્ડરૂમમાં નીરજ ચોપરાનાં એક્ઝામ્પલ્સ આપવામાં આવે છે, આ એડમાં નીરજ ચોપરા સાથે મેડલ જીત્યા પછી બનેલી ઘટનાઓને પણ એક ફની વેમાં રિક્રિએટ કરવામાં આવી છે. મીડિયાકર્મીઓનાં ટોળાં નીરજ ચોપરાની પાછળ પડીને તેને ફાલતુ સવાલો કરતા ફરે છે, ફિલ્મમેકરો એને કાસ્ટ કરીને મોટો સ્ટાર બનાવી દેવાની ઓફરો આપતા તેની પાછળ દોડતા રહે છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સવાળા તેને ઇન્વેસ્ટમેન્ટની ટિપ્સ આપતા તેની આગળ પાછળ પાગલ થઈને ફરે છે, અને સામાન્ય લોકો જેમને જેવલિન (ભાલો) કેટલાનો આવે એવી વાતોમાં રસ હોય એ લોકો હારતોરા લઇને કૂદવા માંડે… વગેરે જેવી અમુક અઠવાડિયાંઓમાં જોવા મળેલી સિચ્યુએશન્સને ફની બટ કટાક્ષપૂર્ણ રીતે લોકોની સમક્ષ પેશ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એંસી-નેવુંના દાયકાના સ્ટાર્સને ચમકાવતી CREDની અગાઉની તમામ એડ્સ વાઇરલ થઈ હતી. તેમાં અનિલ કપૂર, બપ્પી લાહિરી, કુમાર સાનુ, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, માધુરી દીક્ષિત, ગોવિંદા, ક્રિકેટરો વેંકટેશ પ્રસાદ, જવગલ શ્રીનાથ, રાહુલ દ્રવિડ વગેરે ચમકી ચૂક્યાં છે.

જો કે આ વખતે એક ફ્રેશ અને યુથ ચહેરા તરીકે તેમજ એડમાં નવી ફીલ લાવવા માટે નીરજ ચોપરાને તેના માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. નીરજ ચોપરા આજની જનરેશનને રિપ્રેઝેન્ટ કરે છે અને વળી તેની તાજેતરની સફળતાને લીધે ભારતની દરેક પેઢીમાં તેની સ્વીકાર્યતા પણ વધી ગયેલી હોય એવું એડ સ્ટ્રેટેજિસ્ટનું માનવું સ્વાભાવિક હોઈ શકે છે.

અહીં ખૂબ જ મહત્વની વાત તો જાણે એમ છે કે આ તમામ સિચ્યુએશનમાં મુખ્ય ભૂમિકા ખુદ ગોલ્ડન બોયે જ ભજવી છે! આ અનોખી એડ રિલીઝ થતાંવેંત સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ છે. ખુદ નીરજ ચોપરાએ પણ આ એડને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી લોકોની સાથે શેર કરી છે.

ઉદ્યોગ સાહસિક કુણાલ શાહના સ્ટાર્ટઅપ ‘ક્રેડ’ (CRED) માટે આ એડ ‘અર્લી મેન ફિલ્મ્સ’ એજન્સી વતી એડ ફિલ્મ મેકર અયપ્પા KMએ ડિરેક્ટ કરી છે, જ્યારે ‘ઓલ થિંગ્સ સ્મોલ’ વતી દેવૈયા બોપન્ના, પુનીત ચઢ્ઢા, તન્મય ભટ (AIB ફેમ), દીપ જોશી અને વિશાલ દાયમાએ કન્સેપ્ચ્યુઅલાઇઝ કરી છે. મહત્વનું છે કે આ સ્ટાર્ટઅપમાં વિવિધ પ્રકારના ક્રેડિટ કાર્ડના બિલ પે કરવાની સુવિધા આપવામાં આવતી હોય છે.