Site icon News Gujarat

શિલ્પા શેટ્ટીની આ મિત્રએ આપ્યો એમનો પડછાયાની જેમ સાથ, રાજ કુન્દ્રાના જેલ ગયા પછી ઉભી રહી પડખે

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને 19 જુલાઈના રોજ પોર્ન ફિલ્મ બનાવવા અને પ્રસારિત કરવા અંગે અરેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ કુન્દ્રા બે મહિનાથી જેલમાં છે. શિલ્પા શેટ્ટીને એમના ખાસ મિત્રએ આ કપરા સમયમાં નિરંતર સાહસ અને સમર્થન આપ્યું છે પછી એ ગણેશોત્સવ હોય કે વૈષ્ણવ દેવી. શિલ્પા શેટ્ટીની આ ખાસ મિત્રનું નામ આકાંક્ષા મલ્હોત્રા છે. એ સતત શિલ્પાની સાથે ને સાથે જ છે.?

image source

આકાંક્ષા મલ્હોત્રા બોલિવુડના જાણીતા અભિનેતા અને નિર્દેશક પ્રેમનાથ મલ્હોત્રા અને બીના રાયની પૌત્રી છે. આકાંક્ષાના પિતા પ્રેમ કિશન બોલિવુડના જાણીતા અભિનેતા અને નિર્માતા છે. પ્રેમનાથની સાવકી બહેન કૃષ્ણા મલ્હોત્રાના લગ્ન રાજ કપૂર સાથે થયા હતા. એટલે પ્રેમનાથ અને રાજ કપૂરના જીજાજીના સંબંધ હતા. એવામાં રણબીર કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, આકાંક્ષા મલ્હોત્રા એકબીજાના કઝીન્સ થાય છે.આકાંક્ષાના ભાઈ સિદ્ધાર્થ મલ્હોત્રા બોલીવુડમાં ડાયરેકટર તરીકે ખૂબ જ લોકપ્રિય છે. એમને હિચહાઈકર અને વી આર ફેમીલી જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.

ફિલ્મી પરિવારથી હોવાને કારણે આકાંક્ષાએ પણ ફિલ્મમાં એમનું નસીબ અજમાવ્યું. આકાંક્ષાએ 2002માં એમના પિતા પ્રેમકીશન દ્વારા નિર્મિત ફિલ્મ યે મોહબ્બત હેથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. ફિલ્મે બોક્સઓફિસ પર સારું પ્રદર્શન નહોતું કર્યું. એટલે આકાંક્ષાના કરીયરને કોઈ ફાયદો ન થયો. વર્ષ 2004માં આકાંક્ષાના પિતાએ પ્રાઇડ: પ્રાઇડ એન્ડ ઓનરનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મમાં સલમાન ખાને અભિનય કર્યો હતો. ફિલ્મમાં આકાંક્ષાએ સલમાન ખાનની બહેનનો રોલ પ્લે કર્યો હતો. આકાંક્ષાને એલઓસીમાં પણ જોવામાં આવી હતી. જો કે આકાંક્ષા એક્ટિંગમાં કઈ ખાસ કમાલ ન કરી શકી.

image source

એક્ટિંગ કરિયર ના ચાલ્યું એટલે આકાંક્ષા મલ્હોત્રાએ ન્યૂયોર્કના ભારતીય બિઝનેસમેન રોહિત અગ્રવાલ સાથે લગ્ન કર્યા હતા. રોહિત અગ્રવાલ સાથે લગ્ન કર્યા તે પહેલાં આકાંક્ષા મલ્હોત્રાની સગાઈ કરન નાથ સાથે થઈ હતી. જોકે, કેટલાંક કારણોસર આ સગાઈ તૂટી ગઈ હતી. આકાંક્ષા તથા રોહિતને બે દીકરીઓ છે. આકાંક્ષાના લગ્નમાં અભિષેક બચ્ચન, નીતુ સિંહ, રિશી કપૂર, વિક્રમ ચટવાલ, શિલ્પા શેટ્ટી સહિતના સેલેબ્સ હાજર રહ્યાં હતાં.

image source

આકાંક્ષા મલ્હોત્રા એની સાસુ નીના અગ્રવાલ સાથે સિલ્વર બ્યુટીક ચલાવે છે. સાસુ અને વહુએ સાથે મળીને એક્સક્લુસીવલી યોર આર્ટિફેક્ટર્સ નામની કંપની સાથે પાર્ટનરશિપ કરી છે.

Exit mobile version