શિખર ધવનનો થયો ડિવોર્સ, પત્ની આયશાએ આ ભાવુક પોસ્ટ સાથે કરી પુષ્ટિ.

ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને તેની પત્ની આયેશા મુખર્જી સાથે છૂટાછેડા લીધા છે. આયેશાએ આ અંગેની જાણકારી તેની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આપી હતી. ધવન અને આયેશાએ વર્ષ 2012 માં લગ્ન કર્યા અને 2014 માં આ દંપતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો. લગ્નના 9 વર્ષ બાદ તેમનો નિર્ણય ખૂબ જ ચોંકાવનારો છે. જો કે આ અંગે ધવનનું નિવેદન બહાર આવ્યું નથી.

image source

આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા વિશે લખ્યું છે કે “એકવાર છૂટાછેડા લીધા પછી એવું લાગતું હતું કે બીજી વખત ઘણું બધું દાવ પર હતું. મારે ઘણું બધું સાબિત કરવાનું હતું. એટલે જ્યારે મારા બીજા લગ્ન તૂટી ગયા ત્યારે તે ખૂબ ડરામણી હતી. મેં વિચાર્યું કે ડિવોર્સ ગંદો શબ્દ છે પણ તો ય મારા બે વાર ડિવોર્સ થયા. મજાની વાત છે કે શબ્દોના કેટલા મજબૂત મતલબ અને સંબંધ હોઈ શકે છે. હું ડિવોર્સી તરીકે ખુદ એ મહેસુસ કર્યું. પહેલીવાર જ્યારે મારો ડિવોર્સ થયો ત્યારે હું ખૂબ જ ડરેલી હતી. મને લાગ્યું કે હું નિષ્ફળ ગઇ છું અને તે સમયે હું ઘણું ખોટું કરી રહી હતો. મને લાગ્યું કે મેં બધાને નિરાશ કર્યા છે અને સ્વાર્થી જેવું પણ લાગ્યું. મને લાગ્યું કે હું મારા માતાપિતાને નિરાશ કરું છું. મને લાગ્યું કે હું મારા બાળકોને અપમાનિત કરી રહી છું અને અમુક હદે મને લાગ્યું કે મેં ભગવાનનું પણ અપમાન કર્યું છે. છૂટાછેડા ખૂબ જ ગંદા શબ્દ હતા. ”

image source

આયેશાએ પહેલા ઓસ્ટ્રેલિયન બિઝનેસમેન સાથે લગ્ન કર્યા હતા. આયેશાને તે લગ્નથી બે દીકરીઓ છે. તેમની પહેલી દીકરીનો જન્મ વર્ષ 2000 માં થયો હતો, જેનું નામ આલિયા છે. એ પછી આયેશાએ વર્ષ 2005 માં તેની બીજી પુત્રીને જન્મ આપ્યો. તેમની બીજી પુત્રીનું નામ રિયા છે.

 

View this post on Instagram

 

A post shared by Aesha Mukerji (@apwithaesha)


તમને જણાવી દઈએ કે આયેશા અને ધવનની લવ સ્ટોરી ફેસબુક દ્વારા શરૂ થઈ હતી. હરભજન સિંહ બંને વચ્ચે મ્યુચ્યુઅલ મિત્ર હતા. બંનેએ ફેસબુક પર ઘણી ચેટિંગ કરી અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને બંનેએ લગ્ન કરી લીધા.

image source

ધવનની ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો ધવન ભારતીય ટીમનો ડાબોડી ઓપનર છે. હવે તે IPL 2021 ના ​​બીજા તબક્કામાં મેદાન પર દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે. IPL 2021 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAE માં શરૂ થશે. તેની ફાઇનલ 15 ઓક્ટોબરે રમાશે. જુલાઈમાં ધવનની કેપટનશિપમાં સીમિત ઓવરોની ભારતીય ટીમે શ્રીલંકા પ્રવાસ કર્યો હતો.