આ રીતે કોરોના મહામારીમાં કરો ખાસ ઉપાય, 4 મિનિટમાં જાણો કે તમારા ફેફસા કેટલા મજબૂત છે

કોરોના મહામારીમાં એ વાત પર ભાર મૂકાયો છે કે આ મહામારીથી બચવા માટે તમારા ફેફસાનું મજબૂત હોવું જરૂરી છે. કેમકે વાયરસથી લોકોના ફેફસા પર પ્રભાવ સૌથી વધારે થઈ રહ્યો છે. તેના કારણે વ્યક્તિની સ્થિતિ પણ બગડવા લાગે છે. એ સમયે લોકોના મનમાં સવાલ રહે છે કે તેમના ફેફસા નબળા છે કે મજબૂત. તેને કેવી રીતે સરળતાથી જાણી શકાય. તો તમે કોઈ પણ ટેસ્ટ કરાો નહીં. જ્યારે તમારા ફેફસા નબળા હશે ત્યારે તમાારું શરીર તમને ખાસ સંકેત આપે છે. જ્યારે ફેફસાને મજબૂત કરવામાં ડાયટનો ભાગ મુખ્ય રહે છે. એક્સપર્ટ્સ એવી ચીજોનું સેવન કરવાની સલાહ આપે છે જેની મદદથી તમારા ફેફસા મજબૂત બને છે.

image source

આ 4 સંકેતોની મદદથી તમે જાણી શકો છો કે તમારા ફેફસા નબળા છે કે મજબૂત છે.

પહેલો સંકેત – શ્વાસ ચઢવો

image source

દિનચર્યાના કામમાં જો તમારો શ્વાસ ફૂલવા લાગે એટલે કે તમને શ્વાસ ચઢે તો તે સંકેત આપે છે કે તમારા ફેફસા નબળા છે. આ કામમાં ઝડપથી ચાલવું, સીડીઓ ચઢવી, ઘરના કામ કરવા વગેરેને સામેલ કરાય છે. એવામાં તમે તરત જ ડોક્ટરનો સંપર્ક કરો તે જરૂરી છે.

બીજો સંકેત – લાંબા સમયથી ખાંસી આવવી

image source

અનેક વાર સીઝન બદલાવવાના કારણે પણ ગળામાં દર્દ થવાની સમસ્યા રહે છે અને સાથે ખાંસી પણ આવે છે. જો તમને લાંબા સમયથી ખાંસી આવી રહી છે કે પછી તમને 8 અઠવાડિયા બાદથી વધારે સમય થયો છે અને ખાંસી જતી નથી તો તમે તરત જ ઘરેલૂ ઊપાયોની મદદ લીધા વિના ડોકટરનો સંપર્ક કરી લો તે જરૂરી છે. આ તમારા નબળા ફેફસાની નિશાની છે.

ત્રીજો સંકેત – વધારે પ્રમાણમાં કફ આવવો

અનેક લોકો વારે ઘડી ખાંસી ખાતા રહે છે. આ સમયે જો તેઓ જોરથી ખાસે છે તો તેમને ખાંસીની સાથે કફ વધારે નીકળે છે તો તમારી હેલ્થ પર તેની ખરાબ અસર થઈ શકે છે. તે તમારા ફેફસા નબળા હોવાનો સંકેત છે.

ચોથો સંકેત – છાતીમાં દર્દ થવું

 

image source

અનેક વાર એવું બને છે કે તમને છાતીમાં દર્દ થાય છે. ખાંસી ખાતી સમયે કે છીંકતી સમયે કે શ્વાસ લેતી સમયે સામાન્ય દર્દ થાય છે. એવામાં આ દરેક લક્ષણ આ વાત તરફ ઈશારો કરે છે કે તમારા ફેફસા નબળા છે અને સાથએ તમે કોઈ બીમારીની ઝપેટમાં પણ હોઈ શકો છો.

જાણો કેવી રીતે બનાવશો ફેફસાને મજબૂત

image source

ડાયટ એક્સપર્ટ કહે છે કે ફેફસાને મજબૂત કરવા માટે તમારે અખરોટ, ફેટી ફિસ, સફરજન, બેરિઝ, ખુબાનીને ડાયટમાં સામેલ કરી લેવા જોઈએ. આ સિવાય તમે વધારે પાણી પીઓ. લસણ, અંજીર, તુલસી, મધ, ગ્રીન ટી, આદુ, ફૂદીનો પણ ફેફસાને મજબૂત કરવામાં તમારી મદદ કરે ચે. પેટની માંસ પેશી પર કામ કરનારી કોઈ પણ એક્ટિવિટી ફેફસા પર પણ કામ કરે છે. હસવું અને ગાવું બંને ફેફસાને સ્ટ્રોન્ગ રાખે છે.

આ ચીજોથી દૂર રહેશો તો ફેફસા સ્વસ્થ રહેશે

image source

મળતી માહિતી અનુસાર ડોક્ટરનું કહેવું છે કે દારૂનું સેવન, ધૂમ્રપાન ફેફસાને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. આ માટે જેટલું શક્ય હોય તેટલું આ ચીજોથી દૂર રહેવું. આ સિવાય નિયમિત રીતે વર્કઆઉટ કરવાની આદત રાખશો તો પણ તમારા ફેફસા મજબૂત બની રહેશે અને તમારે મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.