ડાયબિટીસના દર્દીઓ સફેદ ચોખા ખાતા પહેલા વિચારજો, જાણો શું થયો રિસર્ચમાં ખુલાસો

મિત્રો, ડાયાબિટીઝની બીમારીને આપણા સામાન્ય જીવનની સૌથી ખતરનાક અને જીવલેણ બીમારી ગણવામા આવે છે. આ બીમારીથી જે કોઈપણ લોકો પીડિત હોય તેમણે તેમની ડાયટ અને જીવનશૈલી અંગે વિશેષ કાળજી લેવી પડે છે. તેમને હંમેશા અમુક એવી ચીજવસ્તુઓ ખાવા અંગેની સલાહ આપવામા આવે છે કે, જેના દ્વારા તમારુ સુગર લેવલ નિયંત્રણમા રહે છે.

image source

જો તમે તમારા બ્લડસુગરને નિયંત્રિત રાખવા ઈચ્છતા હોવ તો તમારે ફાઈબર, પ્રોટીન અને હેલ્ધી ફેટવાળી અને હેલ્ધી ડાઇટ લેવી જોઈએ. મોટાભાગના લોકોની ડાયટ ચોખા વિના અધૂરી ગણવામા આવે છે. જો કે તમે ડાયાબિટીઝથી પીડાઈ રહ્યા હોવ તો તમારે સફેદ ચોખા ખાવાનુ ટાળવું જોઈએ.

image source

વાસ્તવમા આ સફેદ ચોખામા પુષ્કળ માત્રામા માઇક્રોન્યૂટ્રિઅન્ટ્સ, ફાઇબર અને પોલિફેનોલ્સ સમાવિષ્ટ હોય છે. એક સંશોધન પ્રમાણે સફેદ રાઈસનો ખાવામા વધારે પડતો વપરાશ કરવાથી ડાયબિટીસની સમસ્યાનુ જોખમ ૧૧ ટકા વધી જાય છે. ડાયબિટીઝની આ બીમારીથી પીડાતા લોકોએ સફેદ રાઈસને બદલે બ્રાઉન રાઇસનુ વધારે પડતુ સેવન કરવુ જોઇએ. આ બ્રાઉન રાઇસના સેવનથી તમને ટાઇપ-૨ પ્રકારની ડાયાબિટીઝ થવાનુ જોખમ સાવ ઘટી જ જાય છે.

image source

સફેદ રાઈસ એ ડાયબિટીઝના દર્દીઓ માટે ઠંડા પીણા સમાન નુકશાનકારક સાબિત થઇ શકે છે. જે લોકો નિયમિત સફેદ રાઈસનુ સેવન કરે છે, તેમનામા ડાયાબિટીઝની સમસ્યા થવાની સંભાવના ખુબ જ વધી જાય છે. સફેદ રાઈસમા તમને પુષ્કળ માત્રામા સ્ટાર્ચનુ પ્રમાણ જોવા મળે છે, જેના કારણે તમારા બ્લડસુગરનુ સ્તર એકાએક વધવા લાગે છે. આ ઉપરાંત ડાયાબીટીસથી પીડાતા લોકો માટે સફેદ રાઈસનુ સેવન ખુબ જ વધારે જોખમકારક સાબિત થઈ શકે છે.

image source

હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા ૨૦ વર્ષ સુધી એક સંશોધન કરવામા આવ્યુ હતુ. તેમા એવુ જાણવા મળ્યુ હતુ કે, જો તમે નિયમિત સફેદ રાઈસનુ સેવન કરો છો તો તમને ટાઈપ-૨ ડાયાબીટીસ થવાની સંભાવના વધી શકે છે. જો ડાયાબિટીઝના દર્દીઓ નિયમિત રાઈસનુ સેવન કરે છે, તો તેના સેવન પછી તેમના શરીરમા ગ્લુકોઝનુ સ્તર એકાએક ઝડપથી વધી જાય છે.

image source

આ સ્થિતિમા શરીરમા ઇન્સ્યુલિન બનાવવાનુ કાર્ય બંધ થઇ જાય છે. આ ઉપરાંત સફેદ રાઈસને વધુ પડતા ચળકતા બનાવવા માટે તેને પોલિશિંગ કરવામા આવે છે. તેનાથી તેમા સમાવિષ્ટ વિટામિન-બી જેવા અનેકવિધ પોષકતત્વોનો નાશ થાય છે. જો તમને રાઈસ ખૂબ જ વધારે પડતા પસંદ છે તો તમે બ્રાઉન રાઇસ, વાઇલ્ડ રાઇસ, જાસ્મિન રાઇસ અને બાસમતી રાઇસ પર પણ પસંદગી ઉતારી શકો છો અને તેનુ સેવન કરીને તમે તમારા સ્વાસ્થ્યને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી શકો છો.