જો તમારા બાળકને હોય અતિશય ગેમ રમવાની આદત, તો એક વખત આ કિસ્સો વાંચી લેજો,એક બાળકે PUBG માટે કર્યું આવું

પબજી એક મોબાઈલ ની ગેમ છે. જેની આદત યુવાઓને એટલી બધી વધારે પડી ગઈ છે કે તેના કારણે જોખમી પરિણામો આવી રહ્યાં છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 16 વર્ષના બાળકે આ ગેમ ના લીધે પોતાની માતાના એકાઉન્ટમાંથી દસ લાખ રૂપિયા જેવી રકમ ઉડાવી દીધી હતી.

image source

ખાસ કરીને પબજી અને તેના જેવી અન્ય online games આજકાલના યુવાઓ માટે નશાની આદત જેવું બની ગય છે. તેઓને આની આદત એવી ગંભીર રીતે પડી જાય છે તેઓ તેના માટે કોઈ પણ જોખમી અને ભયજનક પગલું ઉપાડતા અચકાતા નથી. કંઇક આવી જ ઘટના દેશની માયાનગરી મુંબઈ થી સામે આવી છે. મુંબઈમાં એક 16 વર્ષના યુવા બાળક ને પબજી ગેમ ની એવી આદત પડી ગઈ કે તેણે પોતાની માતાના બેંક એકાઉન્ટમાંથી દસ લાખ રૂપિયા જેવી મોટી રકમ pubg ગેમ માટે ઉપાડી લીધી હતી. જ્યારે તેના ઘરના લોકોએ તેને આ બાબતે ઠપકો આપતા તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો.

image source

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ કેસ અમારી સામે 25 ઓગસ્ટના રોજ સામે આવ્યો હતો. ત્યારે એક બાળકના માતા-પિતા તેનો બાળક ગુમ થઈ હોવાની ફરિયાદ લઈને આવ્યા હતા. ત્યારબાદ પોલીસે અપહરણનો કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર તેઓને 26 ઓગસ્ટના રોજ બપોરે મુંબઈની અંધેરી પૂર્વ મહાકાળી ગુફામાં એ બાળક મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે એ બાળકને તેના માતા-પિતાને સોંપી દીધો હતો. પોલીસ તપાસ દરમિયાન બાળકના માતા પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેનો 16 વર્ષીય બાળક pubg ગેમ ની આદત ધરાવતો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેના બાળકે મોબાઈલમાં pubg ગેમ રમતા રમતા તેની માતાના એકાઉન્ટમાંથી દસ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા. અને ખર્ચી નાખ્યા હતા. જ્યારે ઘરના લોકોએ તેને આ બાબતે ઠપકો આપ્યો તો બાળક ઘર છોડીને ચાલ્યો ગયો હતો.

ચિઠ્ઠી લખીને બાળકે ઘર છોડી દીધું હતું

image source

બાળકે જ્યારે ઘર છોડ્યું હતું ત્યારે તે એક ચિઠ્ઠી લખીને ગયો હતો. એ ચિઠ્ઠીમાં બાળકે લખ્યું હતું કે તે ઘર છોડીને જઇ રહ્યો છે. અને હવે ક્યારેય ઘરે પાછો નહીં આવે. બાળકના માતા-પિતા એ જ્યારે આ ચિઠ્ઠી વાંચી તો તેઓ ચિંતામાં મુકાઈ ગયા. તેઓએ અંધેરીના એમ આઇ ડી સી પોલીસ સ્ટેશનમાં બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ખબરીઓ અને ટેકનીકલ એનાલીસીસ દ્વારા ક્રાઈમ બ્રાન્ચએ આ બાળકને શોધી કાઢ્યો હતો. અને ત્યારબાદ તેનું કાઉન્સેલિંગ કરીને તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યો હતો.

image source

ઉલ્લેખનિય છે કે ભારત સરકારના ડેટા સિક્યોરિટી અને નાગરિકો ની અંગત સુરક્ષા સાથે સંબંધિત વધતી ચિંતાઓ વચ્ચે june 2020 માં પબજી સહિત 58 ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે પબજી ને june 2020 map પ્રતિબંધ બાદ બેટલ ગ્રાઉન્ડ મોબાઈલ ઇન્ડિયા મેં નવી લિઝ મળી છે.