બેડશીટ પરની ગમે તેવી ક્રીઝ દૂર કરવા ફોલો કરો આ સરળ ટિપ્સ, ઓછી મહેનતે પૂરું થઇ જશે કામ

ઘણી મહિલાઓ એવી હોય છે, જેમને ઘર ની સજાવટમાં બધું ટિપટોપ જોઈએ. તેને બેડશીટ માં પણ જો જરા સરખી ક્રીઝ પડી જાય તો પણ તેમને ગમતું નથી. એ વાત પણ સ્વાભાવિક છે, કારણ કે બેડશીટમાં ક્રીઝ પડે તો આખા રૂમ નો લુક ખરાબ કરે છે.

image source

ઘણા લોકોને તો ક્રીઝ વાળી બેડશીટ પર સુવાનું પણ ગમતું નથી. પણ કેટલીક ટિપ્સ દ્વારા તમે બેડશીટ પર પડતી ક્રીઝને આરામથી રોકી શકો છો. અને તે માટે તમારે વધુ મહેનત પણ કરવી પડતી નથી. તો ચાલો આજે આપણે આ લેખમાં બેડ સીટ ની ક્રીજ દુર કરવાના કેટલાક સરળ ઉપાયો વિષે જાણીશું.

હોસ્પિટલ કોર્નર બેડ શીટ્સ :

image source

ના ના, આ હોસ્પિટલ ના કોઈ ખૂણા ની વાત નથી કરવામાં આવી પણ હોસ્પિટલ કોર્નર એટલે કે બેડશીટ ને જે રીતે હોસ્પિટલ માં પાથરવામાં આવે છે, તે ટેક્નિક ને હોસ્પિટલ કોર્નર બેડશીટ કહે છે. આ ટેક્નિકમાં તમે તમારી બેડશીટ ને નોર્મલ થી થોડી અલગ રીતે ગાદલાની નીચે ટક કરીને પાથરી શકો છો, જેથી તે સરસ રીતે ફીટ થઈ જશે અને ક્રીઝ પણ પડશે નહીં. આ ટ્રિક તમે નોર્મલ બેડશીટ અથવા કોટન બેડશીટ સાથે પણ કરી શકો છો.

કેવી રીતે કરશો?

image source

સૌથી પહેલાં બેડશીટ ને ગાદલા પર ઓછાડ પાથરી લો. ત્યારબાદ પહોળા ભાગ ને ગાદલા ની નીચે ટક કરી લો. હવે એક કોર્નરને લઈને પિસ્તાલીસ ડિગ્રી એંગલ બનાવો અને તેને સીધું તેની નીચે જ ટક કરી લો. હોટલ તેમજ હોસ્પિટલમાં આ રીતે જ બેડશીટ ને પાથરવામાં આવે છે, જેથી વારંવાર ક્રીઝ પડે નહીં. અને રૂમનો દેખાવ પણ ખરાબ ન લાગે.

હેર ડ્રાયરની મદદ થી દૂર કરો બેડશીટ ક્રીઝ :

image source

કોટ ની બેડશીટ ધોયા બાદ તેના પર વધારે ક્રીઝ પડી જાય છે, અને દર વખતે તેને પ્રેસ કરવાનો કંટાળો આવતો હોય છે, કારણ કે તે વધુ મહેનત માંગી લેતું કામ છે. તેવામાં જો તમે બેડશીટ ને ક્રીઝ વગરની રાખવા માંગતા હોય તો હેર ડ્રાયરની મદદ લઈ શકો છો. આ માટે સૌથી પહેલાં તો ઉપર જણાવેલી રીત થી બેડશીટને બેડ પર ટક કરો. ત્યારબાદ તેના પર થોડા પાણીનો છંટકાવ કરીને હેર ડ્રાયરથી તેને સૂકવી લો. તેમાં તમારો સમય પણ બચી જશે અને વધારે મહેનત પણ નહીં કરવી પડે. સાથે તમારી બેડ સીટ પર ક્રીજ પણ નહિ પડે.