જો તમારા ઘરમાં આ વસ્તુઓ પડી હોય તો હમણાં જ હટાવી દેજો, નહિં તો થશે ભયંકર નુકસાન

કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી ઘરની શાંતિ હણાઇ જાય છે. ત્યારે તમારે ઘરમાં જોવાનુ રહેશે કે એવી કોઇ વસ્તુ તો નથી ને કે જે તમારી શાંતિ હણે છે?

image source

ઘણીવાર લોકો ઘરમાં કબાટ કે માળિયામાં જુના-ફાટેલા કપડાંની એક પોટલી રાખે છે. કેટલાક લોકો જે કપડાનો ઉપયોગ ન હોય તેને કબાટના નીચેમાં ભાગમા પણ રાખી દે છે. આમ ન કરવુ જોઇએ. જુના કપડાંનો નિકાલ કરવો જોઇએ.

ટુટેલો સામાન

ટુટેલા ફુટેલા વાસણ, તુટેલો અરીસો, ઇલેકટ્રોનિક સામાન, તસવીર, ફર્નીચર, સોફા, ખુરશી અને ટેબલ, પલંગ, ઘડિયાળ, દિવો, ઝાડુ, મગ કપ અથવા કોઇ પણ એવો સામાન ઘરમાં ન રાખવો જોઇએ.

હાનિકારક વસ્તુઓ

image source

ઘરમા વિખરાયેલી પડેલી દવાઓ, એસિડની બોટલ, ટોઇલેટ ક્લિનર શોપ, ફિનાઇલ, ઝેરીલા રસાયણ કીટનાશક, મચ્છર મારવાની દવા, એન્ટીબાયોટિક દવા, એર ફ્રેશનર જેવી હાનિકારક વસ્તુઓની જગ્યા ફિક્સ હોવી જોઇએ. આવી વસ્તુઓ માટે એક લાકડાનુ કબાટ બનાવડાવો જે કિચન અને બેડરુમથી દુર હોય. કેટલાક લોકો પોતાના ઘરમાં અનાવશ્યક પત્થર, અંગુઠી, નંગ, તાવિઝ કે આ પ્રકારનો અન્ય સામાન રાખતા હોય છે. એક નાનકડો પત્થર તમારુ ભાગ્ય બદલી શકે છે. તેથી ઘરમાં કોઇ પણ નકામી વસ્તુ ન રાખો.

ભંગાર

ઘણીવાર એવુ જોવા મળે છે કે લોકો ઘરમાં ભંગાર ભેગો કરી રાખે છે. આ માટે અલગ જગ્યા હોવી જોઇએ. બને તો તે ઘરની અંદર ન હોવુ જોઇએ. જુના કે તુટેલા ચંપલ પણ તમને આગળ વધતા રોકે છે. તેને પણ ઘરમાંથી બહાર કાઢી દો.

નકારાત્મક તસવીરો, મુર્તિ કે પેઇન્ટીંગ

image source

મહાભારતના યુધ્ધનુ ચિત્ર, તાજમહેલનું ચિત્ર, ડુબતી નૌકા કે જહાજ, ફુવારા, જંગલી જાનવરોનુ ચિત્ર, નટરાજની મુર્તિ, કાંટાવાળા છોડના ચિત્રો ઘરમા ન રાખવા જોઇએ. દેવી-દેવતાઓની ફાટેલી કે જુની તસવીરો અથવા ખંડિત મુર્તિઓથી પણ આર્થિક હાનિ થાય છે. આ બધી
વસ્તુઓને કોઇ પવિત્ર નદીમાં વહાવી દેવી જોઇએ.

પર્સ કે તિજોરી

પર્સ ફાટેલુ ન હોવુ જોઇએ, તિજોરી તુટેલી ન હોવી જોઇએ. પર્સ કે તિજોરીમાં ધાર્મિક અને પવિત્ર વસ્તુઓ રાખો. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને તેને જોઇને મન પ્રસન્ન થાય છે. આપણી ઘણી વખત જોયું છે કે તમામ પેરામીટર બરાબર હોવા છતાં ઘરમાં મુશ્કેલીઓ ઉદ્દભવે છે. ઘરમાં ધન આવે છે પરંતુ રોકાતું નથી. સતત ઝઘડા થતા રહે છે. મનમાં સતત નેગેટીવ વિચારો આવતા જાય છે. કોઈ કારણસર ઘરમાં નુકસાન થતું રહે છે. જો આવું તમારા ઘરમાં થતું હોય તો ધ્યાનથી નિહાળો કે તમારા ઘરમાં આવી ચીજો પડી છે. આ તેનું કારણ હોઈ શકે છે.

image source

1. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ભમરીના ઘર હોય તો તેને અમંગળતાનું સૂચક માનવામાં આવે છે. ભમરીના ઘર ઘરમાં હોવાથી અકસ્માત સુધીની ઘટનાઓ બને છે. એટલા માટે તેને તાત્કાલિક ઘરમાંથી હટાવી દો.

2. ઘરના ખૂણામાં ઘણી વખત કરોળિયાના જાળા લાગેલા હોય છે. એટલા માટે તેણે સાફ કરો. કરોળિયાના જાળાથી ઘરમાં આવતું ઘન રોકાઈ જાય છે.

3. ઘરમાં ટૂટેલો કે તિરાહ પડેલો ગ્લાસ પણ ન રાખવો જોઈએ. તેનાથી આર્થિક નુકસાન થાય છે અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે.

4 ઘણી વખત ઘરની અંદર ચામાચીડિયા આવી જાય છે. તેને તાત્કાલિક ઘરની બહાર કાઢી મૂકવા જોઈએ. તેનાથી ઘરમાં લડાઈ-ઝઘડો અને આર્થિક નુકસાન થઈ શકે છે.

image source

5. જો ઘર ઉપર કોઈ પણ પ્રકારની તિરાડો પડેલી હોય તો તેને તાત્કાલિક ઠીક કરાવી દેવી જોઈએ. તેનાથી ઘરને નુકસાન થાય છે.

6. ઘરમાં નળમાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી. તેનાથી આર્થિક નુકસાન થાય છે.

7. ઘરમાં રહેલા મંદિરની અંદર વાસી ફૂલોને પણ હટાવી દેવા જોઈએ. વાસી ફૂલ શુભ માનવામાંઆવતા નથી.

8. ઘરની છત પરથી કબાટ અને અન્ય ચીજો હટાવી દો. આ ચીજો ઘરની અંદર ધન રોકાવા દેતી નથી. ઘરમાં મુશ્કેલીઓ ઉદ્દભવવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *