જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો આજે આ લેખ ચોક્કસ વાંચી લો.

સનાતન ધર્મમાં તુલસીનો છોડ ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે, તુલસીના છોડની પૂજા તો કરવામાં આવે જ છે, સાથે જ એ ઔષધીય ગુણોથી પણ ભરપૂર હોય છે. તુલસીનો છોડ ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પહેલાના સમયમાં લોકો પોતાના ઘરના આંગણામાં તુલસીનો છોડ ચોક્કસ લગાવતા હતા. આજના સમયમાં રહેણીકરણી અને ઘરની બનાવટમાં ખૂબ જ પરિવર્તન આવી ગયું છે પણ આજે પણ તુલસીના છોડનું એટલું જ મહત્વ છે. તુલસી ન ફક્ત ધાર્મિક રીતે જ પણ જ્યોતિષ અને વાસ્તુમાં પણ એનું ખૂબ જ મહત્વ છે.ઘરમાં તુલસી લગાવવાથી ખૂબ જ લાભ થાય છે. જો તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવેલો હોય કે તમે તુલસીનો છોડ રોપવા જઈ રહ્યા હોય તો એ પહેલાં અમુક વાતો જાણી લેવી ખૂબ જ જરૂરી હોય છે. તો ચાલો જાણી લઈએ તુલસી લગાવવાના નિયમ.

image source

હિન્દૂ ધર્મમાં દરેક ધાર્મિક કાર્યમાં તુલસીનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને જો ભગવાન વિષ્ણુનું પૂજન કરવા માટે તુલસી ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને તુલસી અતિપ્રિય છે. ભગવાન વિષ્ણુ વિષ્ણુની પૂજામાં કોઈપણ રીતે તામસિક વસ્તુઓનો ઉપયોગ વર્જિત છે સાથે જ તુલસી ખૂબ જ પવિત્ર હોય છે એટલે જે સ્થાન પર તુલસીનો છોડ લગાવેલો હોય ત્યાં ક્યારેય માંસ અને દારૂનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ. તુલસીની માળા ધારણ કરનારે પણ માંસ મંદિરનું સેવન ન કરવું જોઈએ.

image source

વાસ્તુમાં તુલસીના છોડને ખૂબ જ મહત્વ આપવામા આવ્યું છે. તુલસીના છોડને ઘરમાં લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. વાસ્તુ દોષ દૂર કરવામાં પણ તુલસી સક્ષમ છે. વાસ્તુ અનુસાર તુલસીના છોડને હંમેશા પૂર્વોત્તર કે ઉત્તર દિશામાં લગાવવો જોઈએ જો તમારું ઘર મોટું હોય અને યોગ્ય જગ્યા છે તો તુલસીને ઘરના આંગણામાં વચ્ચોવચ્ચ લગાવો, એ ખૂબ જ શુભ ફળ આપે છે. તુલસીનો છોડ લગાવતી વખતે ધ્યાન રાખો કે એ છોડ ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન રાખવો જોઈએ એ તમારા માટે અશુભ ફળ આપનાર બની શકે છે.

image source

જો તમારા ઘરમાં તુલસીનો છોડ લગાવેલો છે તો એની સારસંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. તુલસીને નિયમિત રૂપથી પાણી આપવું જોઈએ અને સંધ્યાના સમયે શુદ્ધ ઘીનો દીવો કરવો જોઈએ. તુલસીમાં દીવો કરતી વખતે ધ્યાન રાખો કે દિવાની નીચે હંમેશા ચોખાનું આસન જરૂર બનાવવું.

image source

જે ઘરોમાં રોજ સવાર સનું તુલસીમાં દીવો કરવામાં આવે છે અને અર્ધ્ય ચડાવવામાં આવે છે, એ ઘરોમાં માતા મહાલક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે એમના ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે. રવિવારના દિવસે તુલસીને અર્ધ્ય ન આપવું જોઈએ.

અમુક ઘરોમાં તુલસીનો છોડ લોકો જમીનમાં રોપી દે છે પણ તુલસીના છોડને જમીનમાં ન ઉગાડતા હંમેશા કુંડામાં જ રોપવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તુલસીનો છોડ જમીનમાં લગાડેલો હોય તો એને અશુભ માનવામાં આવે છે. ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર એની ખરાબ અસર પડે છે.

image source

અમુક તિથિએ તુલસીના પાન ન તોડવા જોઈએ. રવિવાર, સૂર્ય ગ્રહણ, ચંદ્ર ગ્રહણ, એકાદશી અને સૂર્યાસ્ત થયા પછી ક્યારેય પણ તુલસીના પાન ન તોડવા જોઈએ. જો તમારે તુલસીના પાન તોડવા હોય તો હંમેશા પહેલા હાથ જોડીને તુલસીને પ્રણામ કર્યા પછી જ તોડવા જોઈએ. તુલસીના પાનને ક્યારેય પણ જરૂરિયાત વગર ન તોડો.

જો તમે ઘરમાં તુલસીનો છોડ લગાવ્યો છે તો એની સારી રીતે કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. તુલસીના છોડનું ધ્યાન રાખો કે એ સુકાઈ ન જાય. તુલસીને ક્યારેય નાહ્યા વગર હાથ ન લગાવવો જોઈએ. એવું માનવામાં આવે છે કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને

image source

તુલસીને ન અડવું જોઈએ. તુલસીની આજુબાજુ સાફસફાઈનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. જો તમારા ઘરમાં તુલસી સુકાઈ ગયા હોય તો એ જગ્યાએ તરત જ નવો છોડ લગાવી દો. સુકાયેલા છોડની લાકડીને ગમે ત્યાં ન ફેંકો એને કોઈ નદીમાં પ્રવાહિત કરો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ