જો તમારા હાથમાં છે આવી રેખા તો તમારું વ્યક્તિત્વ હશે ખાસ, જાણો શું કહે છે તમારી હથેળીની રેખાઓ

અનેક લોકો હાથ જોવાનું શીખતા હોય છે. કહેવાય છે કે હથેળીની રેખાઓથી તમારું વ્યક્તિત્વ અને સ્વભાવ જાણી શકાય છે. આ સાથે જ તમારા હાથની ખાસ કરીને હથેળી અને આંગળીઓની બનાવટ પણ તમારા સ્વભાવ સાથે સંબંધ રાખે છે. તેનાથી તમારું ભવિષ્ય આંકી શકાય છે. આ બનાવટનું વ્યક્તિના ભાગ્ય સાથે કનેક્શન હોય છે. તો જાઓ તમારી હથેળીની રેખાઓ અને સાથે જ તેનું તમારા વ્યક્તિત્વ સાથે શું કનેક્શન છે તે વિશે પણ.

image source

કહેવાય છે કે જો ડાબા હાથની હથેળી જમણાની તુલનામાં વધારે પહોળી હોય તો તે વ્યક્તિઓ વ્યવહારિક હોય છે. આ સાથે જ આવા વ્યક્તિઓમાં સમાજને સમજવાની સારી ક્ષમતા પણ હોય છે. તો જુઓ કે તમારી હથેળી કેવી છે.

image source

હસ્તરેખા વિજ્ઞાન કહે છે કે વ્યક્તિનો ડાબો હાથ તેની વર્તમાન સ્થિતિને દેખાડે છે. કહેવાય છે કે ડાબા હાથની હથેળી વ્યક્તિની મહાત્વાકાંક્ષાઓને દેખાડે છે. તેની હથેળીથી ખ્યાલ આવે છે કે વ્યક્તિ ખરેખર કંઈ કરવાની ઈચ્છા રાખે છે કે નહીં.

image source

હથેળી વિજ્ઞાન કહે છે કે જે વ્યક્તિના કદના આધારે હથેળીની લંબાઈ સામાન્ય હોય છે તેવા વ્યક્તિઓની કોમન સેન્સ એટલે કે સબજ બુદ્ધિ વધારે સારી હોય છે. માનવામાં આવે છે કે આવી વ્યક્તિઓ કલ્પના કરતા નથી પણ કાર્યને સફળ કરવા માટેના સતત પ્રયાસો જાતે જ કરતા રહે છે.

માનવામાં આવે છે કે સામાન્ય લંબાઈ અને પહોળાઈની હથેળી વાળા લોકો પોતાના ઉદ્દેશમાં હંમેશા સફળ રહે છે. આ લોકો પોતાની પ્લાનિંગને પૂરું કરવામાં મહેનત કરનારા હોય છે અને સાથે જ ભાગ્ય પણ તેમનો સાથ આપે છે.

image source

હસ્તરેખા અનુસાર જે લોકોની હથેળી સામાન્ય કરતાં નાની એટલે કે શરીરના કદથી નાની હોય છે તેઓ ખાસ કરીને કોઈ પણ વાતને સમજવામાં વિશ્વાસ રાખનારા હોય છે. આ પ્રકારના લોકો કોઈ પણ તર્ક કે નાપ તોલ વિના જ ચીજોને સમજવાની ક્ષમતા રાખે છે. જેના કારણે તેઓ જલ્દી દુઃખી થતા નથી. તેમનો સ્વભાવ ખુશ રહેવાનો અને સાથે અન્યને પણ ખુશ રાખવાનો હોય છે. કંકાસથી તેઓ જોજન દૂર રહેવાનું પસંદ કરે છે.

કહેવાય છે તે સામાન્ય હથેળી વાળા વ્યક્તિની લડાઈ ઝઘડાને ઉકેલવાને માટે મધ્યસ્થીના રૂપમાં સાબિત થનારા હોય છે. આવા લોકોને લડાઈ ઝઘડા પસંદ હોતા નથી. તેઓ તમામ સાથે પ્રેમભાવથી રહેવાનું પસંદ કરે છે.

image source

જે લોકોની હથેળી મોટી હોય છે તેઓને માટે હસ્ત વિજ્ઞાન કહે છે કે આ લોકો ચીજોનો વિસ્તૃત પ્રમાણમાં જોવાની ક્ષમતા રાખે છે. આવા વ્યક્તિ સૈદ્ધાંતિક નિયમોનું પાલન કરનારા જોવા મળે છે.

નાની હથેળી વાળા વ્યક્તિઓ વિચાર્યા અને સમજ્યા વિના જ કંઈ પણ બોલી દેનારા હોય છે. તેઓ સામાન્યથી વધારે મોટી હથેળી વાળી વ્યક્તિઓ અન્યના કામમાં સતત દખલ કરવાનો સ્વભાવ રાખે છે. તેમનો આ સ્વભાવ ક્યારેક અન્ય લોકોને મુશ્કેલીમાં મૂકી દેતો હોય છે.

image source

માનવામાં આવે છે કે જે લોકોની આંગળીઓ પાતળી, લાંબી અને સમાન દેખાતી હોય છે તેઓનામાં ગજબની ઇચ્છા શક્તિ હોય છે. તેઓ ઈચ્છે તે કામ સરળતાથી પૂરું કરી લેનારા હોય છે.

તો હવે તમે પણ તમારી હથેળીની આ નાની અને થોડી વાતોને જાતે જ જાણો અને સાથે તમારા વ્યક્તિત્વમાં જો કોઈ ખામી હોય તો તેને સમજીને તેને સુધારવાનો પ્રયાસ કરો તે જરૂરી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ