Site icon News Gujarat

થાઇલેન્ડમાં માત્ર 72 રૂપિયામાં મળી રહ્યા છે હોટલના રૂમ, સસ્તામાં વિદેશની ટૂર કરવી હોય તો જલદી વાંચી લો આ માહિતી

ભારતના નાગરિકો માટે થાઈલેન્ડ હંમેશાથી જ મનપસંદ ફરવાનું સ્થળ રહ્યું છે. થાઈલેન્ડના રોમેન્ટિક શહેર ફુકેટ છે. ફૂકેટમાં જુદા જુદા દેશોમાં થઈ કપલ્સ અહિયાં પોતાનું હનીમુન મનાવવા માટે આવે છે. ફૂકેટના દ્રશ્યોની સુંદરતા આપને પોતાની તરફ આકર્ષિત કરી દે તેવા મનમોહક છે. ફુકેટમાં હોટેલ્સ, બીચ અને એડવેન્ચર પ્લેસ પણ પોતાની સુંદરતા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે.

image source

આપને જણાવીએ કે, કોરોના વાયરસની વેક્સિન મુકાવી દીધેલ વિદેશી ટુરિસ્ટ માટે ફૂકેટ (થાઈલેન્ડ) જુલાઈ મહિનાથી જ પોતાના દેશમાં ફરવા માટે પ્રવેશ કરવાની પરવાનગી આપવા જઈ રહ્યું છે. ખાસ વાત એ છે કે, થાઈલેન્ડ દેશમાં એક પર્યટન ગ્રુપ દ્વારા એક કેમ્પેઈન શરુ કરવામાં આવ્યું છે. જેની હેઠળ થાઈલેન્ડમાં હોટલ રૂમ ઘણા સસ્તી કિંમતમાં ઉપલબ્ધ કરાવી રહ્યું છે. આ કેમ્પેઈનનું નામ ‘વન નાઈટ, વન ડોલર.’ના નામથી ઓળખવામાં આવ્યું છે. ‘વન નાઈટ, વન ડોલર’ કેમ્પેઈન’ને થાઈલેન્ડ દેશના પર્યટન પરિષદ (TCT) તરફથી ચલાવવામાં આવી રહ્યું છે.

image source

આ યોજના હેઠળ થાઈલેન્ડ આવતા ટુરિસ્ટને હોટલ રૂમની કિમત અંદાજીત 1 ડોલર એટલે કે, ૭૨ રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે. એના સિવાય હોટલ્સના તમામ રૂમ ફક્ત એક ડોલર એક રાતના હિસાબે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સામાન્ય રીતે થાઈલેન્ડ દેશમાં એક રૂમમાં રોકાવા માટે એક રાતનું ભાડું 1 હજારથી લઈને 3 હજાર baht એટલે કે, અંદાજીત ૨૩૨૮ રૂપિયાથી લઈને ૬૯૮૪ રૂપિયા સુધી ચૂકવવાના હોય છે. સુત્રોના મત પ્રમાણે, જો આ કેમ્પેઈન સફળ થશે તો તેને કોહા સમુઈ અને બેંગકોક જેવા અન્ય લોકપ્રિય પર્યટન સ્થળોએ પણ લાગુ કરવામાં આવશે.

image source

થાઈલેન્ડના પર્યટન પ્રાધિકરણના ગવર્નર યુથાસાક સુપાર્સોએ કહ્યું છે કે, ફૂકેટમાં તબક્કાવાર રીતે ટુરિસ્ટને પોતાના દેશમાં આવવાની પરવાનગી આપવા જઈ રહ્યું છે. તા. ૧ જુલાઈ, ૨૦૨૧થી સ્થાનિક અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટને પરવાનગી આપવામાં આવશે

જેમણે કોરોના વાયરસની વેક્સિન મુકાવી દીધી હોવી જોઈએ. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું છે કે, નિયમોનું સખ્તાઈથી પાલન કરનાર ટુરિસ્ટને જ પરવાનગી આપવામાં આવશે.

image source

મીડિયા રીપોર્ટસ મુજબ, ટીસીટીના અધ્યક્ષ ચમન શ્રીવાસ્તવએ એવું કહ્યું છે કે, થાઈલેન્ડમાં છેલ્લા ૧૫ મહિના દરમિયાન કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે આર્થિક સંકટની સામે લડી રહ્યા છે. અહિયાં લાખોની સંખ્યામાં નાગરિકોએ પોતાની નોકરી ગુમાવી દીધી છે. આવી પરિસ્થિતિમાં થાઈલેન્ડમાં માત્ર પર્યટન જ તેઓને બચાવી શકે તેમ છે.

રીપોર્ટસ મુજબ, થાઈલેન્ડમાં કોરોના વાયરસ સંક્રમણની મહામારીના કારણે શરુઆતમાં જ અંદાજીત ૧૨૩૬ વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું હતું. આની સાથે જ થાઈલેન્ડ દેશમાં અત્યાર સુધી,અ અંદાજીત ૧.૭૭ લાખ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોય તેવું નોંધવામાં આવ્યું છે.

Exit mobile version