Site icon News Gujarat

જો ઘટાડવુ છે ઠંડીની ઋતુમા વજન તો નિયમિત કરો આ પીણાનુ સેવન…

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા લોકો કોઈ સમસ્યાથી વધારે પડતા પીડાતા હોય તો તે છે મોટાપો. એક અધ્યયનમા આ વાત જાણવા મળી છે કે, સમગ્ર વિશ્વમા દર બીજો વ્યક્તિ એ સ્થૂળતાની સમસ્યાથી પીડાય છે. આ સિવાય પણ એક સમસ્યા એ થાય છે કે, સ્થૂળતાની સમસ્યા એ એકલી નથી આવતી પરંતુ, પોતાની સાથે અનેકવિધ બીમારીઓ લાવે છે.

image source

જો તમે પણ લાંબા સમયથી આ સ્થૂળતાની સમસ્યાથી પીડાવ છો તો થઇ જાવ સાવધાન કારણકે, લાંબા સમયની સ્થૂળતા એ તમને બ્લડપ્રેશર, હૃદય સાથે સંકળાયેલ સમસ્યાઓ વગેરેનો શિકાર બનાવી શકે છે. આ ઠંડીની ઋતુમા લોકો અવારનવાર ગરમ અને તળેલા ભોજનનુ સેવન કરો તો મોટાપાની સમસ્યા વધી શકે છે.

image source

જો તમને પણ આ સમસ્યા હોય તો તમે આ ઋતુમા તમારા શરીરને ડિટોક્સ કરીને તમારા શરીરમા રહેલા તમામ નુકસાનકારક ઝેરી તત્વોને દૂર કરીને સરળતાથી મોટાપાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. તુલસી અને અજવાઈનનુ પીણુ એ તમારા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ કેવી રીતે.

image source

આ પીણું તૈયાર કરવા માટે સૌથી પહેલા રાત્રે એક ગ્લાસ પાણીમા એક ચમચી સુકો અજમો ઉમેરો અને સવારે ચારથી પાંચ તુલસીના પાનને અજમાના પાણી સાથે ઉકાળો. ત્યારબાદ આ પાણીને ગ્લાસમા ગાળી લો. ત્યારબાદ તેને ગરમ અથવા તો ઠંડુ કરીને પીવો. જો તમે તમારા વજનને ઝડપથી ઘટાડવા ઈચ્છતા હોવ તો દરરોજ વહેલી સવારે આ પીણાનુ સેવન કરવુ પરંતુ, આ પીણાનુ સેવન વધી ના જાય તેની વિશેષ કાળજી લેવી, નહીતર તે તમારા સ્વાસ્થ્યને લાભ પહોંચાડવાની જગ્યાએ નુકશાન પહોંચાડી શકે છે.

image source

તો ચાલો હવે તમને પીણાના સેવનથી થતા લાભો વિશે જણાવીએ. આ પીણામા ઉપયોગમા લેવામા આવતો અજમો એ ગેસની સમસ્યાને દૂર કરે છે અને તમારા પાચનને મજ્બુત બનાવે છે. આ ઉપરાંત તેમા સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ એ તમારા શરીરમાથી ઝેર બહાર કાઢીને તમારો વજન ઘટાડવામા સહાયરૂપ સાબિત થાય છે.

હવે જો વાત કરીએ આ પીણુ તૈયાર કરવા માટે ઉપયોગમા લેવામા આવતી બીજી વસ્તુ તુલસીની તો તે આપણા શરીર માટે એક પ્રાકૃતિક ડિટોક્સની જેમ કામ કરે છે. તે આપણા શરીરના તમામ હાનિકારક અને ઝેરીલા પદાર્થોને સાફ કરીને વજન ઘટાડવામા મદદ કરે છે અને આપણા પાચનતંત્ર માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

image source

આ પીણાના નિયમિત સેવનથી તમને પેટ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ સામે રાહત મળશે. આ ઉપરાંત આ પીણાનુ નિયમિત સેવન તમારુ વજન ઘટાડવાની સાથે-સાથે તમારી બોડીને યોગ્ય શેપમા લાવવા માટે પણ ખુબ જ સહાયરૂપ સાબિત થાય છે. તો આજથી તમે પણ આ પીણાનુ સેવન કરો અને તમારા વજનને નિયંત્રણમા રાખો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

Exit mobile version