જો તમારા ખાતામાં પણ ન જમા થતી હોય સબસીડી તો ચેક કરો આ વાત

ભારતમાં એલપીજી ગેસ પર સરકાર સબસીડી આપે છે જેથી ગેસની વધતી કિંમતો વચ્ચે લોકોને થોડી રાહત રહે. લોકો પર વધારે ભારણ ન વધે તે માટે એલપીજી ગેસ સબસીડી ફાળવે છે. જો કે ગેસ સબસીડી અલગ અલગ રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે પરંતુ સબસીડી વિનાના ગેસ સિલિન્ડર અને સબસીડીવાળા ગેસ સિલિન્ડર વચ્ચે 150 રૂપિયાથી વધુનો ફરક હોય છે. તેથી જ મોટાપ્રમાણમાં લોકો પણ સબસીડીનો લાભ લેવા ઈચ્છતા હોય છે.

image source

સરકાર એલપીજી સબસીડી ઈન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસ પર આપે છે જેથી દરેક ઘરમાં ગેસ કનેકશન પહોંચે અને લોકોને વધુ લાભ થાય. સરકારે એલપીજીની તમામ સર્વિસને પણ ઓનલાઈન કરી દીધી છે. એટલે કે હવે એલપીજી ગેસ બુક કરવાથી લઈ અન્ય તમામ કામ ઓનલાઈન થાય અને સબસીડી પણ તમારા ખાતામાં ઓનલાઈન જ જમા થઈ જાય.

image source

જો કે ઓનલાઈન નોંધણી થઈ ચુકી હોવા છતાં ઘણા લોકોના ખાતામાં સબસીડી જમા થતી નથી. આમ થવાનું મુખ્ય કારણ હોય છે એક ભુલ. આ ભુલ છે આધાર કાર્ડને એલપીજી કનેકશન સાથે લિંક ન કરવું. જો આ કામ તમે કર્યું નહીં હોય તો તમારા ખાતામાં સબસીડી જમા થશે નહીં.

image source

જો તમને સબસીડી ન મળી હોય તો સૌથી પહેલા તો તમારા ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો. અથવા તો તમે 1800 233 3555 ટોલ ફ્રી નંબર પર કોલ કરી શકો છો. અહીં તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો. આ સિવાય તમે ઓનલાઈન કેવી રીતે પ્રોસેસ કરી શકો છો તે જાણવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.

સૌથી પહેલા ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ https://cx.indianoil.in/ પર જવું. અહીં તમને સબસીડી સ્ટેટસ વિકલ્પ જોવા મળશે અને સાથે જ હશે પ્રોસીડ વિકલ્પ. તેના પર ક્લિક કરવું. ત્યારપછી સબસીડી રિલેટેડ નામના વિકલ્પ પર ક્લિક કરો. ત્યારપછી સબસીડી નોટ રિસીવ્ડ પર ક્લિક કરો. આ સ્ટેપ પર તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને એલપીજી આઈડી તેમાં સબમીટ કરવા પડશે. ત્યારબાદ વેરિફાયનો વિકલ્પ પ્રેસ કરો. અહીં તમને સંપૂર્ણ માહિતી જોવા મળશે.

image source

માહિતી બરાબર જોયા પછી તમને સબસીડી નથી મળી તો ફીડબેક પર ક્લિક કરો. અહીં તમે સબસીડી ન મળી હોવાની ફરિયાદ નોંધો. આ ઉપરાંત જો તમે આધાર કાર્ડ લિંક કર્યું નથી તો ડિસ્ટ્રિબ્યુટર પાસે જવું અને આ કામ તુરંત કરી લેવું. આ કામમાં પેટીએમ તમને લાભ પણ કરાવી શકે છે. જો તમે પહેલીવાર સિલિન્ડર બુક અહીંથી કરાવો છો તો તમને 100 રૂપિયા કેશબેકનો લાભ પણ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!