એક્ઝામનું રીઝલ્ટ સારું આવે તેમ ઈચ્છો છો તો આ વાસ્તુ ટિપ્સનું રાખી લો ધ્યાન

આવનારા મહિનામાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ આવી રહી છે આ સમયે જો તમે પરીક્ષામાં સારા માર્ક્સ લાવવાના છો તો વિદ્યાર્થીઓ તેની તૈયારીમાં જોડાઈ રહ્યા છે. પરીક્ષામાં સારું પરિણામ લાવવા માટે વાસ્તુ અને જ્યોતિષના આ ઉપાયો અસરકારક બની શકે છે.

image source

પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામની ઈચ્છા દરેકને હોય છે. વાસ્તુ અનુસાર પૂર્વ અને ઉત્તર દિશામાં મોઢું રાખીને ભણવાનું ઉત્તમ માનવામાં આવે છે. દિવાલને અડાવીને ખુરશી કે ટેબવ ન રાખો. સામેની તરફ વઘારે ખુલ્લી જગ્યા આવશ્યક છે. તેનાથી સફળતા અભ્યાસ કરતી સમયે વિષયને ઝડપથી ગ્રણ કરવામાં મદદ કરે છે. ટેબલને ભણતી સમયે બુક્સથી ભરીને ન રાખો. અસ્ત વ્યસ્ત ટેબલ પર પડેલી બુક્સને જોઈને ભણવાનું મન ન થાય તેવું પણ શક્ય બને છે.

image source

બુક્સને શેલ્ફમાં રાખો, તેને કવર લગાવો. શક્ય હોય તો એવા શેલ્ફ બનાવો જેમાં બુક્સને સારી રીતે જોઈ શકાય. શેલ્ફ ખોલતાં તે દેખાય તેવી રીતે રાખો. અનેક ખુલ્લી બુક્સના કારણે માથાની ઉર્જા પ્રભાવિત થાય છે. અધ્યયન કક્ષમાં પ્રકાશની વ્યવસ્થાનું સંતુલન રાખો. વધારે પ્રકાશ સ્મરણ શક્તિને મદદ કરતો નથી. ઓછી રોશનામાં ભણવાથી મગજને વધારે જોર પડે છે. માટે સહજ પ્રકાશની વ્યવસ્થા રાખો.

image source

બિનજરૂરી વસ્તુઓને તમારાથી દૂર રાખો. બાળકોના અભ્યાસના રૂમમાં મિરર કે બિન જરૂરી સામાન કે પછી ભારે સામાન ન રાખો. રૂમ ફ્રી અને હળવું વાતાવરણ આપે તેવો સજાવો. વિદ્યાર્થીઓના રૂમમાં જેટલો સામાન ઓછો તેટલું સારું રહે છે. ડબલ બેડ જેવા પલંગ વિદ્યાર્થી પોતાના રૂમમાં ન રાખે, સૂતા સમયે માથું પૂર્વ દિશામાં રાખવાથી લાભ થાય છે.

image source

બાળકો માટે વાંચવાનો ઉત્તમ સમય બ્રહ્મ મૂહૂર્તનો હોય છે. જલ્દી ઉઠીને સૂર્યોદય પહેલાં કરાયેલો અભ્યાસ લાંબા સમય સુધી મગજમાં રહે છે. સતત વાંચવાનું કામ ન કરો. વૈજ્ઞાનિક રીતે 40 મિનિટના અભ્યાસનું એક સેશન નક્કી કરો. ત્યારબાદ 10 મિનિટનો બ્રેક લો તે જરૂરી છે.

image source

તો હવેથી તમે પણ આ વાસ્તુ ટિપ્સનું ધ્યાન રાખો અને તમારા અભ્યાસનો રૂમ, ટેબલ, બુક્સ અને સાથે જ ટાઈમ ટેબલનું પ્લાનિંગ કરો. આ સાથે દિશા અને સમયનું પણ ખાસ ધ્યાન રાખો. તેનાથી તમે ઓછી મહેનતે સારું પરિણામ મેળવી શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ