દુકાન તેમજ ઓફીસ ની આવક ને વધારવા આજે જ રાખી દો આ વસ્તુઓ, થશે બમણી આવક…

મિત્રો, વર્તમાન સમયમા કોઈપણ વ્યક્તિ નોકરી કરવા ઇચ્છતુ નથી, દરેક વ્યક્તિ પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરવાની ઈચ્છા ધરાવે છે કારણકે, તેમા વ્યક્તિને કોઈના તાબા હેઠળ નથી રહેવુ પડતુ, તે પોતાના પરિશ્રમ મુજબ સ્વતંત્ર આવક મેળવી શકે છે. જો કે ઘણીવાર સ્થિતિ એટલી ગંભીર પણ બનતી હોય છે જેથી, તમારો ધંધો ચાલતો નથી.

image source

શાસ્ત્રો મુજબ વ્યવસાયમા મળતી અસફળતા માટે ત્યાની આસપાસની નકારાત્મક ઉર્જા જવાબદાર હોય શકે છે. જો તમે આ નકારાત્મક ઉર્જાને દૂર કરીને તમારી આસપાસ સકારાત્મક ઉર્જા નુ વાહન થાય તેવુ ઈચ્છતા હોવ તો આજે અમે તમારા માટે અમુક વિશેષ ઉપાયો લાવ્યા છીએ, જે તમારી આસપાસ સકારાત્મક ઉર્જાનુ નિર્માણ કરશે અને સાથે જ તમારા વ્યવસાયમા પણ વૃદ્ધિ લાવશે તો ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

અશ્વનાળ :

image source

તમારી દુકાન અથવા ઓફિસની દક્ષિણ દિશામા અશ્વનાળ મૂકો. આ નાળ લગાવવા માટે તમારે એક વિશેષ ધાર્મિક વિધિનુ પાલન કરવું પડશે. પહેલા તો તમે બે અશ્વનાળ ની ખરીદી કરો. ત્યારબાદ શનિવારના રોજ શનિ મંદિરે જઈને બંને અશ્વનાળ પ્રભુના ચરણમા અર્પણ કરો.

ત્યારબાદ પ્રભુ ની પ્રતિમા સમક્ષ દીવડા પ્રગટાવી બંને હાથ જોડી આંખો બંધ કરીને પ્રભુને તમારી સમસ્યાઓ જણાવો અને ત્યારબાદ આ બંને નાળ તમારી ઓફીસ કે દુકાનમા લગાવો તો તમારા ઓફીસ અને દુકાન પરની કુદ્રષ્ટિ દૂર થાય છે અને તમને વ્યવસાય ક્ષેત્રે સફળતા મળે છે.

મોરપંખ :

image source

હિંદુ ધર્મમા મોરપંખનુ વિશેષ મહત્વ જણાવવામા આવ્યુ છે. પ્રભુ શ્રી કૃષ્ણ તેમના તાજ પર મોરપંખ ધારણ કરે છે. એવુ કહેવામા આવે છે કે, આ મોરપંખમા પુષ્કળ માત્રમા હકારાત્મક ઉર્જા હોય છે. તેથી જો તમે તેને તમારા વ્યવસાય સ્થાન પર લગાવો છો તો ત્યાંની બધી જ નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આસપાસ નુ વાતવરણ પણ સકારાત્મક બને છે.

આ સિવાય જો તમે આ મોરપંખ ની ડાબી અને જમણી બાજુ લાભ અને સુભ લખીને ત્યારબાદ તેને તમારી ઓફીસ કે દુકાનમા રાખો છો તો તમારા જીવનના તમામ દુ:ખ-દર્દ દૂર થઇ જાય છે અને તમારી આર્થિક સ્થિતિ પણ પ્રબળ બને છે.

પ્રભુ શ્રી ગણેશની પ્રતિમા :

image source

પ્રભુ શ્રી ગણેશ ને આપણા હિંદુ ધર્મમા ભાગ્યવિધાતા તરીકે પણ ઓળખવામા આવે છે. એવુ કહેવામા આવે છે કે, પ્રભુ શ્રી ગણેશ એ લોકોના ભાવિ ને પોલિશ કરવામાં પારંગત છે. તેથી જો તમે તેને તમારા વ્યવસાય સ્થળે રાખો છો તો તમારા વ્યવસાયમા દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી આવક થાય છે. આ સાથે જ દરેક શુભ કાર્ય કરતા પહેલા પ્રભુ શ્રી ગણેશજી ની પૂજા અને તેમનો પાઠ કરવામા આવે તો આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થઇ જાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ