WhatsApp પર તાત્કાલિક ડિલીટ કરવામાં આવેલા મેસેજને વાંચી શકાય છે આ ટ્રિકથી, શું તમે જાણો છો આ વિશે?

મિત્રો, આ સમગ્ર વિશ્વમા વોટ્સએપનો ઉપયોગ કરનાર કરોડો વપરાશકર્તાઓ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેના વપરાશકર્તાઓની જરૂરિયાતો અને સુવિધાઓ માટે અવારનવાર નવા-નવા ફીચર લઈને આવતા રહે છે. વર્ષ ૨૦૨૦મા વોટ્સએપ એપ્લીકેશને અનેકવિધ ફીચર્સનો સમાવેશ કર્યો છે.

image source

આ વોટ્સએપમા એક ખુબ જ વિશેષ ફીચર સમાવિષ્ટ છે ડીલીટ ફોર એવરીવન. આ ફીચરની મદદથી તમે સામેવાળા વ્યક્તિને મોકલેલા સંદેશ અથવા તો ફોટાને ડીલીટ કરી શકો છો. જોકે, અમુક લોકો આ ફીચરનો ગેરફાયદો પણ ઉઠાવી રહ્યા છે. ઘણીવાર આ ફીચારના કારણે ભૂલમા આપણા મહત્વના મેસેજ પણ ડીલીટ થઇ જાય છે પરંતુ, હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી આજે આ લેખમા અમે તમને એક એવી ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેને અજમાવીને તમે સરળતાથી ડીલીટ કરેલો મેસેજ ફરીથી વાંચી શકો છો. તો ચાલો જાણીએ કઈ છે આ ટ્રીક?

image source

આજે અમે તમને એક એવી ટ્રિક વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેની મદદથી તમે ડિલીટ થયેલા મેસેજને સરળતાથી વાંચી શકો છો. જોકે, તમારે આ માટે થર્ડ પાર્ટી એપની મદદ લેવાની જરૂર છે. તમે તમારા જોખમે આ યુક્તિ અજમાવી શકો છો. આ યુક્તિ ફક્ત એન્ડ્રોઇડ વપરાશકર્તાઓ માટે જ છે.

image source

આ માટે સૌથી પહેલા તમારે તમારા ગૂગલ પ્લે સ્ટોર પર જઈને વોટ્સ રીમૂવ્ડ પ્લસ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ હવે તમારે એપ્લિકેશનના સેટિંગ્સ પર જઈને આવશ્યક પરમીશન આપવી પડશે. હવે ફરીથી આ એપ્લિકેશન પર જાઓ અને એ એપ્લિકેશન્સને પસંદ કરો જેની નોટીફીકેશન તમે સેવ કરવા ઈચ્છો છો.

image source

જો તમે વોટ્સએપની નોટીફીકેશનને સેવ કરવા ઈચ્છો છો તો વોટ્સએપ એપ્લીકેશનને સિલેક્ટ કરો. ત્યારબાદ નેક્સ્ટ વિકલ્પ પર ક્લિક કરો અને નવી સ્ક્રીન પર યસ પર ટેપ કરો અને સેવ ફાઇલ માટે પરમિશન આપો. હવે તમે આ એપ્લિકેશનની મદદથી વોટ્સએપનો ઉપયોગ કરી શકો છો. હવે તમને આ એપમા વોટ્સએપમા ડિલીટ કરવામા આવેલા બધા જ મેસેજ જોવા મળી શકે.

image source

જો તમને ખ્યાલ ના હોય તો અમે તમને જણાવી દઈએ કે, વોટ્સએપની તરફથી એવુ કોઈ ફીચર આપવામા આવ્યુ નથી કે, જેથી તમે ડિલીટ કરેલા મેસેજ વાંચી શકો. જો તમે આ ફીચરનો ઉપયોગ કરવા માંગો છો તો તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. અમે ફરી એકવાર તમને કહી રહ્યા છીએ કે અમે કોઈ થર્ડ પાર્ટી એપની બાંયધરી આપતા નથી. તેથી તમે તેનો ઉપયોગ તમારા જોખમે કરો છો. આ એપ્લીકેશન થર્ડ પાર્ટીની હોવાના કારણે તેમા સુરક્ષાની કોઈ જવાબદારી રહેતી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!