જો વારંવાર બીમારી જકડી લે છે તમારા શરીરને, તો નિયમિત કરો ગરમ પાણી સાથે લવિંગનુ સેવન અને જુઓ ફરક…

મિત્રો, પ્રવર્તમાન સમયમા યોગ્ય જીવનશૈલીના અભાવને કારણે લોકો એકાએક બીમારીઓ નો શિકાર બની જાય છે. આ બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે લોકો અનેકવિધ પ્રકારના ઉપાયો કરે છે જેમકે, અંગ્રેજી દવાઓનુ સેવન કરે છે , જે તમારા સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર કરે છે. આજે આ લેખમા અમે તમને તમારા શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા માટેના અમુક એવા અસરકારક ઘરગથ્થુ નુસખા વિશે જણાવીશુ જેના વિશે જાણીને તમે પણ થોડીવાર માટે આશ્ચર્યમા મુકાઈ જશો.

image source

દરેક વ્યક્તિના રસોઈઘરમા લવિગ સરળતાથી મળી રહે છે. તે ભોજનનો સ્વાદ વધારવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, તેમા સમાવિષ્ટ અમુક ઔષધીય ગુણતત્વો તમારા શરીરને નીરોગી બનાવવા માટે પણ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

image source

જો તે રાત્રે સુતા પહેલા રસોઈઘરમા હાજર લવિંગ નુ સેવન કરો તો સવારે ઉઠ્યા પછી તમને એક અલગ જ પ્રકારની તાજગીનો અનુભવ થશે અને તમારા પેટની પણ યોગ્ય રીતે સાફ-સફાઈ થઈ જશે. તેમા પ્રતિરક્ષા બૂસ્ટર ના અનેકવિધ ઘટકો સમાવિષ્ટ હોય છે. જે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવવામા સહાયરૂપ સાબિત થાય છે. તેના નિયમિત સેવનથી આપણા શરીરને અનેકવિધ પ્રકારના લાભ પહોંચે છે, તો ચાલી જાણીએ આ વિશે.

ફી રેડિકલ્સ ની સમસ્યામાંથી મુક્તિ મળે :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓકિસડન્ટ સમાવિષ્ટ હોય છે, જે તમને ફ્રી રેડીકાલ્સની સમસ્યાથી રાહત આપે છે અને ખાસ કરીને તમારા યકૃત ને પણ સુરક્ષિત રાખે છે. તેના અર્કમા હેપેટો-રક્ષણાત્મક ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે અનેકવિધ બીમારીઓની આડઅસરો સામે લડવામા વિશેષ સહાયરૂપ સાબિત થાય છે.જો તમે નિયમિત સવારે ભૂખ્યા પેટે બે લવિંગ નુ ગરમ પાણી સાથે સેવન કરશો તો તમારુ શરીર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

રોગપ્રતિકારક શક્તિ મજબુત બને :

image source

ઋતુમા આવતા એકાએક પરિવર્તનના કારણે અનેકવિધ પ્રકારના લોકોને વારંવાર શરદી અથવા તાવ જેવી સમસ્યાઓ થતી હોય છે, જેના કારણે તેમની રોગપ્રતિકારક શક્તિમા ઘટાડો થઈ શકે છે. આ વસ્તુનુ નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબુત બની શકે છે કારણકે, તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સીડન્ટ ગુણધર્મો સમાવિષ્ટ હોય છે, જે તમને ચેપ અને બેક્ટેરિયાના વિકાસને અટકાવવામા મદદગાર સાબિત થાય છે.

સોજાની સમસ્યાથી રાહત મળે :

image source

આ વસ્તુમા પુષ્કળ માત્રામા બળતરા વિરોધી ગુણતત્વો સમાવિષ્ટ હોય છે. જો તમને ગળા અને પેઢુમા સોજો હોય અને તમને બળતરા થઇ રહી હોય તો આ વસ્તુનુ નિયમિત સેવન તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ સિવાય દાંતના દુ:ખાવામા લવિંગ ઓઈલ લગાવવાથી ઘણી રાહત મળી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત