વજન વધવા પાછળ આ 7 કારણો છે મુખ્યત્વે જવાબદાર, જાણો અને બદલો તમારી આ આદતોને

મિત્રો, ઘણીવાર આપણે મોટાપા માટે આપણી ખાણીપીણીની આદતને જવાબદાર માનતા હોઈએ છીએ પરંતુ, શું ફક્ત તમે ખાણીપીણીની કારણે જ લોકો મોટાપાનો શિકાર બને છે. આ સમયે કેલરી ઘટાડવા અને વ્યાયામ કરવા પછી પણ તમારા વજનમા ઘટાડો નથી થઈ રહ્યો તો તેના અનેકવિધ કારણો જવાબદાર હોય શકે છે, તો ચાલો આ કારણો વિશે માહિતી મેળવીએ.

હાઈપોથાયરાડિઝમની સમસ્યા :

image source

જો તમારો થાઈરોઈડ આવશ્યક માત્રામા થાઈરાઈડ હોર્મોન નથી બનાવી રહ્યુ તો તેના કારણે તમને થાક, નબળાઈ, ઠંડી લાગવી અને વજન વધવા જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત આવશ્યક માત્રામા થાઈરોઈડ હોર્મોન વિના મેટાબોલીઝમ નબળુ પડી જાય છે અને તેના કારણે તમારુ વજન પણ એકાએક વધવા લાગે છે.

માસિકની સમસ્યા :

image source

ઘણી સ્ત્રીઓનુ વજન એ માસિકના સમય દરમિયાન વધી જતુ હોય છે પરંતુ, તેનુ કારણ ફક્ત હોર્મોન જ નથી. ઉંમર વધવાની સાથે-સાથે મેટાબોલીઝમ પણ નબળુ પડી જાય છે અને તેના કારણે શરીરમા યોગ્ય માત્રામા કેલરી બર્ન થતી નથી. આ સમસ્યાના કારણે થાઈસ અને પગની સાપેક્ષે કમરની આજુબાજુ પણ વધુ ચરબી જમા થાય છે.

અનિન્દ્રાની સમસ્યા :

image source

ઊંઘ એ યોગ્ય રીતે પૂર્ણ ના થવાના ફક્ત બે જ કારણો જવાબદાર છે. એક તો તમે મોડી રાત સુધી જાગીને કોઈને કોઈ વસ્તુનુ સેવન કર્યા રાખો છો, જેના કારણે તમારા શરીરમા કેલરીનુ પ્રમાણ વધી જાય છે. આ સિવાય અન્ય કારણ એ છે કે, ઊંઘ યોગ્ય રીતે પૂર્ણ ના થવાને કારણે હોર્મોનનુ સ્તર બગડી જાય છે અને તેના કારણે આપણે મોટાપાની સમસ્યાથી પણ પીડાય છે.

તણાવની સમસ્યા :

image source

વધારે પડતો તણાવ લેવાથી આપણા શરીરમા કોર્ટીસોલ નામનો હોર્મોન બને છે, જે તમારી ભૂખનુ પ્રમાણ વધારે છે. વધારે પડતુ તણાવમા હોવાથી આપણો મૂડ ખરાબ થઇ જાય છે અને તેના કારણે આપણે ઘણીવાર વધારે પડતી કેલરીવાળી વસ્તુઓનુ સેવન પણ કરતા હોઈએ છીએ અને તેનાથી આપણા શરીરને આરામ મળે અને આપણો મૂડ સારો થાય છે અને આપણુ વજન પણ વધવા લાગે છે.

એન્ટી-ડિપ્રેશન્ટ મેડીસીન :

image source

અમુક એન્ટી-ડિપ્રેશન મેડીસીનની આડઅસરોના કારણે આપણુ વજન વધવા લાગે છે. જો તમને પણ એવુ લાગી રહ્યુ હોય કે, આવા પ્રકારની કોઈ દવાઓનુ સેવન કરવાથી તમારા વજનમા વધારો થઇ રહ્યો છે, તો તમારા ડોક્ટરને તેની માહિતી અવશ્ય આપવી જોઈએ પરંતુ, જાતમેળે ક્યારેય પણ આ દવાઓ લેવાની બંધ કરવી જોઈએ નહી.

પોલીસીસ્ટીક ઓવરી સિન્ડ્રોમની સમસ્યા :

આ સમસ્યા એ સ્ત્રીઓની એક સામાન્ય હોર્મોનલ સમસ્યા છે. આ સમસ્યામા સ્ત્રીઓના શરીરમા નાના-નાના સિસ્ટ બની જતા હોય છે. તેને કારણે તમારા માસિક અનિયમીત બની જાય છે અને મોઢા પર ખીલની સમસ્યા થવા લાગે છે, આ કારણોસર પેટની આસપાસ ચરબીના થર પણ જામવા લાગે છે.

સ્મોકિંગની આદત :

image source

સ્મોકિંગની આદત એ સ્વાસ્થ્ય માટે ખુબ જ નુકશાનકારક સાબિત થાય છે, જો તમે એકાએક આ આદતને છોડી દો તો તમારુ વજન વધવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત