શિયાળાના દિવસોમાં શુષ્ક ત્વચા અને ભેજના અભાવના કારણે હાથમાં ખંજવાળની સમસ્યા થઈ શકે છે, આ 5 હેન્ડ ક્રિમનો ઉપયોગ કરો

શિયાળામાં હાથની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. તમે શુષ્ક હાથ માટે હેન્ડ ક્રીમનો ઉપયોગ કરો છો, પરંતુ જે હેન્ડ ક્રીમ બજારમાં જોવા મળે છે તે મોંઘી અને કેમિકલયુક્ત હોય છે. આ ક્રિમ લગાવવાથી તમારી ત્વચા પર કેટલીક વાર આડઅસર થઈ શકે છે.

image source

આજે અમે તમને જણાવીશું કે આ પ્રકારની સમસ્યાઓથી બચવા માટે ઘરે 5 પ્રકારની હેન્ડ ક્રિમ કેવી રીતે બનાવવી. આ હેન્ડ ક્રીમ તમારા હાથને નરમ તો કરશે જ, સાથે આ ઘરેલુ હોવાના કારણે તમારી ત્વચા પર કોઈ આડઅસર પણ નહીં કરે. તો ચાલો જાણીએ ઘરેલુ હેન્ડ ક્રીમ બનાવવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ.

1 ચણાના લોટની ક્રીમ –

image source

તમે ઘણી વાર ચણાના લોટથી ફેસ પેક બનાવ્યું હશે, પરંતુ આજે અમે તમને ચણાના લોટથી હેન્ડ ક્રીમ બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. ચણાનો લોટ ત્વચાને સાફ કરે છે. જો તમારા હાથ પર ડાઘ છે, તો પછી ચણાની લોટની ક્રીમ લગાવવાથી પણ તે ડાઘ દૂર થાય છે. તે જ સમયે, જો તીવ્ર સૂર્ય પ્રકાશના કારણે તમારી ત્વચાનો રંગ કાળો થાય છે, તો ચણાના લોટથી બનેલી હેન્ડ ક્રીમ લગાવો. આ ક્રીમ થોડા સમય લગાવવાથી તમારા હાથનો રંગ સ્પષ્ટ થવા લાગશે. તમારી ત્વચા તૈલીય હોય તો પણ તમારે ચણાના લોટનો ઉપયોગ કરવો જોઈએ. આનાથી ત્વચાનું તેલ દૂર થાય છે. ચણાના લોટમાં ઝીંક હોય છે, તે સોજા પણ દૂર કરે છે.

ચણાના લોટથી હેન્ડ ક્રીમ કેવી રીતે બનાવવી

image source

ચણાનો લોટ હેન્ડ ક્રીમ બનાવવા માટે, બદામના તેલમાં ચણાના લોટ મિક્સ કરો. આ મિશ્રણમાં ગુલાબજળ ઉમેરો. ગેસ પર વેક્સ ઓગાળીને આ મિક્ષણ તેમાં ઉમેરો. તમારી હેન્ડ ક્રીમ તૈયાર છે. જો તમે આ ક્રીમમાં વેક્સ ઉમેરવા નથી માંગતા, તો તમે નાળિયેર તેલ અને ટી ટ્રાઇ ઓઈલના થોડા ટીપા ઉમેરીને પણ તે ક્રીમ બનાવી શકો છો. શિયાળાના દિવસોમાં, નાળિયેર તેલ થીજી જાય છે અને તેથી આ ક્રીમ જાડા સ્વરૂપમાં દેખાવાનું શરૂ કરશે.

2 પપૈયાની હેન્ડ ક્રીમ

image source

પપૈયા શરીરની સુંદરતા જાળવવા માટે જાણીતા છે. જો તમે તેનાથી બનાવેલી હેન્ડ ક્રીમ લગાવો છો તો ત્વચા ગ્લોઇંગ થવા લાગશે. પપૈયામાં પેપિન નામનું તત્વ હોય છે. આ તમારા હાથને નરમ રાખશે અને ત્વચાની ચમક વધારશે. પપૈયામાં વિટામિન એ, સી, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે, જે તમારી ત્વચા માટે ખૂબ સારા માનવામાં આવે છે. જો તમને તમારી ત્વચામાં કોઈપણ પ્રકારનો ચેપ લાગે છે, તો પપૈયાથી બનેલી હેન્ડ ક્રીમ લગાવવાથી ત્વચા તંદુરસ્ત બનશે. પપૈયા તમારી ત્વચામાં ભેજનું નિર્માણ કરશે, જેથી હાથ નરમ રહેશે. જો તમારા હાથમાં ટેનિંગ હોય તો પપૈયાના ઉપયોગથી તે પણ દૂર થઈ જશે. હાથની ત્વચાની સુંદરતા વધારવા માટે પપૈયા શ્રેષ્ઠ છે.

હેન્ડ ક્રીમ કેવી રીતે બનાવવી

પપૈયાની હેન્ડ ક્રીમ બનાવવા માટે પપૈયાનો માવો બાઉલમાં કાઢી લો. તેમાં ગ્લિસરિન અને ગુલાબજળ ઉમેરો. ત્યારબાદ આ પેસ્ટ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને બરાબર હલાવો. હવે ગેસ પર વેક્સ ગરમ કરો અને તેમાં આ મિશ્રણમાં ઉમેરો. તમારી હેન્ડ ક્રીમ તૈયાર છે. તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.

3 ચંદન હેન્ડ ક્રીમ

image source

પ્રાચીન કાળથી ચંદનનો ઉપયોગ ત્વચા માટે કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે ચંદનના લાકડાંથી હેન્ડ ક્રીમ કેવી રીતે બનાવવી. ચંદનનાં ઘણાં ફાયદા છે જે તમારા હાથ પર લગાવ્યા પછી તમને ખ્યાલ આવશે. ચંદન ત્વચા પર વૃદ્ધત્વના નિશાનો આવતા અટકાવવાનું કામ કરે છે. તેનાથી બનેલી ક્રીમ લગાવવાથી હાથમાં બનેલી ફાઇન લાઈનોનો અંત આવશે. ચંદન લાકડાની હેન્ડ ક્રીમ લગાવવાથી તમારા હાથ વધુ સફેદ દેખાશે. ચંદનનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે, તેથી તેનો ઉપયોગ કરવાથી ખરજવું અને સિરોસિસ જેવા ત્વચાના રોગો નહીં થાય. તૈલીય ત્વચા માટે ચંદન સારું છે.

હેન્ડ ક્રીમ કેવી રીતે બનાવવી

ચંદનની હેન્ડ ક્રીમ બનાવવા માટે ચંદનના પાવડરમાં મધ મેળવીને લીંબુના રસ સાથે મિક્સ કરો. આ મિશ્રણમાં ગ્લિસરિન ઉમેરો. ગેસ પર પેન મૂકીને વેક્સ ગરમ કરો, ત્યારબાદ આ મિક્ષણ તેમાં ઉમેરો અને કન્ટેનરમાં મિશ્રણ સ્ટોર કરો. ધ્યાનમાં રાખો કે માત્ર 1 થી 2 ટીપાં મધ અને લીંબુનો રસ મિક્ષસ કરો, જો મધ અને લીંબુ વધુ ઉમેરશો તો ક્રીમ ચીકણી થઈ જશે. આ હેન્ડ ક્રીમમાં તમે બદામ પાવડર પણ ઉમેરી શકો છો.

4 દહીંની હેન્ડ ક્રીમ

image source

દહીં આપણી ત્વચાને નરમ બનાવે છે. એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે દહીં ત્વચાની દરેક સમસ્યા માટે ફાયદાકારક છે. ત્વચા પર દહીં લગાવવાથી કોઈપણ નિશાન અને કાળા ડાઘ દૂર થાય છે. જો તમારા હાથ પર કોઈ નિશાન છે, તો દહીથી બનેલી હેન્ડ ક્રીમ લગાવો. જો તમારી ત્વચા ખૂબ શુષ્ક છે, તો તે પાણીના અભાવને કારણે હોઈ શકે છે. દહીં લગાવવાથી ત્વચા હાઇડ્રેટ રહે છે. દહીંથી બનેલી ક્રીમ લગાવવાથી તમારી ત્વચા સાફ થશે અને હાથ ગ્લોઈંગ બનશે. તેમાં હાજર પ્રોટીન ત્વચાના રંગમાં વધારો કરે છે. તમારા હાથની ત્વચા માટે આ શ્રેષ્ઠ હેન્ડ ક્રીમ છે.

હેન્ડ ક્રીમ કેવી રીતે બનાવવી

દહીંની હેન્ડ ક્રીમ બનાવવા માટે, દહીને ખૂબ સારી રીતે હલાવી લો. જ્યાં સુધી દહીં જાડું ના થાય ત્યાં સુધી તેને હલાવો. હવે દહીંમાં લીંબુનો રસ અને ગ્લિસરિન મિક્સ કરો. મિશ્રણને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો. તમારે દહીંની હેન્ડ ક્રીમ 1-2 દિવસના સમયમાં તૈયાર કરવી જોઈએ, કારણ કે તે ફક્ત તાજી લગાવાથી જ યોગ્ય કામ કરશે. જો તમે ઇચ્છો તો તમે તેમાં એલોવેરા જેલ પણ ઉમેરી શકો છો.

5 નાળિયેર હેન્ડ ક્રીમ

image source

આપણે બધા જાણીએ છીએ કે નાળિયેર તેલ આપણી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે કેટલું મહત્વનું છે. આપણે બધાં નાળિયેર તેલનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય નાળિયેરથી બનેલી ક્રીમ લગાવી છે ? જો નહીં, તો આજે અહીં નારિયેળ તેલથી હેન્ડક્રીમ કેવી રીતે બનાવવી તે જાણો. તેનાથી ત્વચામાં ભેજ રહેશે. શુષ્ક ત્વચા માટે આ ક્રીમ યોગ્ય છે. શિયાળામાં, આપણી ત્વચા ખૂબ જ શુષ્ક બની જાય છે, આવી સ્થિતિમાં તમારે નાળિયેરથી બનેલી આ હેન્ડ ક્રીમ ચોક્કસપણે લગાવવી જોઈએ. આ ક્રીમ લગાવવાથી તમારા હાથ નરમ થઈ જશે અને તમારા હાથમાં ચમક આવશે. નાળિયેર તેલથી બનેલી આ હેન્ડ ક્રીમનો ઉપયોગ કરવાથી તમારી ત્વચામાં કોઈપણ પ્રકારનો ચેપ લાગશે નહીં. નાળિયેર તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે જે ચેપનું જોખમ અટકાવે છે.

હેન્ડ ક્રીમ કેવી રીતે બનાવવી

નાળિયેર તેલની હેન્ડ ક્રીમ બનાવવા માટે સૌથી પેહલા નાળિયેરનો માવો કાઢી તેની પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટમાં એલોવેરા જેલ, વિટામિન ઇ તેલ ઉમેરીને મિક્સ કરો. ગેસ પર એક પેન મૂકો, તેમાં વેક્સ, બદામ તેલ અને પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. જો તમે

ઇચ્છો તો તમે તેમાં ગુલાબજળ ઉમેરી શકો છો. હવે તેને ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરો. રાત્રે આ ક્રીમ લગાવો અને સૂઈ જાઓ, સવારે તમને તમારા હાથ નરમ લાગશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત