ઠંડા પગ માટે આ ઉપાયો છે અસરદાર, આજે જ કરી લો ટ્રાય

પગનું ઠંડુ રહેવું એ એક સામાન્ય સમસ્યા છે. તેનું કારણ હોઈ શકે છે કે તમારા પગ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સીજન પહોંચી શકતો નથી અને સાથે જ તમારા પગ સુધી લોહીનું પરિભ્રમણ સારી રીતે થઈ શકતું નથી.

image source

અનેક લોકોના પગ હંમેશા ઠંડા રહે છે. પણ પછી તમે તેને લાંબા સમય સુધી ઢાંકીને રાખો છો. પગના ઠંડા રહેવું એ એક સામાન્ય સમસ્યા છે. તેનું મુખ્ય કારણ હોઈ શકે છે કે તમારા પગ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સીજન પહોંચતો નથી અને સાથે જ લોહીનું પરિભ્રમણ પણ સારું રહેતું નથી. જો કે અનેકવાર બ્લડ સર્ક્યુલેશન સારું થતાં જ આ સમસ્યા દૂર થાય છે. પરંતુ જો તમે કેટલાક ઘરેલૂ ઉપાયો અજમાવી લો છો તો તમે તમારા પગમાં રક્ત સંચાર વધારી શકો છો અને તેને ગરમ રાખી શકો છો.

હૂંફાળા તેલથી કરો મસાજ

image source

તમારા પગ સતત ઠંડા રહે છે તો તમે તેની પર હૂંફાળા તેલની મસાજ કરી શકો છો. રાતે સૂતા પહેલાં મસાજ કરો. તેનાથી તમને ફાયદો થશે. મસાજ માટે જૈતૂનનું તેલ ફાયદો કરે છે. આ સિવાય નારિયેળ અને તલનું તેલ પણ તમને ફાયદો આપી શકે છે.

જળચિકિત્સા પણ આપે છે આરામ

image source

તમારા પગ ઠંડા રહેવાની સમસ્યાને તમે હાઈડ્રોથેરાપી એટલે કે જળચિકિત્સાની મદદથી પણ દૂર કરી શકો છો. આ થેરાપીમાં ઠંડા-ગરમ પાણીનો ઉપયોગ કરાય છે. આ માટે તમે તમારા પગને ઠંડા પાણીમાં થોડો સમય ડુબાડીને રાખો. આ પછી થોડી વાર ગરમ પાણીમાં ડૂબાડીને રાખો, લગભગ 15 મિનિટ સુધી આ પ્રક્રિયા કરો અને પછી પગને સારી રીતે સૂકાવવા દો. પછી મોજા પહેરી લો.

કસરત પણ છે જરૂરી

image source

પગમાં સારું બ્લડ સર્ક્યુલેશનને બનાવી રાખવા માટે પગની કસરત કરો અને સવારે ઘાંસ પર ખુલ્લા પગે ચાલો. તેનાથી પણ તમને ફાયદો થશે. આ સિવાય પોષણ યુક્ત આહાર લો અને સાથે અનેક વાર આયર્નની ખામી થવા પર શરીરના અંહો સુધી ઓકસીજન પહોંચતો નથી અને પગ ઠંડા પડી જાય છે. એવામાં તમે આયર્નયુક્ત ચીજોને ડાયટમાં સામેલ કરો. સીઝનલ ફ્રૂટ અને શાક ખાઓ. આ સિવાય પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી લાભ થશે.

અન્ય શારીરિક સમસ્યાઓ પણ હોઈ શકે છે કારણ

image source

અનેકવાર આહાર શરીર સુધી ન પહોંચવાના કારણે પણ સમસ્યા થઈ શકે છે. આ સિવાય અન્ય કારણોમાં પણ પગ ઠંડા પડી શકે છે. બ્લડ સર્ક્યુલેશન સારું ન થવું, શરીરમાં વિટામીન ડીની ખામી, લો બ્લડ પ્રેશર અને શરીરમાં લોહીની ખામીથી પણ સમસ્યા આવી શકે છે. અનેક વાર પગ ઠંડા થવાના કારણે પણ અન્ય શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. ડાયાબિટિસના રોગમાં પણ આ સમસ્યા રહે છે તો ધ્યાન રાખો અને ડોક્ટરની સલાહ અનુસાર કોઈ પણ ઉપાય કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત