Site icon News Gujarat

આ બેન્કમાં ખાતુ હોય તો ભૂલથી પણ ના કરશો આ ભૂલ, નહિં તો…જાણો બેન્કે કરોડો ગ્રાહકોને શું આપ્યુ એલર્ટ

પંજાબ નેશનલ બેંક (PNB Punjab National Bank) દ્વારા બેંકના ખાતાધારકોને ફિશિંગ કૌભાંડથી સાવધાન રહેવાનું કહી દેવામાં આવ્યું છે. આખા દેશની બેંકો દ્વારા પોતાના ખાતાધારકોને કોઈપણ પ્રકારની બેન્કિંગ છેતરપીંડી વિષે ચેતવી રહી છે. તે પછી એસબીઆઈ બેંક હોય કે પછી પંજાબ નેશનલ બેંક હવે આ બેંક પોતાના ખાતાધારકોને બેન્કિંગ છેતરપીંડી વિષે ચેતવણી જારી કરી દેવામાં આવી છે.

image source

છેલ્લા કેટલાક મહિનાઓના સમયગાળા દરમિયાન બેન્કિંગ છેતરપીંડી થયાના કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં બેંક તરફથી એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. આની પહેલા પણ ભારત સરકાર દ્વારા એડવાઇઝરી જાહેર કરીને સામાન્ય નાગરિક અને સંસ્થાઓને મોટા સાયબર એટેક થવા વિષે સંભાવના વ્યક્ત કરતા ચેતવણી આપવામાં આવી હતી.

image source

પંજાબ નેશનલ બેંકએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર ઘણા બધા પ્રકારની ચેતવણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફિશિંગ કૌભાંડથઈ સાવધાની રાખવાનું કહેતા એક ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. આ ટ્વીટમાં પંજાબ નેશનલ બેંક દ્વારા પોતાના ખાતાધારકોને કહેવામાં આવ્યું છે કે, આપની નાનકડી એવી ભૂલના લીધે આપનું આખુ એકાઉન્ટ ખાલી પણ થઈ શકે છે. અવ પ્રકારની છેતરપીંડીથી બચવા માટે બેંક દ્વારા કેટલીક રીતો પણ જણાવવામાં આવી છે.

આની પહેલા પણ પંજાબ નેશનલ બેંક દ્વારા એલર્ટ જારી કરીને પોતાની બેંકના ખાતાધારકોને નકલી ફોન કોલ વિરુદ્ધ સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. તે સમયે હકીકતમાં કેટલીક વ્યક્તિઓ બેંકના કર્મચારી હોવાનો દાવો કરીને બેંકના ખાતાધારકોને નકલી ફોન કોલ કરીને છેતરી રહ્યા છે. નકલી ફોન કોલ કરનાર વ્યક્તિ ખાતાધારકને તેમનું બેંક એકાઉન્ટ બંધ થઈ જવાનો ભય બતાવીને ખાતાધારક પાસેથી બેંક એકાઉન્ટની માહિતી પ્રાપ્ત કરી લે છે જેના પરિણામ સ્વરૂપ ખાતાધારકને પોતાના બેંક એકાઉન્ટ માંથી પૈસા ગુમાવી દેવા પડે છે. આવી પરિસ્થિતિના સંદર્ભમાં પંજાબ નેશનલ બેંક દ્વારા એકવાર ફરીથી પોતાના ખાતાધારકો માટે એલર્ટ જારી કરીને ચેતવણી આપી દેવામાં આવી છે કે, બેંકના ખાતાધારકોએ કોઈપણ પ્રકારની છેતરપીંડીમાં ફસાય નહી. તે બાબતનું ખાસ ધ્યાન રાખવું.

કેવી રીતે બેન્કિંગ છેતરપીંડીથી બચાવી શકાય છે પોતાના બેંક એકાઉન્ટને?

image source

ખાતાધારકે પોતાના બેંક એકાઉન્ટમાં રહેલ પૈસાને બેન્કિંગ ફ્રોડથી બચાવવા માટે કોઈપણ વ્યક્તિની સાથે OTP, PIN, CVV, UPI PIN શેર કરવા જોઈએ નહી. તેમજ જો આપ બેંક એકાઉન્ટ માંથી પૈસા ઉપાડો છો તો તે સમયે આપે શું કરવું તેનું પણ ધ્યાન રાખવું., આપે ક્યારેય પણ પોતાના મોબાઈલ ફોનમાં બેન્કિંગને સંબંધિત માહિતી સાચવવી જોઈએ નહી. આપે આપના એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ કે પછી ક્રેડીટ કાર્ડ સંબંધિત કોઈપણ માહિતીને શેર કરવી જોઈએ નહી. બેંક ક્યારેય કોઈ ખાતાધારક પાસે તેમના બેંક એકાઉન્ટની માહિતી માંગવામાં આવતી નથી. ઓનલાઈન પેમેન્ટ કરતા સમયે સાવધાની રાખવી. તપાસ કર્યા વગર કોઈપણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા નહી. તેમજ અજાણી લિંકને ખોલવી નહી. સ્પાયવેરથી સાવધાન રહેવું.

Exit mobile version