નવી ગાડી કે બાઇક ખરીદનાર લોકો માટે ખુશખબર, આ ખર્ચામાંથી મળશે મોટી રાહત, તમારા માટે જાણવું છે ખાસ જરૂરી

૨૦૨૦ના નાણાકીય વર્ષ માટે બાઇક્સ, કાર અને કોમર્શિયલ વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ પ્રિમિયમમાં કોઇ વધારો કરવામાં નહીં આવશે, એમ ઇન્સ્યુરન્સ રેગ્યૂલેટરે ગુરૂવારે જણાવ્યું હતું. રેગ્યૂલેટર દ્વારા છેલ્લાં એક દાયકાથી દર વર્ષે એપ્રિલમાં થર્ડ પાર્ટી ઇન્સ્યુરન્સ પ્રિમીયમમાં૧૦થી૪૦ ટકાનો વધારો કરવામાં આવે છે. ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (આઇઆરડીએઆઇ)એ આ વર્ષે ટીપી મોટર ઇન્સ્યોરન્સમાં કોઇ વધારો
નહીં કરવાનો નિર્ણય કર્યો છે. રેગ્યૂલેટરે માત્ર થર્ડ પાર્ટી મોટર કવર માટેના દર નક્કી કર્યા છે અને નુકસાની તથા પર્સનલ એક્સીડન્ટ માટે ખુદને દર નક્કી કરવા જણાવ્યું છે. વર્તમાન વર્ષે ઇન્સ્યુરન્સના દરમાં ૨૦થી૩૦ ટકા વધારાની ધારણા હતી. આથી રેગ્યૂલેટરનો નિર્ણય ગ્રાહકો માટે એક આવકારદાયક પગલા તરીકે આવી પડયો છે. આઇઆરડીએઆઇએ ગુરૂવારે જણાવ્યું હતું કે ૨૦૧૮ના પહેલી એપ્રિલે મોટર થર્ડ પાર્ટીના નિર્ધારિત પ્રિમીયમ દર આગળ ઉપર જણાવાય નહીં ત્યાં સુધી ચાલુ રહેશે.

image source

ગાડી ખરીદવાવાળા લોકો માટે એક મોટી રાહતના સમાચાર છે. ઇન્સ્યોરન્સ કંપનીઓ થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સમાં વધારો નહી કરે. સૂત્રો અનુસાર આ બીજી વાર એવુ થશે કે થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સમાં કોઇ વધારો નથી કરવામાં આવ્યો. આનો સીધો ફાયદો જેમણે નવી કાર, સ્કુટર અથવા તો વ્હીકલ ખરીદવાના છે તેમને થશે. ગયા વર્ષે પણ નહોતુ વધ્યુ પ્રિમીયમ ગયા વર્ષે પણ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ વિમા કંપનીઓ પાસેથી પ્રસ્તાવિત રેટ મંગાવ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21 માટે થર્ડ પાર્ટી મોટર ઇન્સ્યોરન્સના પ્રિમીયમમાં 10 થી 20 ટકાનો વધારાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. મહામારીના કારણે આ વધારો લાગૂ થયો ન હતો. IRDAIએ એક એપ્રિલ 2020થી કાર અને ટુ વ્હીલર વાહનોની થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સના પ્રિમીયમમાં વધારાનો પ્રસ્તાવ રાખ્યો હતો. ઇન્સ્યોરન્સ રેગુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના મુજબ 1000 સીસીથી ઓછી એન્જીનની ક્ષમતાવાળા વાહનો માટે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રિમીયમ 2182 રૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું. જો કે હાલમાં 2072 રૂપિયા છે. 1000થી 1500 સીસીના એન્જીનવાળા વાહન માટે થર્ડ પાર્ટી પ્રિમીયમ વધીને 3383 રૂપિયા કરવાનો પ્રસ્તાવ હતો.

આ વર્ષે કેમ નથી વધ્યુ પ્રિમીયમ

image source

1 એપ્રિલથી વિમા કંપનીઓ ઇન્સ્યોરન્સ માટે નવી પ્રિમીયમ દર લાગૂ કરે છે પરંતુ સુત્રો અનુસાર IRDAI તરફથી અત્યાર સુધી પ્રસ્તાવિત રેટના સજેશન માંગવામાં આવ્યા નથી. તે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે પણ પ્રિમીયમમાં વધારો નહી થાય. લોકડાઉનના કારણે 6 મહિના સુધી ગાડીઓ રોડ પર નીકળી જ નથી તો ખર્ચો બચી ગયો છે.

ગ્રાહકોને કેવી રીતે થશે ફાયદો

image source

તમને ખ્યાલ જ હશે કે મોટર વ્હીકલ એક્ટ અનુસાર દરેક ગાડી માટે કાયદાકીય થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જરૂરી છે. નવી ગાડી ખરીદવા વાળા લોકોને ઇન્સ્યોરન્સમાં ફાયદો થશે. જેના કારણે તેમને રાહત મળશે. નવી ગાડીમાં 3 વર્શ માટે 4 વ્હીલર, 5 વર્ષ માટે 2 વ્હીલરમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ જરૂરી હોય છે. માટે જો તમે નવી ગાડી ખરીદવા જઇ રહ્યાં છો તો પ્રિમીયમ નહી આપવું પડે.

માત્ર 33 ટકા વાહનોનો વીમો લેવાય છે

image source

હાલ દેશમાં માત્ર 33 ટકા વાહનોનો પાસે ઇન્સ્યોરન્સ છે. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ ફિક્સ છે. તેમ છતાં માત્ર 3 3ટકા વાહનો પાસે જ વિમો છે. તાજેતરમાં નવા  વાહનો માટે ફોરવ્હીલરમાં થર્ડ પાર્ટી ઇન્સોરન્સ 3 વર્ષ અને ટુવ્હીલરમાં 5 વર્ષ કરાયું છે.

થર્ડ પાર્ટી પ્રીમિયમ કેટલુ

image source

વાહન – પ્રીમિયમ

બાઇક – રૂા.482

1000સીસી – રૂા. 2120

1500 સીસી – રૂા.3300

આથી વધુ સીસી – રૂા. 7890

સરકાર પ્રીમિયમ નક્કી કરશે

image source

અગાઉ ઇરડા પ્રીમિયમ નક્કી કરતું હતું . હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે. વાહન અંગે વિમા કંપનીને ડેટા મળી રહેશે. બે વર્ષથી સરકાર કવાયત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત