Site icon News Gujarat

તમારે લેવો છે તમારી ગાડીનો VIP નંબર? તો આ સરળ રીતે કરો એપ્લાય, નહિં થાય કોઇ બહુ ઝંઝટ

કાર કે વ્હીકલનો સ્પેશ્યલ નંબર કેટલાક લોકો માટે ખુબ મહત્વનો હોય છે. લોકો આવા નંબરોને ખાસ મહત્વ પણ આપતા હોય છે, કેટલાક માટે આવા નંબરો લકી સાબિત થતાં હોય છે. જો તમે પણ તમારી કાર માટે લકી, વીઆઇપી કે ફેન્સી નંબર મેળવવા માંગતા હોય તો અહીં બેસ્ટ પ્રૉસેસ બતાવવામાં આવી છે, જેનાથી તમે ફટાક દઇને તમારો મનગમતો નંબર મેળવી શકો છો. જાણો એપ્લાય કરવાની આખી પ્રૉસેસ……મોટાભાગે લોકો જાણતા હોતા નથી કે ગાડીના VIP કે ફેન્સી નંબરનું રજિસ્ટ્રેશન કેવી રીતે થાય છે તો અહીં જાણો પ્રોસેસ. અજ્યારે તમે કોઈ નવી ગાડી
ખરીદો છો તો તમને આરટીઓની એક ખાસ સિસ્ટમ દ્વારા કાર કે બાઈકનો નંબર આપી દેવામાં આવે છે. આ નંબર ગમે તે હોય શકે છે. એવામાં જો તમે મનપસંદ નંબર લેવા માંગતા હોવ તો આના માટે તમામ રાજ્યોના પરિવહન વિભાગ દ્વારા વિવિધ નંબર માટે વિવિધ કિંમત નક્કી થયેલી હોય છે.

image source

નેક લોકો માટે તેમની કારનો નંબર સ્પેશ્યલ, ફેન્સી કે અલગ હોય તે ખાસ માનવામાં આવે છે. આ નંબરનું મહત્વ તેમના માટે ખાસ હોય છે જેમના માટે આ નંબર લકી હોય છે. અનેક લોકો સાથે તમે જોયું હશે કે તેમની તમામ ગાડીઓના નંબર એકસરખા હોય છે. આ માટે તમારે સ્પેશ્યલ નંબર માટે રજિસ્ટર કરવાનું રહે છે. તો જાણો કઈ રીતે આ VIP કે ફેન્સી નંબરનું રજિસ્ટ્રેશન  થાય છે. બાદમાં અહીં વીઆઈપી નંબરની બોલી લાગે છે. સાઈટ પર વિવિધ રાજ્યોના વિવિધ નંબર માટે વિકલ્પ આપવામાં આવ્યા છે. નંબર મુજબ તમારે પરિવહન વિભાગને પૈસા ચૂકવવાના હોય છે. જો અહીંથી તમને તમારી પસંદગીનો નંબર મળી જાય છે તો તમે તેની કિંમત ચૂકવીને લઈ શકો છો. જણાવી દઈએ કે બાઈકનો નંબર જેટલો ફેન્સી હોય છે તેની કિંમત પણ તેટલી જ વધારે હોય છે. આ કિંમત 2000 રૂપિયાથી લાખો રૂપિયા સુધી હોય શકે છે. આવી જ રીતે તમામ રાજ્યોના વીઆઈપી નંબરોની કિંમત પણ અલગ-અલગ હોય છે.

image source

આ રીતે કરાવી લો રજિસ્ટ્રેશન, સરળ છે પ્રોસેસ

image source

 આ માટે તમારે માંગેલી ડિટેલ્સ ભરવાની રહે છે. આટલું કર્યા બાદ યૂઝર આઈડી બનશે.

 અહીં તમને વ્હીકલ સીરિઝને વિશે પૂછાશે. તમે તેને પણ પસંદ કરી શકો છો.

image source

આ પછી તમે નેટ બેંકિંગ એપની મદદથી પે કરી શકો છો.

પેમેન્ટ કર્યા બાદ તમને એક સ્લિપ મળશે આ પછી આ નંબર તમારા માટે રજિસ્ટર થઈ ગયેલો માનવામાં આવશે.

બસ આ છે સિમ્પલ પ્રોસેસ જેની મદદથી તમે તમારી પસંદનો નંબર મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version