રહો સાવધાન! નવજાત શિશુ બન્યા છે કોરોનાના સાયલન્ટ સ્પ્રેડર, જાણો કેવી રીતે…?

મિત્રો, કોરોના મહામારીની બીજી લહેર એ પહેલી લહેરની સાપેક્ષમા બાળકોને ખુબ જ વધારે પડતી પ્રભાવિત કરી રહી છે. જો તમારા બાળકોમા પણ કોરોનાના લક્ષણો નજરે જોવા મળે છે તો તમે જરાપણ મોડુ કર્યા વિના તુરંત જ હોસ્પિટલમા તેમને લઈ જાવ.

image source

તબીબોનુ માનવુ એવુ છે કે, કોરોના વાયરસનુ હાલ બે ગણુ મ્યુટેશન વધી ગયુ છે અને તેમાં રહેલો સ્ટ્રેઈન પણ ખુબ જ પ્રભાવશાળી છે. તેથી, તે વિશેષ તો બાળકોને ખુબ જ વધારે પડતુ અસર કરી રહ્યુ છે. આપણા ગુજરાત રાજ્યમા પણ કોરોનાના બાળદર્દીઓનુ પ્રમાણ હાલ નિરંતર વધી રહ્યુ છે.

image source

સિવિલ કેમ્પસના પીડિયાટ્રિક વિભાગના એસોસિયેટ પ્રોફેસર દાકતર ચારુલ મહેતાના જણાવ્યા મુજબ બાળકમા જ્યા સુધી કોરોનાના કોઈ લક્ષણ ના જોવા મળે અને કોરોના પોઝિટિવ હોય તો તે પણ સુપર સ્પ્રેડર બની શકે છે. બાળકો હમેંશા પોતાની આસપાસના વાતાવરણને જોઈને જ બધુ શીખતા હોય છે માટે આ બીમારી અંગે તેને યોગ્ય સમજણ આપવી તે અત્યંત આવશ્યક છે. એવામા હાલ પ્રવર્તમાન સમયમા ઓનલાઈન શિક્ષણનુ પ્રમાણ ખુબ જ વધી રહ્યુ છે ત્યારે સોશિયલ ગેધરિંગના નામે થતી પાર્ટીઓથી બચવુ જોઈએ.

image source

નાના બાળકોમા શ્વસન સાથે સંકળાયેલી સમસ્યા, ઝાડા અને ઉલટીની સમસ્યા, ચીડિયાપણુ, સરદર્દ, ગાળામા દુ:ખાવો જેવા લક્ષણો જોવા મળે છે. આ કોરોનાની સમસ્યા બાળકોમા જોવા મળે ત્યારે તે ખુબ જ ગંભીર પ્રકારની અસર પેદા કરી શકે છે. અમુક લોકોની ઇમ્યુનિટી ખુબ જ વધારે પડતી સારી હોય તો તેને ફક્ત શરદી-ઉધરસ થાય છે અને શરીરના દુ:ખાવા બાદ મટી પણ જાય છે.

image source

આ સિવાય જો કોઈ બાળકને અન્ય કોઈ સમસ્યા હોય તો તેવા કેસમા લોહી નીકળવુ, ખેંચ આવવી, હૃદય સાથે સંકળાયેલી સમસ્યાઓ વગેરે થવાની શક્યતાઓ વધારે રહે છે. આ સિવાય તબીબોનુ માનવુ એવુ પણ છે કે, બીજી લહેરમા મોટી ઉંમરના લોકોની સાપેક્ષે બાળકોમા આ લક્ષણો ખુબ જ વહેલા જોવા મળી શકે છે.

image source

હાલ, પહેલા બાળકો સંક્રમિત થઈ રહ્યા છે અને ત્યારબાદ મોટી ઉંમરના લોકો કોરોનાની ઝપેટમા આવી રહ્યા છે. બાળકોને તાવ આવવો, ઠંડી લાગવી, સૂકી ઉધરસ, ઉલટી, ભૂખ ના લાગવી, થાક લાગવો વગેરે જેવા લક્ષણો દેખાય તો તુરંત જ તેમણે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ કરાવવો. તેનાથી તેમની સારવાર તુરંત જ શરૂ થઈ જશે. આ તપાસમા જરાપણ મોડુ કરવુ તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

image source

આ સમયે એ વાત અંગેની વિશેષ સાવચેતી રાખવી જોઈએ કે, બાળકો કોરોના વાયરસના સાઈલન્ટ સ્પ્રેડર છે. જો તેમનુ સંક્રમણ મોટા લોકોમા ફેલાય તો તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. બાળકની સાથે જ માતા-પિતા પણ સંક્રમિત થઈ જાય છે તો તેમના બાળકોને ક્યાંક બીજે રહેવા મોકલવું વધુ ખતરનાક બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *